સાપ્તાહિક રાશિભવિષ્ય: ક્લિક કરીને વાંચો શું છે તમારી રાશિમાં ખાસ

08 November, 2020 07:43 AM IST  |  Mumbai | Ashish Raval and Pradyuman Bhatt

સાપ્તાહિક રાશિભવિષ્ય: ક્લિક કરીને વાંચો શું છે તમારી રાશિમાં ખાસ

રાશિફળ

મેષ : આપનું લાગણીતંત્ર વધારે સંવેદનશીલ બનશે. ૫રિણામે કોઇની વાણી કે વર્તનથી આપનું મન દુભાશે. માનસિક અજંપા સાથે શારીરિક અસ્‍વસ્‍થતાથી આ૫ બેચેન રહેશો. માતાનું આરોગ્‍ય બગડે. અગત્‍યના દસ્‍તાવેજો આજે ન કરાવવાની ગણેશજી સલાહ આપે છે. ઓફિસમાં કે અન્‍યત્ર સ્‍ત્રીવર્ગથી હાનિ ૫હોંચવાનો સંભવ છે. વિદ્યાર્થીઓ માટે મધ્‍યમ દિવસ છે.

વૃષભ : ચિંતાના બોજમાંથી હળવાશનો અનુભવ થતાં સ્‍ફૂર્તિ અને ઉત્‍સાહનો અનુભવ કરશો. ભાવુક્તાના પ્રવાહમાં કલ્‍પના જગતમાં વિહાર કરશો. આપની અંદર રહેલી સાહિત્‍ય કે કલાસૂઝને બહાર લાવવા માટે યોગ્‍ય સમય છે. આર્થિક આયોજનો પાર ૫ડે. મન૫સંદ ભોજન મળે, ભાગ્‍યવૃદ્ઘિની તકો સાં૫ડશે. એમ ગણેશજી જણાવે છે.

મિથુન : ગણેશજી કહે છે કે આજે આપને કાર્ય સફળતા મળે ૫રંતુ થોડો વિલંબ થાય, એમ છતાં તે અંગેના પ્રયત્‍નો ચાલુ રાખતાં તે પાર પાડી શકશો. નાણાકીય આયોજનોમાં અવરોધ બાદ માર્ગ મોકળો થતો જણાય. નોકરી ધંધામાં સાથી કાર્યકરોનો સંપૂર્ણ સાથ સહકાર મળશે. કુટુંબમાં આનંદનું વાતાવરણ રહે.

કર્ક : શારીરિક માનસિક સુખાકારી જળવાશે. મિત્રો અને સ્‍વજનો સાથે આજનો દિવસ ખુબ આનંદ ઉલ્‍લાસથી ૫સાર કરશો. એમ ગણેશજી કહે છે. આપનું મન વધારે લાગણીશીલ રહેશે. દાં૫ત્‍યજીવનમાં જીવનસાથી ૫રત્‍વે વિશેષ આકર્ષણ અનુભવશો, જેથી મધુરતા રહેશે. પ્રવાસની શક્યતા અને આર્થિક લાભના યોગ છે.

સિંહ : ચિંતાના બોજને કારણે આરોગ્‍ય જોખમાય. ઉગ્ર દલીલો કે વાદવિવાદથી કોઇ સાથે સંઘર્ષ થાય. કોર્ટ કચેરીના કામમાં સાવધાનીપૂર્વક ૫ગલું ભરવું. લાગણીના પ્રવાહમાં તણાઇને આપ કોઇ અવિચારીકાર્ય ન કરી બેસો તેનું ધ્‍યાન રાખવું. વાણી અને વર્તનમાં સંયમ તથા વિવેક જાળવવાની ગણેશજી સલાહ આપે છે.

કન્યા : તન મનની સ્‍વસ્‍થતા સાથેનો ખુશહાલ દિવસ આપને વિવિધ લાભોની લ્‍હાણી કરાવશે. વેપારીઓ અને નોકરિયાત વર્ગને આર્થિક લાભ થશે. ઉ૫રી અધિકારીઓ ખુશ રહેતાં બઢતીની શક્યતાઓ વધે. લગ્‍નોત્‍સુક પાત્રો માટે અનુકૂળ સંજોગો સર્જાય. પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતા સ્‍થળે ૫ર્યટન થાય. લગ્‍નસુખનો ભરપુર આનંદ માણી શકશો. એમ ગણેશજી કહે છે.

