વાસ્તુ ટિપ્સઃ લગ્ન નથી થઈ રહ્યા, તો અપનાવો આ ટિપ્સ

10 January, 2019 01:04 PM IST  | 

વાસ્તુ ટિપ્સઃ લગ્ન નથી થઈ રહ્યા, તો અપનાવો આ ટિપ્સ

લગ્ન નથી થઈ રહ્યા, તો અપનાવો આ ટિપ્સ

હિન્દુ માન્યતા પ્રમાણે જોડી ભગવાનને ત્યાં બને છે, અને આપણે ફક્ત વિધિ જ કરીએ છીએ. જો કે કેટલીકવાર એવું પણ થાય કે લગ્ન થવામાં અડચણ આવતી હોય, લગ્ન થવામાં મોડું થતું હોય. આ મુશ્કેલી દૂર કરવા માટે વાસ્તુ ટિપ્સ અપનાવી શકાય છે. આજે અમે તમને કેટલીક એવી વાસ્તુ ટિપ્સ વિશે માહિતી આપીશું જેનો વાસ્તુ શાસ્ત્રમાં ઉલ્લેખ થયો છે.

વિવાહમાં મોડું થવાનું કારણ કેટલીકવાર કુંડળીમાં મંગળની દશા ખરાબ હોવાનું પણ હોય છે. તેને દૂર કરવા માટે ઘરના રૂમના દરવાજા લાલ કે ગુલાબી રંગના રાખવા જોઈએ. વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે તેનાથી કુંડળીમાં મંગળ મજબૂત બને છે.

વાસ્તુ શાસ્ત્રમાં કહેવાયું છે કે વિવાહની ઉંમરે લોકોએ પોતાના રૂમમાં ખાલી ટાંકી કે મોટા વાસણો બંધ કરીને ન રાખવા જોઈએ. સાથે જ રૂમમાં કોઈ ભારે સામાન પણ ન રાખવો જોઈએ. તેનાથી વિવાહમાં મોડું થઈ શકે છે.

વિવાહ યોગ્ય યુવક અને યુવતીઓએ પોતાના બેડની નીચે લોખંડનો સામાન ન રાખવો જોઈએ. સાથે જ તમારા પલંગ નીચે કોઈ પ્રકારનો કચરો પણ ન હોવો જોઈએ.

વાસ્તુ પ્રમાણે વિવાહ માટે છોકરો કે છોકરી જોવા જવા સમયે યુવક અને યુવતીએ દક્ષિણ દિશામાં ચહેરો રાખીને ન બેસવું જોઈએ. દક્ષિણ દિશાને મંગળ કાર્યો માટે અશુભ મનાઈ છે.

આ પણ વાંચોઃ વાસ્તુ ટિપ્સ : વાસ્તુ દોષ દૂર કરે છે તુલસીનો છોડ

વધુ એક વાસ્તુ ટિપ્સમાં કહેવાયું છે કે યુવક-યુવતીએ પીળા રંગની ચીજવસ્તુઓનો વધુમાં વધુ ઉપયોગ કરવો જોઈએ. પીળો રંગ ગૃહસ્થ જીવનની ખુશહાલીની નિશાની મનાયો છે.