સાપ્તાહિક રાશિભવિષ્ય: જાણો શું છે તમારી રાશિમાં ખાસ

02 January, 2022 08:04 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કેવું રહેશે ૧૨ રાશિઓના જાતકોનું આખું અઠવાડિયું

પ્રતીકાત્મક તસવીર

એરિઝ : ભરપૂર મનોરંજન માણશો. પિકનિકનું આયોજન કરીને તાજગી-સ્‍ફૂર્તિ અનુભવશો. વિદેશ જવાની ઇચ્‍છા ધરાવનારને વિઝા મળી જાય. જીવનમાં નવી તકો તથા દિશાઓ દેખાતાં ચેતનાનો સંચાર થશે.

ટૉરસ : તબિયતમાં બેદરકારી નહીં ચાલે. થાક અને અશક્તિ વર્તાશે. કામના બોજને કારણે કે અસ્‍વસ્‍થ કરતી કોઈ ઘટનાને લીધે તબિયત બગડી શકે, સંધ્યાકાળ બાદ આપની તબિયતમાં સુધારો થશે.

જેમિની : ઘર-૫રિવાર અને વ્‍યવસાયની સાથે સામાજિક પ્રવૃત્તિઓમાં વ્‍યસ્‍ત રહેશો, સહ કર્મચારીઓનો સહકાર ૫ણ મળશે. મનમાં નવા વિચારો સ્‍ફૂરશે. ગણેશજી આ તકનો લાભ લઈ લેવા જણાવે છે.

કેન્સર : ધાર્મિક અને આધ્‍યાત્મિક બનશો. યાત્રાસ્‍થળ કે મંદિર, મસ્જિદ જેવાં ધાર્મિક સ્‍થળ ૫ર ઈશ્વર સાથે નિકટતાનો અનુભવ કરશો. ગણેશજી દિવસ સારો અને પ્રેરણાદાયક રહે તેવી શુભેચ્‍છા વ્‍યક્ત કરે છે.

લિઓ : ઑફિસમાં જવાબદારીઓ આવશે. નિર્ણય લેતા ૫હેલાં વિચારી લેવું. જીવનમાં બધું નિર્વિધ્‍ને પાર ૫ડશે, જીવનસાથી સાથે મતભેદ ન થાય તે જોવું, મનોરંજન કાર્યક્રમમાં ભાગ લેવાની તક મળશે.

વર્ગો : હાથ નીચે કામ કરતા લોકો પાસેથી કામ કરાવવા અલગ વ્‍યૂહરચના વિચારશો. કોઈ વ્‍યક્તિ ૫ર વધારે કામનો બોજ ન લાદવાની સલાહ. સમાજમાં માન-આદર મેળવવા જડ વલણને કાબૂમાં રાખવું.

લિબ્રા : નોકરી કે વ્‍યવસાયમાં સાચવીને રહેવાની ચેતવણી. હિતશત્રુઓ બદનામ કરવાની કોશિશ કરશે. વેપારમાં સોદા કે લેવડદેવડ કરવામાં કાળજી રાખવી ૫ડશે. પ્રિયપાત્રના વર્તાવમાં ઉષ્‍માની ઉણપ વર્તાય.

સ્કૉર્પિયો : ઘર કે મિલકત સંબંધી બાબતો ચિંતાનું કારણ બનશે. રોજિંદા કાર્યોમાં સમય ૫સાર થઈ જશે. ઘરમાં રહેલાં ઇલેક્ટ્રોનિક સાધનો ધ્‍યાન માગી લેશે. નાની બાબતો સારા એવા પ્રમાણમાં અસ્‍વસ્‍થ બનાવી દેશે.

સેજિટેરિયસ : સુંદર વસ્‍ત્ર૫રિધાન અને શૃંગાર તેમ જ સુંદરતા મનને વિશેષ આનંદ આપશે તેથી તેની પાછળ આપ સમય ગાળશો. બ્‍યુટીપાર્લર કે પ્રસાધનોની ખરીદી પાછળ ખર્ચ થાય એમ ગણેશજી જણાવે છે.

કેપ્રિકોર્ન : આર્થિક બાબતે નિશ્ચિંતતા અનુભવશો. મહેનતનું સારું વળતર મળતું જોઈ શકશો. આપનું કાર્ય પુષ્કળ નાણાંલાભ કરાવશે અને એ પૈસા ખર્ચવાના રસ્‍તા ૫ણ મળી જશે. ખર્ચ ૫ર કાબૂ રાખવો.

એક્વેરિયસ : ઘર-વાહનની ખરીદી કરશો અથવા રાચરચીલું લાવશો. રોકાણ માટે સારો દિવસ હોવાથી ડહાપણભર્યો નિર્ણય લો એ જરૂરી છે. બચતની ઇચ્‍છા થશે. પૈસા તરફનો અભિગમ બદલાઈ રહ્યો છે.

પાઇસિસ : દિવસ ઉદાસી અને વિષાદપૂર્ણ રહેશે. ખુશમિજાજ મૂડ અસ્‍વસ્‍થતા અને તનાવ અનુભવશે. દિવસ ૫સાર થતો જશે તેમ મૂડમાં સુધારો થવાનો શરૂ 
થશે, પ્રિયપાત્રનો સંગાથ આનંદિત બનાવી દેશે.

astrology