જ્યોતિષ મુજબ સૂર્યગ્રહણ દરમ્યાન શું કાળજી રાખશો?

21 June, 2020 09:13 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જ્યોતિષ મુજબ સૂર્યગ્રહણ દરમ્યાન શું કાળજી રાખશો?

પ્રતીકાત્મક તસવીર

આજે ૨૧મીના રવિવારે સવારે ૧૦ વાગ્યાથી આકાશમાં કંકણાકૃતિ ખંડગ્રાસ ગ્રહણનો અદ્ભુત નજારો જોવા મળશે. આજે કંકણાકૃતિ સૂર્યગ્રહણનો પ્રારંભ સવારે ૧૦.૦૩ વાગ્યાથી થશે. ગ્રહણ મધ્યમાં બપોરે ૧૧.૪૨ કલાકે આવશે તથા બપોરે ૧.૩૩ કલાકે ગ્રહણ મોક્ષ થશે. ૧૧.૪૨ કલાકે સૂર્યનો ૭૫ ટકા ભાગ ઢંકાઈ જશે. ત્યાર બાદ ક્રમશઃ મૂળ સ્થિતિ પ્રાપ્ત કરશે. દુનિયાભરના લોકોમાં અવકાશી ઘટના નિહાળવાની જબરી ઉત્કંઠા છે. કંકણાકૃતિ સૂર્યગ્રહણ ભારતમાં દેખાવાનું હોવાથી ધાર્મિક દૃષ્ટિએ પાળવાનું રહે છે. ગઈ કાલે રાત્રે ૧૦.૧૪ વાગ્યાથી રવિવારના બપોરે ગ્રહણ પૂર્ણ થાય ત્યાં સુધી સૂતક રહેશે. ૨૦૨૦ બાદ ૨૧૩૯માં ૩૦ દિવસમાં ત્રણ ગ્રહણનો યોગ બનશે. રવિવારે સવારે વર્ષનું પહેલું અને છેલ્લું સૂર્યગ્રહણ થશે જે ભારતમાં જોવા મળશે. સવારે ૧૦.૧૪ વાગ્યાથી સૂર્યગ્રહણ શરૂ થશે. એનું સૂતક શનિવારે રાતે ૧૦.૧૪ વાગ્યાથી શરૂ થશે. સૂતક સમયે પૂજાપાઠ કરવા જોઈએ નહીં.

જયોતિષાચાર્ય પ્રમાણે ગ્રહણ સવારે ૧૦.૧૪ વાગ્ગાથી બપોરે ૧.૩૮ વાગ્યા સુધી રહેશે. ગ્રહણનું સૂતક ૧૨ કલાક પહેલાં શરૂ થઈ જાય છે અને ગ્રહણ પૂર્ણ થયા સુધી રહેશે. ગ્રહણ પૂર્ણ થયા બાદ પૂજા-પાઠ કરી શકાશે. આ પહેલાં ૫ જૂને ચંદ્રગ્રહણ થયું હતું. ૨૧ જૂને સૂર્યગ્રહણ છે અને ૫ જુલાઈએ ફરીથી ચંદ્રગ્રહણ થશે. ૫ જૂન અને ૫ જુલાઈના ચંદ્રગ્રહણનું ધાર્મિક મહત્ત્વ નથી, કેમ કે આ મંદગ્રહણ છે. આ ગ્રહણમાં ચંદ્રની આગળ માત્ર ધૂળ જેવો પડછાયો આવી જાય છે. આ પ્રકારે ૩૦ દિવસમાં ત્રણ ગ્રહણનો દુર્લભ યોગ હવે ૧૧૯ વર્ષ બાદ બનશે.

વર્ષ ૨૧૩૯માં ૧૧-૧૨ જુલાઈની રાત્રે ચંદ્રગ્રહણ, ૨૫-૨૬ જુલાઈએ સૂર્યગ્રહણ અને ત્યાર બાદ ૯-૧૦ ઑગસ્ટે ચંદ્રગ્રહણ થશે. એ સમયે પણ આ ચંદ્રગ્રહણનું ધાર્મિક મહત્ત્વ રહેશે નહીં. ૨૦૨૦ પહેલાં શનિના મકર રાશિમાં વક્રી રહીને આવા ત્રણ ગ્રહણ ૧૯૬૨માં થયા હતા. ૫૮ વર્ષ પહેલાં ૧૭ જુલાઈએ ચંદ્રગ્રહણ અને ૧૫-૧૬ ઑગસ્ટની મધ્ય રાત્રીએ ચંદ્રગ્રહણ થયું હતું. એ વર્ષમાં પણ ચંદ્રગ્રહણની ધાર્મિક માન્યતા હતી નહીં.

