12 April, 2026 07:00 AM IST | Mumbai | Aparna Bose
પ્રતીકાત્મક તસવીર
જો આ અઠવાડિયે તમારો જન્મદિવસ છે
શક્ય હોય ત્યાં સુધી નકારાત્મક લોકો અને સંબંધોને છોડી દો અને બીજાઓનાં મંતવ્યોથી પોતાને પ્રભાવિત થવા દેશો નહીં. ઘર અને ગૃહસ્થ જીવન ખૂબ જ મહત્ત્વપૂર્ણ હોઈ શકે છે અને તમારે એને યોગ્ય સમય આપવાની જરૂર છે. સંવેદનશીલ પાચનતંત્ર ધરાવતા લોકોએ તેઓ શું ખાય છે એની થોડી વધુ કાળજી લેવાની જરૂર છે.
એરીઝની શૅડો સાઇડ
એરીઝ રાશિના લોકો અધીરા અને અત્યંત ગરમ સ્વભાવના હોઈ શકે છે અને કોઈ પણ પ્રકારની ટીકા સ્વીકારવામાં ખૂબ જ મુશ્કેલી અનુભવે છે. તેઓ જે ઇચ્છે છે એ મેળવવા માટે લોકોને ધમકાવી શકે છે, જેને કારણે સંબંધોમાં તકરાર ઊભી થઈ શકે છે. એરીઝ રાશિના લોકો ખૂબ જ સ્પર્ધાત્મક હોય છે અને ગમે એ કિંમત ચૂકવવી પડે જીતવા માટે ઝનૂની બની શકે છે.
એરીઝ
૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ
કોઈ પણ ધીમી ગતિએ ચાલતી પરિસ્થિતિ અથવા પ્રોજેક્ટ સાથે ધીરજ રાખો અને તમારી ઇચ્છા મુજબ એને પૂરો કરવાનો પ્રયાસ કરશો નહીં. તમારા માનસિક સ્વાસ્થ્યનું થોડું વધારે ધ્યાન રાખો.
રિલેશનશિપ ટિપ : કાળજીપૂર્વક અને સારી રીતે વિચારીને નિર્ણયો લો. તમારી પસંદગી પર અન્ય લોકોનો પ્રભાવ પડવા દેશો નહીં.
ટૉરસ
૨૧ એપ્રિલથી ૨૦ મે
જો તમારે નિર્ણય લેવાની જરૂર હોય તો તમારી પાસે રહેલા વિકલ્પમાંથી કાળજીપૂર્વક પસંદગી કરો. રોકાણોમાં ધીરજ રાખો અને લાંબા ગાળાના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરો.
રિલેશનશિપ ટિપ : હળવા પ્રતિભાવની જરૂર હોય એવી પરિસ્થિતિમાં પઝેસિવ બનવાનું ટાળો. લૉન્ગ ડિસ્ટન્સ મૅરેજ ધરાવતાં કપલ્સે કમ્યુનિકેશન સુધારવા પર કામ કરવું જોઈએ.
જેમિની
૨૧ મેથી ૨૧ જૂન
કોઈ પણ સ્પર્ધાત્મક પરિસ્થિતિ અથવા પડકારજનક બાબતનો સામનો કરવા માટે જરૂરી સંતુલન શોધી કાઢો, જેને સંભાળવામાં તમે મુશ્કેલી અનુભવો છો. આવેગજન્ય નિર્ણયો લેવાનું ટાળો.
રિલેશનશિપ ટિપ : તમે કાળજી રાખો છો એ બતાવવા માટે નાના પ્રતિભાવ મોટા જેટલા જ મહત્ત્વપૂર્ણ છે. તમે જે લોકો સાથે રહો છો તેમના પર થોડું વધારે ધ્યાન આપો.
કૅન્સર
૨૨ જૂનથી ૨૩ જુલાઈ
તમારે શું કરવાની જરૂર છે એ વિશે ખૂબ જ સ્પષ્ટ રહો અને નિર્ણાયક રીતે એનું પાલન કરો. તમારો ફોન, વૉલેટ અને અન્ય કીમતી વસ્તુઓ પર ધ્યાન આપો કારણ કે એ ખોવાઈ શકે છે.
રિલેશનશિપ ટિપ : જ્યાં સુધી તમે તમારા માટે મહત્ત્વપૂર્ણ લોકોની સાથે સારો વ્યવહાર કરો છો એવા સામાન્ય રીતે સંબંધો માટે સકારાત્મક સમય છે. સિંગલ લોકો માટે પૉઝિટિવ તબક્કો છે.
લિયો
૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ
તમને જરૂરી લાગે એવા ફેરફારો કરવા તૈયાર રહો અને જે મહત્ત્વપૂર્ણ કાર્ય પૂરું કરવાનું છે એમાં વિલંબ ન કરો. ખાતરી કરો કે તમને પૂરતી ઊંઘ મળે છે.
રિલેશનશિપ ટિપ : જેઓ પ્રતિબદ્ધ રિલેશનશિપમાં છે તેઓ આગળ વધી શકે છે. બાળકની ઇચ્છા ધરાવતાં દંપતીઓ માટે આ સકારાત્મક સમય છે.
