અઠવાડિક રાશિ ભવિષ્ય : જાણો શું છે તમારી રાશિમાં ખાસ

14 April, 2024 08:59 AM IST  |  Mumbai | Aparna Bose

ક્લિક કરીને વાંચો… શું કહે છે તમારું અઠવાડિક રાશિ ભવિષ્ય

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

એરીઝ
૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ

હરીફાઈ કરવી પડે એવી પરિસ્થિતિમાં પોતાની સ્થિતિ સુરક્ષિત કરી લેવી. લાંબા ગાળાની દૃષ્ટિએ વ્યવહારુ અને નિયમિત કરી શકાય એવાં રોકાણો કરવા પર લક્ષ આપવું.
જીવનસુધાર માટે સૂચન : તમારી પાસે પણ સૂઝબૂઝ છે, પરંતુ તમને એનું ભાન થવું જરૂરી છે. જરૂર પડ્યે પોતાનો અભિપ્રાય બદલવાની તૈયારી રાખજો. 

ટૉરસ
૨૧ એપ્રિલથી ૨૦ મે

કોઈને પણ દેખાઈ આવે નહીં એ રીતે ઉપરીઓ અને બૉસ સાથેના સંબંધો સુમેળભર્યા રાખવા માટે પ્રયાસ કરજો. રોકાણો સહિતની નાણાકીય બાબતો માટે સાનુકૂળ સમય છે. 
જીવનસુધાર માટે સૂચન : તમને પોતાનામાં કોઈ ફેરફાર કરવા જેવું લાગે તો અંતરાત્માનો અવાજ સાંભળજો. સપનાં સાકાર કરવા માટેના પ્રયાસ કરવામાં ડરતા નહીં. 

જેમિની
૨૧ મેથી ૨૧ જૂન

તમે પાળી શકતા હો તો જ વચનો આપજો. ઉપરી, માર્ગદર્શક કે વધુ અનુભવી વ્યક્તિની સલાહ સાંભળજો. જીવનસુધાર માટે સૂચન: પોતાના દરેક પગલાની વ્યક્તિગત જવાબદારી 
સ્વીકારી લેજો. ફરજ અને જવાબદારીનું પાલન કરીને સ્વતંત્રતાનો ઉપભોગ કરજો, કારણ કે એ બન્નેને બાજુએ રાખી શકાય નહીં.  

કૅન્સર
૨૨ જૂનથી ૨૩ જુલાઈ

તમારા સામાજિક વર્તુળ પર એક નજર કરી લેજો અને જરૂર લાગે તો એનો વિસ્તાર કરજો. કોઈ પણ આયોજન કરતાં પહેલાં ઝીણવટભર્યો વિચાર કરજો અને તમે ખરેખર શું ઇચ્છો છો એની સ્પષ્ટતા રાખજો. જીવનસુધાર માટે સૂચન : તમારા વિચારો અને વાણીથી જ ભવિષ્ય ઘડાતું હોય છે. તમે જેના વિશે વિચાર કરશો એવા જ બનશો એ યાદ રાખજો.  

લિયો
૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ

પોતાની થોડી વધુ કાળજી લેજો, પરંતુ અતિરેક કરતા નહીં. સ્વયં રોજગાર કરનારાઓએ વ્યવહારુ બનીને સમજણભર્યા નિર્ણયો લેવા. જીવનસુધાર માટે સૂચન : તમને મળેલી બુદ્ધિચાતુર્યની ભેટનો બગાડ થાય નહીં એની તકેદારી લેજો, પરંતુ એનો ઉપયોગ યોગ્ય દિશામાં કરજો.

વર્ગો
૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર

તમારા કાબૂમાં ન હોય એવી પરિસ્થિતિમાં ધીરજ રાખવી. જેમને આધાશીશીની તકલીફ હોય તેમણે એનો અટૅક લાવનારા ખોરાક અને પરિસ્થિતિથી દૂર રહેવું
જીવનસુધાર માટે સૂચન : તમે જે ખોરાક લો છો એની અસર તમારા મિજાજ અને ઊર્જાના સ્તર પર કેટલી થાય છે એનો વિચાર કરજો. તમારે દર વખતે ફક્ત સ્વાદનો જ વિચાર કરવો જરૂરી નથી.

