વાસ્તુ ટિપ્સ : વાસ્તુ દોષ દૂર કરે છે તુલસીનો છોડ

08 January, 2019 02:39 PM IST  | 

વાસ્તુ ટિપ્સ : વાસ્તુ દોષ દૂર કરે છે તુલસીનો છોડ

તુલસી એકમાત્ર છોડ છે, જે જીવનને સુખમય બનાવવામાં સક્ષમ છે.

તુલસીના ઘણા પ્રકારો છે જેમ કે રક્ત તુલસી, રામ તુલસી, ભૂ તુલસી, વન તુલસી, જ્ઞાન તુલસી, શ્યામ તુલસી વગેરે. તુલસીની આ બધી જ પ્રજાતિઓના ગુણ જુદા હોય છે. આમાંથી જ કંઈક એવા ઉપાયો છે જેનાથી તમે પોતાના ઘરના વાસ્તુ દોષનું સમાધાન પણ થઈ શકે છે.

તુલસી એક એવો છોડ છે જેના અનેકોનેક ફાયદા છે અને તેને વિજ્ઞાન પણ સમર્થન આપે છે તેમ જ માને પણ છે. તુલસીના ઘણા પ્રકારો છે જેમ કે રક્ત તુલસી, રામ તુલસી, ભૂ તુલસી, વન તુલસી, જ્ઞાન તુલસી, શ્યામ તુલસી વગેરે. તુલસીની આ બધી જ પ્રજાતિઓના ગુણ જુદા હોય છે. આમાંથી જ કંઈક એવા ઉપાયો છે જેનાથી તમે પોતાના ઘરના વાસ્તુ દોષનું સમાધાન પણ થઈ શકે છે. તો ચાલો જોઈએ એવા જ કોઈક અન્ય ઉપાયો વિશે.

1. વાસ્તુ દોષ દૂર કરવા માટે તુલસીના છોડને દક્ષિણ-પૂર્વથી લઈને ઉત્તર પશ્ચિમ સુધી કોઈપણ ખાલી ખૂણામાં મૂકી શકાય છે.

2. તુલસીનો છોડ રસોડાંની બાજુમાં મૂકવાથી ઘરના સભ્યોમાં પરસ્પર સંવાદિતા વધે છે.

3. પૂર્વ દિશામાં જો કોઈ બારીની બાજુમાં તુલસીનો છોડ મૂકવામાં આવે તો તમારા બાળકો તમારુ કહેવું માનવા લાગશે.

4. જો સંતાન ખૂબ જ વધુ જિદ્દી અને મર્યાદાની બહાર છે તો પૂર્વ દિશામાં મૂકેલા તુલસીના છોડના ત્રણ પાંદડા કોઈને કોઈ રીતે ખવડાવી દેવા.

5. જો તમારી દીકરીના લગ્ન નથી થઈ રહ્યા તો તુલસીના છોડને દક્ષિણ-પૂર્વમાં મૂકીને તેને નિયમિત રીતે પાણી આપવું. આ ઉપાયથી તેને જલ્દી જ યોગ્ય વરની પ્રાપ્તિ થશે.

6. જો તમારો વ્યાપાર બરોબર નથી ચાલતો, તો તુલસીના છોડને નૈઋત્ય ખૂણામાં મૂકીને દર શુક્રવારે કાચ્ચું દૂધ ચડાવવું.

7. નોકરીમાં જો ઉચ્ચાધિકારીને લીધે કોઈ તકલીફો થતી હોય તો ઑફિસમાં જ્યાં પણ ખાલી જગ્યા હોય ત્યાં સોમવારે તુલસીના સોળ બી કોઈ સફેદ કપડાંમાં બાંધીને ખૂણામાં દબાવી દેવા. આને કારણે તમારા સંબંધોમાં સુધારો જોવા મળશે.

8.તુલસીના પાંદડા શરીરમાં નાક, કાન, વાત, કફ, ઉધરસ, તાવ અને હ્રદયરોગોને દૂર કરવામાં મદદરૂપ બને છે.

આ પણ વાંચો : વાસ્તુ ટિપ્સ: આવું કરવાથી જીવનમાં મળશે સારા પરિણામ

9. તુલસી એકમાત્ર છોડ છે, જે જીવનને સુખમય બનાવવામાં સક્ષમ છે.