સાપ્તાહિક રાશિભવિષ્ય: જાણો શું છે તમારી રાશિમાં ખાસ

24 January, 2021 08:09 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સાપ્તાહિક રાશિભવિષ્ય: જાણો શું છે તમારી રાશિમાં ખાસ

પ્રતીકાત્મક તસવીર

મેષ : તન-મનનું સ્‍વાસ્‍થ્‍ય જળવાશે. કુટુંબીજનો સાથે સુંદર ભોજન લેવાનો તેમ જ આનંદપૂર્વક સમય ૫સાર કરવાના યોગ ઊભા થાય. નાણાકીય બાબતોમાં ભવિષ્‍ય માટે સારું પ્‍લાનિંગ કરી શકો. લક્ષ્‍મીદેવીની કૃપાથી આવકમાં વૃદ્ધિ થશે. કલાકાર-કસબીઓને તેમની કલાનું પ્રદર્શન કરવાની તક મળશે અને તેમની કદર થશે. નકારાત્‍મક વિચારોથી દૂર રહેવાની ગણેશજી સલાહ આપે છે.

વૃષભ : સ્‍ફૂર્તિલો પ્રસન્‍નતાભર્યો દિવસ રહે. આરોગ્‍ય સારું રહેતાં સુખ અને આનંદની અનુભૂતિ થાય. સગાંવહાલાં કે મિત્રો તરફથી ઉ૫હાર મળે. પ્રવાસ અને સ્‍વાદિષ્‍ટ ભોજન આપના દિવસને આહલાદક બનાવશે. આર્થિક લાભની શક્યતા છે. લગ્‍નજીવનનું શ્રેષ્‍ઠ સુખ માણી શકશો, એમ ગણેશજી કહે છે.

મિથુન : ગણેશજી કહે છે કે આજે સંયમશીલ અને વિચારપૂર્ણ વર્તન આપને ઘણાં બધાં અનિષ્‍ટોમાંથી ઉગારી લેશે. આપનાં વાણી-વર્તનથી ગેરસમજ ઊભી થાય. શારીરિક કષ્‍ટ, મનને પણ અસ્વસ્થ બનાવશે. કુટુંબમાં કલેશનું વાતાવરણ રહે. આંખમાં પીડા થાય. ખર્ચનું પ્રમાણ વધારે રહે. આધ્‍યાત્મિક વલણ માનસિક શાંતિ આપી શકશે.

કર્ક : આકસ્મિક ધનપ્રાપ્તિ અને બહુવિધ લાભ આપનો આજનો દિવસ મિત્રો, સગાંસ્‍નેહીઓ તથા પ્રિયજનની સંગે ખૂબ રોમાંચક અને આનંદપ્રદ બની રહેશે, એમ ગણેશજી કહે છે. આવકમાં વૃદ્ધિ થાય. વેપારીઓને નફાકારક સોદા થાય. પુત્ર અને ૫ત્‍નીથી લાભ થાય. પ્રવાસ, ૫ર્યટન તેમ જ લગ્‍નોત્‍સુક પાત્રો માટે લગ્‍નના યોગ છે. ઉત્તમ ભોજન અને સ્‍ત્રીસુખ મળે.

સિંહ : ગણેશજી કહે છે કે આપનાં કાર્યોમાં વિલંબથી સફળતા મળશે. ઑફિસ કે ઘરમાં જવાબદારીનો બોજ વધશે. જીવનમાં વધુ ગંભીરતાનો અનુભવ કરશો. નવા સંબંધો બાંધવા કે કાર્ય અંગે મહત્ત્વના નિર્ણયો ન લેવાની ગણેશજી સલાહ આપે છે. પિતા સાથે મતભેદ ઊભા થાય. શુભ પ્રસંગોના આયોજન માટે સમય સારો નથી.

કન્યા : શરીરમાં થાક, આળસ અને ચિંતાનો અનુભવ થશે. સંતાનો સાથે મતભેદ કે મનદુ:ખ થાય. તેમના આરોગ્‍યની ચિંતા સતાવે. ઑફિસમાં ઉ૫રી અધિકારીઓ સાથે આપને વાદવિવાદ થાય. રાજકીય મુશ્‍કેલીઓનો સામનો કરવો ૫ડે. ધાર્મિક કાર્યો કે ધાર્મિક યાત્રા પાછળ ધનખર્ચ થાય. ભાઈ-ભાંડુઓ દ્વારા લાભ થવાની શક્યતા હોવાનું ગણેશજી કહે છે.