વર્ગો
૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર
બિનજરૂરી બાબતોથી વિચલિત થવાને બદલે તમારે શું કરવાની જરૂર છે એના પર ધ્યાન કેન્દ્રિત કરો. નાણાકીય બાબતો અને રોકાણ કરતી વખતે તમારા અંતરના અવાજને સાંભળો.
રિલેશનશિપ ટિપ : નાની બાબતો પર ધ્યાન આપ્યા વિના તમારા કમ્યુનિકેશનને સ્પષ્ટ રાખો. મિત્રને થોડા વધારાના ભાવનાત્મક ટેકાની જરૂર પડી શકે છે.
લિબ્રા
૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર
ઑફિસમાં કોઈ પણ સ્પર્ધાત્મક પરિસ્થિતિ માટે બુદ્ધિશાળી અને નિર્ણાયક પગલાં લેવાની જરૂર પડી શકે છે. તમે તમારું રિસર્ચ કરો તો રોકાણ માટે આ એક સકારાત્મક સમય છે.
રિલેશનશિપ ટિપ : મિત્ર અથવા પરિવારના સભ્ય વિશે વાત કરવાની જરૂર હોય તો તમે કોના પર વિશ્વાસ કરો છો એ વિશે ધ્યાન રાખો. સિંગલ લોકોએ જટિલ સમીકરણોમાં પડવાનું ટાળવું જોઈએ.
સ્કૉર્પિયો
૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર
પરિસ્થિતિ બરાબર જેવી લાગે છે એવી ન પણ હોય અને તમારે એમાં ઊંડાણપૂર્વક તપાસ કરવાની જરૂર પડશે. નાણાકીય બાબતોમાં સાવચેત રહો અને બિનજરૂરી ખર્ચ ન કરો.
રિલેશનશિપ ટિપ : જેઓ તેમનાં લગ્ન અથવા રિલેશનશિપમાં પડકારજનક સમયમાંથી પસાર થઈ રહ્યા છે તેમણે ખાતરી કરવી જોઈએ કે પરિસ્થિતિ વધુ ખરાબ ન થાય. બોલતાં પહેલાં વિચારો.
સૅજિટેરિયસ
૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર
કોઈ પણ અચાનક ફેરફારમાં તમે સંતુલન ગુમાવી શકો છો, પરંતુ જો તમે એનો શાંતિથી સામનો કરો તો એને યોગ્ય રીતે સંભાળી શકાય છે. મિત્રો સાથે બહાર જાઓ ત્યારે વધુ પડતો ખર્ચ કરવાનું ટાળો.
રિલેશનશિપ ટિપ : નાની બાબતમાં પણ જો તમારે કોઈ નિર્ણય લેવાની જરૂર હોય તો કાળજીપૂર્વક વિચારો. અન્ય લોકોને તમારી રિલેશનશિપ પસંદગી પર પ્રભાવ પાડવા દેશો નહીં.
કૅપ્રિકોર્ન
૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી
જો તમને કોઈ અવિચારી અને આવેગજન્ય બાબતમાં રસ હોય તો એક પગલું પાછળ હટી જાઓ. ક્રીએટિવ પ્રોફેશનમાં કામ કરતા લોકો માટે આ એક સકારાત્મક સમય છે.
રિલેશનશિપ ટિપ : જો તમે તમારા જીવનસાથી કે પાર્ટનરથી થોડા અલગ થયા હોવાનો અનુભવ કરતા હો તો આવું દૂર કરવા વધારે પ્રયાસ કરો. બાળક ઇચ્છતા દંપતી માટે પૉઝિટિવ સમય છે.
ઍક્વેરિયસ
૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી
બૉસ અને સત્તાવાળાઓ સાથે તમે કેવી રીતે વાતચીત કરો છો એના પર ધ્યાન આપો. કોઈ પણ કાનૂની બાબતો અથવા ડૉક્યુમેન્ટેશન કામ માટે આ એક સકારાત્મક સમય છે.
રિલેશનશિપ ટિપ : કોઈ મિત્રને સારી અને સાચી સલાહ અથવા રડવા માટે ખભાની જરૂર પડી શકે છે. પરિવારના કોઈ વડીલ માટે થોડું વધારે ધ્યાન આપવાની જરૂર પડશે.
પાઇસિસ
૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ
ઊંચા વળતરનું વચન આપવામાં આવે તો પણ જોખમી અથવા અનિયંત્રિત રોકાણ ટાળો. તમારા સ્વાસ્થ્યનું થોડું વધારે ધ્યાન રાખો.
રિલેશનશિપ ટિપ : પરિવાર અથવા મિત્ર વિશે ગૉસિપ સાંભળવાનું ટાળો. વ્યસ્ત ટાઇમટેબલ ધરાવતા લોકોએ તેમના જીવનસાથી માટે સમય કાઢવા વધારાનો પ્રયાસ કરવો પડશે.