Valentine day:આ 4 રાશિના લોકોને મળી શકે છે પાર્ટનર

09 February, 2019 06:10 PM IST  | 

Valentine day:આ 4 રાશિના લોકોને મળી શકે છે પાર્ટનર

આ ચાર રાશિને મળશે પાર્ટનર

વેલેન્ટાઈન વીક ચાલી રહ્યો છે. વાતાવરણમાં પ્રેમની મોસમ છલકાઈ હી છે. દરેક વ્યક્તિ પોતાના પાર્ટનરના ખ્યાલોમાં ખોવાયેલી હશે. પણ લવલાઈફમાં ગ્રહો પણ અગત્યના હોય છે. વેલેન્ટાઈન વીકમાં જો તમે સિંગલ છો, તો ચિંતા ન કરશો. રાશિ પ્રમાણે જાણી લો તમને આ વર્ષે પાર્ટનર મળશે કે નહીં.

મેષ

પ્રેમ સંબંધમાં તમારે કારણ વગરના વાદ વિવાદથી બચવું જોઈએ. અઠવાડિયાના બીજા તબક્કામાં તમારા માટે સ્થિતિ શુભ છે. તમે પાર્ટનર સાથે ફરવા જઈ શકો છો. જો સિંગલ છો તો પાર્ટનર મળવાની શક્યતા છે.

વૃષભ

લવલાઈફમાં ધીરે ધીરે રોમાન્સની એન્ટ્રી થશે. અઠવાડિયાના બીજા તબક્કામાં તમારા પાર્ટનર સાથે તમારું બોન્ડિંગ ગાઢ બનશે. સાથે જ તમને શાંતિનો પણ અહેસાસ થશે.

મિથુન

રિલેશનશિપમાં લાપરવાહી રાખશો તો મુશ્કેલી થઈ શકે છે. અઠવાડિયાની શરૂઆતમાં કોઈ પણ પ્રકારનું આઉટિંગ ન કરો. તો અઠવાડિયાના બીજા તબક્કામાં અનુભવ સારો રહેશે. તમે મનમાં જ તમારા પાર્ટનરને પહેલા કરતા વધુ પ્રેમ કરશે.

કર્ક

આ સપ્તાહ સુખદ અહેસાસ લઈને આવી રહ્યું છે. તમે લવ લાઈફને લઈને મનમાં સુખ અને શાંતિનો અનુભવ કરશો. પાર્ટનર સાથે શાંત અને એકાંત સમય વીતાવવાનું મન બનાવશો.

સિંહ

અઠવાડિયાની શરૂઆતમાં લવ લાઈફને લગતા નિર્ણયને લઈ મન વ્યથિત રહેશે. પરંતુ છેલ્લે સારો અનુભવ મળશે. તમારા દિલની વાત શબ્દોમાં વ્યક્ત કરો.

કન્યા

આગામી સપ્તાહ તમારા માટે રોમેન્ટિક રહેશે. શરૂઆતમાં જ તમને લવલાઈફને લગતા સુખદ સમાચાર મળી શકે છે. આ નવી શરૂઆતનો સમય છે. તમારા પ્રેમ સંબંધોમાં સુખ-સૌહાર્દનું આગમન થશે.

તુલા

અઠવાડિયાની શરૂઆતમાં કોઈ વાતને લઈ વ્યથિત રહી શકો છો. ઈનસિક્યોરિટી પણ ફીલ થઈ શકે છે. તમારા પાર્ટનર સાથે ખુલીને વાત કરો, તો તમામ મુશ્કેલીઓનો ઉકેલ આવશે. અઠવાડિયાના બીજા તબક્કામાં રોમેન્ટિક ફીલ કરશો.

વૃશ્ચિક

આ અઠવાડિયામાં તમને લવ લાઈફને લઈ ચિંતા સતાવી શકે છે. પરંતુ અઠવાડિયાના અંતમાં લવ લાઈફ રોમેન્ટિક રહેશે.

ધનુ

પ્રેમ સંબંધમાં ખુશીઓનું આગમન થશે. તમે તમારી રિલેશનશિપને લઈને વધુ સિરીયસ થશો. અને આ મામલે કેટલાક મહત્વના નિર્ણય પણ કરશો. અઠવાડિયાના બીજા તબક્કામાં પ્રેમ સંબંધ રોમેન્ટિક રહેશે.

મકર

આ સપ્તાહની શરૂઆતમાં લવ લાઈફમાં મતભેદ થઈ શકે છે. તમારે ધીરજ રાખીને પાર્ટનર જોડે વાત કરવી જોઈએ.

કુંભ

પ્રેમ સંબંધ માટે સમય અનુકુળ છે. તમને પાર્ટનર સાથે એકાંત અને શાંત સમય વ્યતિત કરવાની ઈચ્છા થશે. ઈશ્વરના આશીર્વાદથી તમારી લવ લાઈફમાં સુખદ અહેસાસ થશે.

મીન

પ્રેમ સંબંધમાં રાહત અને રોમાન્સ બંને મળશે. ક્યાંકથી પોઝિટિવ સમાચાર પણ પ્રાપ્ત થઈ શકે છે. અઠવાડિયાના બીજા તબક્કામાં કોઈ મહિલા અંગે ચિંતાઓ વધી શકે છે. પ્રેમ સંબંધમાં આશાઓ વધી શકે છે.

valentines day