સ્વસ્થ આરોગ્ય માટે કરો સૂર્યદેવની પૂજા, આ રહ્યા મંત્રો

18 December, 2018 01:43 PM IST  | 

સ્વસ્થ આરોગ્ય માટે કરો સૂર્યદેવની પૂજા, આ રહ્યા મંત્રો

રવિવારે સૂર્યદેવની પૂજા કરવી.

સૂર્ય દેવ છે સાક્ષાત

હિન્દુ ધર્મ અનુસાર સૂર્ય દેવ જ એવા દેવ છે જે સાક્ષાત દર્શન આપે છે. એવી માન્યતા છે કે રવિવારે તેમની વિધિપૂર્વક પૂજા કરવાથી સફળતા, માનસિક શાંતિ અને શક્તિ તો પ્રાપ્ત થાય જ છે તેની સાથે સાથે તંદુરસ્તીનું વરદાન પણ મળે છે. સૂર્યની પૂજામાં ગાયત્રી મંત્ર સિવાય નીચે આપેલા કેટલાક મંત્રોનો પણ ઉપયોગ કરવામાં આવે છે. સૂર્યને યશના કારક માનવામાં આવે છે, જેની પૂજાથી માન-સન્માનમાં વધારો થાય છે. રવિવારથી સૂર્યમંત્રોનું જાપ ખૂબ જ લાભદાયી ગણાય છે. નીચે આપેલા મંત્રોનું પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે શ્રદ્ધાપૂર્વક સ્મરણ કરવું.

આ છે સૂર્યના લાભદાયી મંત્રો

1. સૂર્ય વેદિક મંત્ર - ॐ આકૃષ્ણેન રજસા વર્તમાનો નિવેશયન્નમૃતં મર્ત્યણ્ચ. હિરણ્યયેન સવિતા રથેન દેવો યાતિ ભુવનાનિ પશ્યન.

2. સૂર્ય માટે તાંત્રોક્ત મંત્ર - ॐ ઘૃણિ: સૂર્યાદિત્યોમ, ॐ ઘૃણિ: સૂર્ય આદિત્ય શ્રી, ॐ હ્રાં હ્રીં હ્રૌં સ: સૂર્યાય: નમ:, ॐ હ્રીં હ્રીં સૂર્યાય નમ:

3. સૂર્ય નામ મંત્ર - ॐ ઘૃણિ: સૂર્યાય નમ:

4. સૂર્યનું પૌરાણિક મંત્ર - જપાકુસુમ સંકાશં કાશ્યપેયં મહાદ્યુતિમ. તમોઅરિં સર્વપાપઘ્રં પ્રણતોડ્સ્મિ દિવાકરમ્

5. સૂર્ય ગાયત્રી મંત્ર - ॐ આદિત્યાય વિદમહે દિવાકરાય ધીમહિ તન્ન: સૂર્ય: પ્રચોદયાત

હ્રદયરોગ, આંખની તકલીફ તેમજ પીળીયો તથા કુષ્ઠ રોગ તેમજ સમસ્ત અસાધ્ય રોગોને નષ્ટ કરવા માટે સૂર્ય દેવના આ મંત્રનું જાપ કરવું જોઈએ.

6. ॐ હ્રં હીં સ: સૂર્યાય નમ:

astrology