... આ રીતે ન કરો પૂજા, થાય છે મહાપાપ! બચવા રાખો આટલું ધ્યાન

19 December, 2018 05:47 PM IST  | 

... આ રીતે ન કરો પૂજા, થાય છે મહાપાપ! બચવા રાખો આટલું ધ્યાન

આપણે ભગવાનની સેવા પૂજા રોજ કરીએ છીએ, પરંતુ પૂજા દરમિયાન કેટલીક એવી ભૂલ કરીએ છીએ જેનાથી પૂજાની ફળ પ્રાપ્તિ તો દૂર પણ પાપના ભાગી બની જઈએ છીએ.

આપણે સૌ દરરોજ પ્રભુ સ્મરણ કરતાં હોઈએ છીએ, પણ સ્નાન કર્યા પછી પોતાના ઈષ્ટ દેવની વિધિસર પૂજા કરીએ છીએ. પણ શું તમને ખબર છે કે પૂજા કરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જ જોઈએ, તો આવો જાણીએ આ વિશે...

આપણે ભગવાનની સેવા પૂજા રોજ કરીએ છીએ, પરંતુ પૂજા દરમિયાન કેટલીક એવી ભૂલ કરીએ છીએ જેનાથી પૂજાની ફળ પ્રાપ્તિ તો દૂર પણ પાપના ભાગી બની જઈએ છીએ.

વરાહ પુરાણના 217મા અધ્યાયમાં ભગવાનની નિત્ય પૂજા કરવાના કેટલાક નિયમો જણાવાયા છે. પૂજા કરતી વખતે આ નિયમો ધ્યાનમાં રાખવા જરૂરી છે.

1. જ્યારે પણ પૂજા કરવા બેસો ત્યારે સૌથી પહેલાં પોતાના વસ્ત્રોનું ધ્યાન રાખવું. પૂજા કરતી વખતે ક્યારેય ભૂલથી પણ કાળા કે વાદળી કપડાં પહેરવા જોઈએ નહીં.

2. વરાહ પુરાણમાં લખ્યું છે કે જો તમે કોઈની સ્મશાનયાત્રામાંથી આવ્યાં છો, તો ભૂલથી પણ નાહ્યા વગર પૂજા ન કરવી.

3. જો તમારા ઘરમાં કોઈ કારણસર લડાઈ-ઝઘડો થયો હોય અને તમે ગુસ્સામાં છો તો તે સમયે ભગવાનની પૂજા કરવા ન બેસવું. ગુસ્સામાં પૂજા કરવાથી ભગવાન નારાજ થઈ જાય છે.

4. રોજે પંચદેવ એટલે કે સૂર્ય, ગણેશ, દુર્ગા, શિવ અને વિષ્ણુની પૂજા કરવાથી સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.

5. જો ઘરની લાઈટનું કનેક્શન જોડાયેલું ન હોય કે કોઈ કારણસર અંધારું હોય તો તે દરમિયાન ભગવાનની મૂર્તિનો સ્પર્શ ન કરવો, અંધારામાં ઈશ્વરની મૂર્તિનો સ્પર્શ મહાપાપ માનવામાં આવે છે.

6. જો પૂજા કરતી વખતે દીવો કરો છો, તો ધ્યાન રાખો કે દીવાને કે કોડિયાને પહેલા ચોખ્ખા પાણીથી ધુઓ અને પછી જ તેનો પૂજામાં ઉપયોગ કરો.