સાપ્તાહિક રાશિભવિષ્ય: જાણો શું છે તમારી રાશિમાં ખાસ

26 December, 2021 08:12 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કેવું રહેશે ૧૨ રાશિઓના જાતકોનું આખું અઠવાડિયું

પ્રતીકાત્મક તસવીર

એરિઝ : આનંદ-ઉત્સાહથી ભરપૂર હશો. ઉત્‍સાહથી કામ હાથમાં લેશો અને સફળતા મેળવવા શ્રેષ્‍ઠ પ્રયાસ કરશો. બપોર પછી આપ નવા કામમાં નસીબ અજમાવતા થશો. દિવસ પ્રવૃત્તિઓથી ભરપૂર રહેશે.
ટૉરસ : વહીવટી ક્ષેત્રે કામ કરતી વ્‍યક્તિઓ માટે લાભદાયી દિવસ. અન્‍ય ક્ષેત્રમાં કામ કરનાર વ્‍યક્તિઓ પ્રસિદ્ધિ મેળવશે. જીવનસાથી સાથે ભોજન લેવાનો કાર્યક્રમ બને, નિકટતા વધશે. દિવસ પ્રફુલ્લિતતાભર્યો.
જેમિની : કંઈક અલગ કરવાનું મન થાય. સમય પ્રમાણે કામ પતાવવાના ટેન્શનથી તણાવ અનુભવાય. વ્યવસાયને વધુ મહત્ત્વ આપશો. આ કામમાં પરિવારની ઉપેક્ષા ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું.
કેન્સર : અન્‍યમાં દખલગીરી કરવા કરતાં આપે પોતાના જીવન અને શ્રેયને પ્રાથમિકતા આપવી. નવું સંશોધન યશ અપાવશે. કામમાંથી મુક્તિ મેળવીને તાજગી મેળવવા મનોરંજન કે પ્રવાસ કરવા ગણેશજીની સલાહ છે.
લિઓ : ખુશમિજાજમાં હશો. દરેક કાર્ય નિપુણતાથી હાથ ધરશો. અઘરાં કામ ૫ણ સરળ બની જશે, અને સહેલાં કામ આંખના ૫લકારામાં પાર પાડી દેશો. બપોર ૫છી કોઈ પણ કામ સમજી વિચારીને કરશો.
વર્ગો : શારીરિક-માનસિક હળવાશ અનુભવવા માટે ૫રિવાર સાથે સમય ગાળવો શ્રેષ્ઠ. વિખવાદ થયો હોય તો સમાધાન માટે યોગ્‍ય સમય છે. નકામી દલીલો કરવાથી સારો દિવસ બગડી જશે. 
લિબ્રા : વિદેશથી શુભ સમાચાર મળે, લાંબા ગાળે ફાયદો થાય. વેપારીઓએ ટેન્‍ડર ભરવામાં ઉતાવળ ન કરવી. રોગનો ઇલાજ કરવા કરતાં રોગ થતો જ અટકાવવો એ કહેવત ગણેશજી યાદ અપાવે છે.
સ્કૉર્પિયો : સારા મૂડમાં રહી શકશો. અધૂરાં કામ પૂરાં થશે, આનંદ-ઉત્‍સાહથી ભરપૂર બનશો. પ્રિયજનના કોઈ દુઃખથી ચિંતા અનુભવશો, ૫ણ દૃઢ મનોબળ દ્વારા આપ તેમાંથી બહાર આવી શકશો.
સેજિટેરિયસ : પ્રિયતમ સમક્ષ પ્રેમ કે લગ્‍નના પ્રસ્‍તાવ માટે શુભ દિવસ. પ્રિયપાત્ર સાથે આનંદપૂર્વક દિવસ ૫સાર કરશો. ઘર-૫રિવારને લગતી બાબતો વ્‍યસ્‍ત રાખશે. તમારે કોઈ મેળાવડામાં હાજરી આપવાનું બનશે.
કેપ્રિકોર્ન : નોકરી-વ્‍યવસાયના પ્રશ્ને ચિંતા રહેશે. હિતશત્રુઓથી સાવધ રહેવાની જરૂર છે. આરોગ્‍યની કાળજી લેવી. કલાકારો સારો દેખાવ કરી પ્રશંસા મેળવી શકશે. સાંજે થાકનો અનુભવ કરશો.
એક્વેરિયસ : ઑફિસમાં દિવસ સામાન્‍ય રહેશે. મહેનતનું ફળ મળશે. પારિવારિક બાબતો ચિંતિત કરશે. બપોર ૫છી ગુસ્‍સા ૫ર કાબૂ રાખવો ૫ડશે નહીં તો કોઈક સાથે સંબંધ બગડવાનો સંભવ છે.
પાઇસિસ : સામાજિક પ્રવૃત્તિઓ અને રોજિંદી જવાદારીઓ નિભાવવામાં વ્‍યસ્‍ત રહેશો. બપોર ૫છી કોઈની મદદમાં જવાનું થાય. મધુર વાણી અને વલણથી દરેકના દિલને મોહી લેશો. દિવસ સમતુલાભર્યો રહેશે.

astrology