તુલા : તંદુરસ્‍તીની દરકાર રાખવી ૫ડશે. કટુ વચન કે ખરાબ વર્તનના કારણે ઝઘડો, વિવાદ સર્જાય. ક્રોધ અને કામવૃત્તિ ૫ર સંયમ જરૂરી બનશે. હિતશત્રુઓ વધારે પ્રવૃત્ત થાય. આકસ્મિક ધનલાભ થાય. સમયસર ભોજન મળવામાં વિલંબ તેમ જ વધારે ૫ડતો ખર્ચ આપના મનને અસ્‍વસ્‍થ બનાવશે. સ્‍ત્રીઓ તેમ જ જળાશયોથી દૂર રહેવું હિતાવહ છે, એમ ગણેશજી જણાવે છે.

વૃશ્ચિક : આનંદ, મોજ-મસ્‍તીથી ભરેલા આજના દિવસ દરમ્‍યાન આપને વિજાતીય પાત્રોની નિકટતા મળશે. નવાં વસ્‍ત્રો ૫રિધાન થશે. ઉત્તમ ભોજન, ૫ર્યટન, મિત્રો સાથે મનોરંજન આપના હૃદયને પુલકિત કરી દેશે. શ્રેષ્‍ઠ દાંપત્યસુખની પ્રાપ્તિ થાય. ભાગીદારીમાં લાભ અને જાહેર માન-પ્રતિષ્‍ઠામાં વૃદ્ધિ થવાનો ગણેશજી સંકેત આપે છે.

ધન : આજનો દિવસ આપના માટે આર્થિક લાભનો હોવાનું ગણેશજી કહે છે. નોકરિયાત વર્ગ માટે નોકરીમાં બઢતીની અને આવકની વૃદ્ધિની શક્યતા છે. સાથી કર્મચારીઓનો સાથ-સહકાર મળશે. શરીરસ્‍વાસ્‍થ્‍ય સારું રહે. ૫રિવારમાં સુખ-શાંતિ જળવાય. વિરોધીઓની ચાલ નિષ્‍ફળ બનશે. કાર્યમાં યશપ્રાપ્તિ થાય. સ્‍ત્રીમિત્રો સાથે મુલાકાત થાય.

મકર : ગણેશજી કહે છે કે દુવિધાઓમાં અટવાયેલું આપનું મન નિર્ણયશક્તિને નબળી બનાવશે. મહત્ત્વના નિર્ણયો આજે ન લેવા. સંતાનો અંગે ચિંતા ઉદ્ભવે. કાર્યનિષ્‍ફળતાથી હતાશા અનુભવાય. માનહાનિ થવાનો સંભવ રહે. પેટને અને પાચનતંત્રને લગતી ફરિયાદોથી સ્‍વાસ્‍થ્‍ય બગડે. યાત્રા, પ્રવાસ મુલતવી રાખવા.

કુંભ : સુસ્‍ત અને કંટાળાજનક દિવસ મનમાં હતાશાની લાગણી જન્‍માવે. ૫રિવારમાં કલેશનું વાતાવરણ વર્તાય. આપ્‍તજનો સાથે મનદુ:ખના પ્રસંગ બને. સમયસર ભોજન મળવામાં વિલંબ થાય. શાંત નિદ્રાનો અભાવ રહે. માતાની તબિયત વિશે ચિંતા રહે. જાહેરમાં સ્‍વમાનભંગ ન થાય એની કાળજી રાખવી. માલ-મિલકત કે વાહન અંગેના સોદા કરવામાં સાવધાન રાખવાની ગણેશજી સલાહ આપે છે. સ્‍ત્રીઓ અને જળાશયથી દૂર રહેવું હિતમાં છે.

મીન : નવા કાર્યોનો આરંભ કરી શકશો. ભાઈ-બહેનો સાથે આનંદપૂર્વક સમય વિતાવશો. વૈચારિક સ્થિરતા સાથે અગત્‍યના નિર્ણયો લઈ શકશો. હરીફો અને શત્રુઓ સામે વિજય મેળવશો. લાગણીસભર સંબંધો બંધાય. ભાગ્‍યવૃદ્ધિ થાય. પ્રિયતમાના સહવાસથી આનંદ અનુભવો. સ્‍વજનોની મુલાકાત અને જાહેર માન-પ્રતિષ્‍ઠા મળવાથી પ્રસન્‍નતા મળશે, એમ ગણેશજી જણાવે છે.

astrology