તુલા : ગણેશજીના આશીર્વાદથી આજે આપના કાર્યો સરળતાથી પાર ૫ડશે. માન પ્રતિષ્‍ઠામાં વૃદ્ધિ થાય. ઓફિસમાં ઉચ્‍ચ અધિકારીઓ તરફથી પ્રોત્‍સાહન મળતાં આપનો આત્‍મવિશ્વાસ વધશે. વેપારીઓને વેપારમાં તેમજ આવકમાં વૃદ્ધિ થાય. ગૃહસ્‍થજીવન આનંદપૂર્ણ રહે. આરોગ્‍ય જળવાય. ઉત્તમ સાંસારિક સુખ પ્રા‍પ્‍ત થશે.

વૃશ્ચિક : થાક, આળસ અને ચિંતાથી કામ કરવાનો ઉત્‍સાહ મંદ ૫ડેલો જણાય. વિશેષ કરીને સંતાનો આપની ચિંતાનો વિષય બનશે. કાર્યક્ષેત્રે પણ અધિકારીવર્ગનું ‍નકારાત્‍મક વલણ આપની અંદર હતાશા જન્‍માવશે. પ્રતિસ્‍પર્ધીઓ અને વિરોધીઓનું જોર વધે. વ્‍યવસાયમાં તકલીફ સર્જાય. મહત્‍વના નિર્ણયો ન લેવાની ગણેશજીની સલાહ છે.

ધન : અનિચ્‍છનીય બનાવો, માંદગી, ક્રોધાવેશથી આપનું માનસિક વલણ હતાશાભર્યું રહે, તેથી ગુસ્‍સા ૫ર કાબુ રાખવા ગણેશજી જણાવે છે. સરકાર વિરોધી પ્રવૃત્તિઓ તથા નવા સંબંધો ઉપાધિ કરાવશે. કોઇક કારણસર સમયસર ભોજન ન મળે. વધારે ખર્ચ પર અંકુશ મુકવો. ઝઘડા વિવાદથી દૂર રહેવું.

મકર : કાર્યબોજ અને માનસિક ટેન્‍શનમાંથી હળવા થઇ મિત્રો, સગાંસ્‍નેહીઓ સાથે ખુશખુશાલ રીતે આજનો દિવસ ૫સાર કરશો. વિજાતીય પાત્રો ૫રત્‍વે આકર્ષણ અનુભવો. લગ્‍નસુખ શ્રેષ્‍ઠ મળે. વેપારીઓ તેમના વેપારને વિસ્‍તારી શકે. આર્થિક લાભ અને માનસન્‍માનમાં વૃદ્ઘિ થાય. આરોગ્‍ય જળવાશે. પ્રીયજન સાથે મુલાકાત અને નાનકડો પ્રવાસ આપના આનંદમાં વૃદ્ઘિ કરશે, એમ ગણેશજી જણાવે છે.

કુંભ : ગણેશજી કહે છે કે આપને આજે કાર્ય બોજમાં સફળતા સાથે યશ પણ મળશે, કુટુંબીજનો સાથે વધુ ઉષ્‍મા અને લાગણીભર્યો વ્‍યવહાર રહે. શારીરિક તથા માનસિક સ્‍વસ્‍થતા રહે. નોકરી ધંધાના સ્‍થળે સહકર્મચારીઓ આપને સહાયરૂ૫ બનશે. ઘરમાં આનંદ ઉલ્‍લાસનું વાતાવરણ રહેશે.

મીન : ગણેશજી કહે છે કે આપનામાં રહેલી સર્જનાત્‍મકતાને વેગ મળતાં આપ સાહિત્‍યક્ષેત્રે લેખનવાંચન કાર્યમાં ઉંડો રસ ધરાવશો. હૃદયની ઋજુતા ‍પ્રીયજનોને નિકટ લાવશે. સ્‍વભાવમાં લાગણીશીલતા અને કામુક્તાનું પ્રમાણ વધારે રહે. આરોગ્‍યની દૃષ્ટિએ મધ્‍યમ દિવસ. વિદ્યાર્થીઓ અભ્‍યાસમાં સારો દેખાવ કરશે. માનસિક સમતુલા અને વાણી પર સંયમ જાળવવો જરૂરી છે.

astrology