બાળકોના આરોગ્ય, બુદ્ધિ ક્ષમતા વિક્સાવવા માટે યુઝ કરો આ વાસ્તુ ટિપ્સ

28 January, 2019 07:02 PM IST  | 

બાળકોના આરોગ્ય, બુદ્ધિ ક્ષમતા વિક્સાવવા માટે યુઝ કરો આ વાસ્તુ ટિપ્સ

પ્રતીકાત્મક તસવીર

બાળકોને કારણે ઘરમાં વાતાવરણ હળવું રહે છે. બાળકોની કિલકારીઓને કારણે ઘરમાં હંમેશા વાતાવરણ પ્રફુલ્લિત રહે છે. જે ઘરમાં બાળકો હોય તે વાતાવરણમાં ઉદાસીનતા કે નકારાત્મકતાનો અણસાર પણ હોતો નથી. બાળકો દરેક પરિવારને જોડતી કડી હોય છે. બાળકો માટે તેમના વાલી કોઈપણ પ્રકારના ત્યાગ કરવા માટે પણ તૈયાર થઈ જાય છે અને કેટલીય મુશ્કેલીઓ વેઠે છે. પોતાના બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ થાય અને તેમને સફળતા મળે તે માટે પેરેન્ટ્સ પોતાનાથી બનતા બધાં જ પ્રયત્નો કરતાં હોય છે બાળકોનો વિકાસ સારો થાય, તેમની યાદશક્તિ તીવ્ર હોય અને તે ફોકસ્ડ રહે અને કંઈક સારું કરવા માટે ઈન્સ્પાયર્ડ રહે, તેની માટે અતિશય જરૂરી છે કે બાળકોનો રૂમ વાસ્તુને અનુકૂળ હોય.

બાળકોનો રૂમ વાસ્તુ પ્રમાણે હોવાથી તેમને ઊંઘ સારી આવે છે, તેમની યાદશક્તિ વધે છે અને સેલ્ફ સ્ટડીમાં પણ તેમનું મન પરોવાય છે. તેનું જ પરિણામ તેમની પરીક્ષાના સારા રિઝલ્ટ તરીકે સામે આવે છે. વાસ્તુ એક્સપર્ટ નરેશ સિંગલ કંઈક એવું કહે છે કેટલીક એવી ટિપ્સ, જેના લીધે તમે તમારા બાળકોનું રૂમ વાસ્તુ પ્રમામે બનાવી શકશો.

આ વાસ્તુ ટિપ્સ લાગશે કામ

1. વાસ્તુ પ્રમાણે નાના બાળકોનો બેડરૂમ હંમેશા પશ્ચિમ દિશામાં બનાવવું જોઈએ. દીકરીનો બેડ રૂમ ઉત્તર-પશ્ચિમમાં બનાવવો, તો દીકરા માટે ઉત્તર કે પૂર્વ દિશામાં બેડરૂમ બનાવવો.

2. બાળકોના બેડરૂમના દરવાજા ઉત્તર કે પૂર્વ દિશામાં હોય અને શક્ય હોય તો એક જ દરવાજો કરાવવો.

3. રૂમમાં બારી બારણાં જુદી જુદી દિશામાં હોઈ શકે છે. જો બારી પશ્ચિમ દિવાલ પર હોય, તો ઉત્તર કે પૂર્વ દિવાલ વચ્ચે બનેલી બારીની તુલનામાં નાની હોવી જોઈએ.

4. ફર્નિચર દિવાલને અડાડીને નહીં, પણ કેટલાક ઈંચ દૂર હોવું જોઈએ.

5. બેડ દક્ષિણ દિશામાં જ મૂકવો જોઈએ. બેડની ચારે બાજુ થોડી ખુલ્લી જગ્યા હોવી જોઈએ. જો એ શક્ય ન હોય તો બેડ દક્ષિણ-પશ્ચિમ ખૂણે કે દક્ષિણમાં અથવા પશ્ચિમી ખૂણામાં મૂકી શકો છો.

6. સૂતી વખતે બાળકોએ પોતાનું માથું પૂર્વ દિશા તરફ મૂકવું. આનાથી તેમની સ્મરણ શક્તિ વધે છે.

7. કબાટ કે કેબિનેટને રૂમના દક્ષિણ કે પશ્ચિમ ભાગમાં મૂકવા.

8. કોમ્પ્યુટર અને ટીવી બાળકોના રૂમમાં ન રાખવા જોઈએ. જો મૂક્યા હોય તો ટીવી દક્ષિણ-પૂર્વમાં અને કોમ્પ્યુટર પૂર્વ દિશામાં મૂકવા.

9. બાળકોના બેડરૂમમાં LCD મોનિટર ન લગાડવું જોઈએ. LCD મોનિટરમાં લગાવવામાં આવેલા કાચ નકારાત્મક ઊર્જાનું સંવાહક બને છે, તેથી તે બાળકોના રૂમ માટે સારું નથી.

10. રૂમમાં જો સ્ટડી ટેબલ મૂકવું હોય તો તેને દક્ષિણ ખૂણે મૂકવું, જેના કારણે અભ્યાસ દરમિયાન બાળકનો ચહેરો ઉત્તર, પૂર્વ અથવા ઉત્તર-પૂર્વમાં હોય. તેના કારણે તે અભ્યાસમાં એકાગ્રતાથી ધ્યાન કેન્દ્રિત કરી શકે.

11. બાળકોના ઓરડામાં પ્રકાશ માટે લાઈટ દક્ષિણ-પૂર્વમાં લગાડવી. ધ્યાન રાખવું કે રૂમમાં સ્પૉટ લાઈટ તીવ્ર પ્રકાશવાળી ન હોય. તે માનસિક તાણનું કારણ બની શકે છે.

12. બાળકોના રૂમમાં લીલો રંગ સૌથી સારો હોય છે. આ કલર તાજગી અને શાંતિ પ્રદાન કરે છે.

આ પણ વાંચો : ફેંગશુઈ ટિપ્સ : ધન-સમૃદ્ધિ વધારવા માટે કરો આ ઉપાય

આ ઉપાયોને અપનાવશો તો થોડાંક જ દિવસોમાં તમને તમારા બાળકોમાં સકારાત્મક પરિવર્તન જોવા મળશે. હકીકતે બાળકોનો ઓરડો વાસ્તુ અનુસાર હોવાથી તેમને વધુમાં વધુ સકારાત્મક ઊર્જા મળે છે, જેનું તેમના પર ઘણો સારો પ્રભાવ પડે છે. અને પરિણામે બાળકોની આ નાની નાની વસ્તુઓ માટે તમારે હેરાન થવાની જરૂર પડતી નથી, પરંતુ બાળકો પોતે પોતાની વસ્તુઓ માટે સજાગ થઈ જાય છે.

astrology life and style