લિબ્રા
૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર

તમારે કોઈ પણ નિર્ણય લેવાનો હોય તો વિકલ્પોને તપાસી લેજો અને લાંબા ગાળાનાં લક્ષ્યોને ધ્યાનમાં રાખજો; ટૂંકા ગાળાના લાભને નહીં. રોકાણો કરતાં પહેલાં એને લગતો પૂરતો અભ્યાસ કરી લેવો. જીવનસુધાર માટે સૂચન : જે મહત્ત્વપૂર્ણ હોય એના પર જ લક્ષ આપવું, બિનજરૂરી બાબતોથી વિચલિત થવું નહીં. હવે જેનું મહત્ત્વ રહ્યું ન હોય એવી વસ્તુઓનો ત્યાગ કરજો. 

સ્કૉર્પિયો
૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર

મેસેજમાં અને સોશ્યલ મીડિયા પરનું લખાણ સાવચેતીપૂર્વક લખજો. જેમને ત્વચાની ઍલર્જી થતી હોય તેમણે થોડી વધુ કાળજી લેવી. પૂરતું પાણી 
પીવાનું રાખવું. જીવનસુધાર માટે સૂચન : તમારા વિચારોનો અભ્યાસ કરશો તો જણાશે કે ભૂતકાળના અનુભવો પરથી જ એ ઘડાયા છે. હવે જે કામના નથી રહ્યા એવા આઇડિયા છોડી દેજો.  

સૅજિટેરિયસ
૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર

તમારા આંતરરાષ્ટ્રીય નેટવર્કને વધારવામાં માટે શું કરી શકાય એનો વિચાર કરજો. કોઈ પણ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતાં પહેલાં સ્પષ્ટતાથી વિચાર કરી લેજો, ઉતાવળ કરતા નહીં.
જીવનસુધાર માટે સૂચન : તમારા જીવનની ઘટનાઓ કઈ રીતે આકાર પામી રહી છે અને કઈ રીતે સમન્વય થઈ રહ્યો છે એનો વિચાર કરજો. એમાં દેખાતા દૈવી તત્ત્વ પર ધ્યાન આપજો. કારણ વગર કોઈ જ બનાવ બનતો નથી. 

કૅપ્રિકોર્ન
૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી

પોતાની પાસેના સ્રોતોનો ઉત્તમ ઉપયોગ કરી લેવો અને વ્યવહારુ નિર્ણયો લેવા. ખોટી વ્યક્તિ પર વિશ્વાસ મુકાયો નથી એની તકેદારી રાખવી અને કોઈ પણ આયોજન હોય તો હાલ કોઈને જણાવવું નહીં. જીવનસુધાર માટે સૂચન : તમારું ભવિષ્ય તમારા હાથમાં છે. આથી કયો માર્ગ પસંદ કરવો એ વિશે સભાનતાપૂર્વક વિચાર કરવો. પ્રેમ પર આધારિત હોય અને જેમાં સૌનું ભલું થતું હોય એવા નિર્ણયો લેવા.

ઍક્વેરિયસ
૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી

સ્થિરતા આપે અને મજબૂત પાયો રચે એવા નિર્ણયો લેવા પર ધ્યાન આપવું. સ્વયં રોજગાર કરનારાઓ અને વ્યવસાયીઓ માટે સાનુકૂળ સમય છે. 
જીવનસુધાર માટે સૂચન : તમને પોતાનાં લક્ષ્યો સુધી પહોંચવાના માર્ગમાં અવરોધનારા અથવા તો આવશ્યક આકરા નિર્ણયો લેવા આડે આવનારા ડરને દૂર કરવાનો પ્રયાસ કરવો. જે સાચું છે એ કરવાથી ડરવું નહીં.

પાઇસિસ
૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ

તમારે કોઈ પણ આઇડિયાને અમલમાં મૂકવા માટે વિશ્વાસપૂર્વક આગળ વધવું જરૂરી છે. પડકાર લેવામાં ગભરાવું નહીં. રોકાણો સહિતની નાણાકીય બાબતોમાં શિસ્તબદ્ધ અને એકાગ્ર રહેવું.
જીવનસુધાર માટે સૂચન : પોતાના નિર્ણયો વિશે શંકા કરતા નહીં. આત્મવિશ્વાસ રાખજો. બધા લોકો પ્રત્યે પ્રેમ અને કરુણા રાખજો. તમે બીજેથી ઇચ્છો છો એવા પરિવર્તનની પોતાનાથી શરૂઆત કરજો.  

astrology life and style columnists