ધનુમાંથી વૃશ્ચિકમાં સૂર્યએ કર્યો પ્રવેશ

24 December, 2018 07:37 PM IST  | 

ધનુમાંથી વૃશ્ચિકમાં સૂર્યએ કર્યો પ્રવેશ

ગયા મહિને સૂર્યએ રાશિ પરિવર્તન કરી લીધું છે. હવે તે ધનુમાંથી વૃશ્ચિક રાશિમાં આવેલ છે. આ પરિવર્તન 16 નવેમ્બર 2018, શુક્રવારને સાંજે 6.48 થયું. હવે સૂર્ય 15 ડિસેમ્બર સુધી આ જ રાશિમાં રહેશે. તેનો પ્રભાવ દેશની રાજનૈતિક અને સામાજિક સ્થિતિઓ પર પણ થશે. સાથે જ તેનો પ્રભાવ અન્ય રાશિઓ પર કેમ પડે છે તે જુઓ....

મેષ - તમને માનસિક ચિંતા, પારિવારિક કલેશ અને આર્થિક નુકસાનનો સામનો કરવો પડી શકે.

વૃષભ - તમારી વધુ સ્પષ્ટતાની ટેવ ઘાતક થઈ શકે છે અને નિરાશા તેમજ ધનહાનિનો પણ સામનો કરવો પડે.

મિથુન - વિવેકપૂર્ણ રીતે લીધેલાં નિર્ણયો લાભદાયી નીવડશે. સ્વાસ્થ્ય અને સુખ મળશે.

કર્ક - ગુસ્સા પર કાબૂ મેળવો, દાંપત્યજીવનમાં આવી શકે છે કડવાશ, વાદવિવાદ થકી તાણ અને અશાંતિ રહેશે.

સિંહ - સિદ્ધિઓમાં થઈ શકે છે વિલંબ, વાદવિવાદ થકી તાણ થશે. તમારો સમય હાલ નિરાશાજનક ચાલે છે.

કન્યા - ધન પ્રાપ્ત થશે, લાભ થવાના રસ્તા ખુલશે અને નવા સંપર્કો ઉપયોગી નીવડશે.

તુલા - દાંપત્યજીવનમાં કડવાશ આવી શકે છે, જોખમોને કારણે થઈ શકે છે નુકસાન. આર્થિક બાબતે પણ નિરાશા થઈ શકે છે.

વૃશ્ચિક - એકલતાનો અનુભવ થઈ શકે છે, લાભમાં અછત આવી શકે તેમજ સ્વજનો સાથે મનમોટાવની શક્યતા છે.

ધનુ - યાત્રાને કારણે થઈ શકે છે મુશ્કેલીઓ, વિવાદોમાં આવી શકે છે ઉગ્રતા, ઋણની ચિંતા સતાવશે અને કાર્યોમાં આવી શકે છે અડચણો.

મકર - નવી યોજનાઓમાં રસ પડશે, પરોપકારની ભાવના પાંગરશે, મનોકામના થઈ શકે છે પૂરી.

કુંભ - જાહેરજીવનમાં પુષ્કળ અવસરો મળશે, જો રાજકારણમાં છો તો સંપૂર્ણપણે લાભ લઈ શકાય, જૂના વિવાદોથી છુટકારો મળી શકે છે.

મીન - જો કે આરોગ્ય સારું રહેશે પણ સુખમાં આવી શકે છે ઉણપ. પ્રતિષ્ઠાનું થઈ શકે છે હનન, જેનાથી ચિંતા જેમની તેમ રહેશે.

આ રીતે કરો સૂર્યને પ્રસન્ન

દરમિયાન જે રાશિઓ પર સૂર્યદેવનો પ્રભાવ અનુકૂળ નથી તે રોજે અને મુખ્યત્વે રવિવારે સૂર્યને અર્ઘ્ય આપવું. લાલ વસ્ત્ર, ગોળ, તાંબુ અને લાલ ફૂલ ચડાવવું. શનિવાર અને રવિવારે કાળાં અને બ્લુ રંગના કપડાં ન પહેરવા. શનિની કૃપા મેળવવા શનિવારે પીપળાંની નીચે દીવો કરવો અને રવિવારે મીઠું ન ખાવું. આ સિવાય આદિત્ય હ્રદય સ્ત્રોત અથવા આદિત્ય કવચનો પાઠ કરવો.

astrology