આજે કંકણાકૃતિ સૂર્યગ્રહણ મિથુન રાશિમાં સિંહ લગ્ન અને (મૃગશીર્ષ નક્ષત્ર)માં ચાર ગ્રહો (સૂર્ય, ચંદ્ર, બુધ, રાહુ) ભેગા થતા હોય, તેમની ઉપર સાતમી દષ્ટિ કેતુની પડશે. ત્યાર બાદ તા. ૫ જુલાઈના છાયા ચંદ્રગ્રહણ થવાનો યોગ બનતો હોય ત્યારે આવા સમયગાળાને શ્રાપિત યોગ, ચાંડાલ યોગ કે ગ્રહણ યોગ સર્જાતા ખૂબ મોટી કુદરતી કે અકુદરતી દુર્ઘટનાઓ થવાની શક્યતા નકારી શકાતી નથી તેમ જ રાજકીય મહાનુભાવો માટે વધુ કસોટીવાળો સમય ગણાવી શકાય. આ અંગે જ્યોતિષી આશિષ રાવલના જણાવ્યા અનુસાર આ 

કંકણાકૃતિ સૂર્યગ્રહણ

તા. ૨૧ જઠ વદ અમાસ-૩૦ (અમાવસ)ને રવિવારના રોજ સૂર્યગ્રહણ થશે. આ ગ્રહણ ભારત સહિત એશિયા, આફ્રિકા, યુરોપ તથા મધ્ય આફ્રિકામાં દેખાશે.

ભારતમાં દેખાશે, દોષ લાગશે જેથી ધાર્મિક રીતે પાળવાનું રહેશે.

ગ્રહણનો સ્પર્શ : ૧૦.૦૩ સવારે

ગ્રહણનો મધ્ય સમય : ૧૧.૪૧ સવારે

ગ્રહણનો મોક્ષનો સમય : ૧૩.૩૨ મિનિટ બપોરે

ગ્રહણનો ભોગ્ય સમય : (૨૦૯ મિનિટ) ૦૩.૪૮ મિનિટ રહેશે.

વધુમાં જણાવતા જ્યોતિષી પ્રદ્યુમન ભટ્ટના જણાવ્યા અનુસાર

*ગ્રહણ દરમ્યાન શું-શું ન કરાય* ઊંઘ, આહાર, મૈથુન, મુસાફરી, મહત્ત્વની મીટિંગ, નવી મુલાકાત, ઔષધી ગ્રહણ ન કરવી, દીપક ન સળગાવવો, સગર્ભા સ્ત્રી તેમ જ નાનાં બાળકોએ ઘરની બહાર ન જવું, સોનું ન પહેરવું, તુલસી પાન ન તોડવા.

ગ્રહણ દરમ્યાન તો શું-શું કરવું જોઈએ

શક્ય હોય તો સૌપ્રથમ મૌન રહો, ગાયત્રી મંત્ર, ઇષ્ટદેવનું સ્મરણ, ઓમકાર જાપ, નવગ્રહ મંત્ર, ગુરુ-ચંદ્રના જાપ, મહામૃત્યુંજયના જાપ, નવકાર મંત્ર, મહાદેવની ઉપાસના, શનિ મંત્ર પણ કરી શકાય.

ગ્રહણ છૂટ્યા પછી શું-શું કરવું જોઈએ

સૌપ્રથમ સ્નાન, ઘર કે ઑફિસમાં ગૌ-મૂત્ર છાંટવું, દીપ પ્રગટાવવા, માટલામાં નવું પાણી ભરવું, નવું દૂધ લાવવું, ચા પીવી કે નવી રસોઈ બનાવવી.

ગ્રહણના મોક્ષ પછી કઈ-કઈ વસ્તુનું દાન ઉત્તમ ગણાય છે

સામાન્ય રીતે ચપ્પલ, નવા વસ્ત્ર, કોઈ પણ પ્રકારનો લોટ, ઋતુ ફળ, દહીં, છાશ કે જૂના સિક્કા. આ ગ્રહણ વખતે સિહ લગ્ન--લગ્નેશ સૂર્ય પંચમભાવમાં પાંચ ગ્રહો સૂર્ય-બુધ-શનિ, ગુરુ-કેતુ તેની યુતિ ઉપર રાહુની દૃષ્ટિ હોવાથી વિદ્યાર્થીગણ માટે, ધર્માચાર્યો, સંત મહંત, શિષ્ય તેમ જ વડીલ વર્ગ માટે વધારે અશુભકારક નીવડશે. તેમ જ શૅરબજારમાં વધુ ચઢાવ-ઉતાર જોવા મળે અને લોકોની માનસિક સ્થિતિ દ્વિધાભરી સતત રહ્યા કરે.

ગ્રહણ કઈ-કઈ રાશિઓ માટે શુભા-શુભ

(૧) ગ્રહણ ખરાબ : મિથુન, કર્ક, ધન, મકર, કુંભ

(૨) ગ્રહણ મધ્યમ : મેષ, વૃષભ, સિંહ, વૃશ્ચિક

(૩) ગ્રહણ કંઈક અંશે સારું : કન્યા, તુલા, મીન

જન્મકુંડળીના તેવા ગ્રહોના યોગને આધારે આ ગ્રહણની અસર વધારે ખરાબ થશે. આ ગ્રહણ જે વ્યક્તિની કુંડળીમાં કેન્દ્ર યોગ, ચાંડાલ યોગ, સાપ્રિત યોગ, વિશ યોગ જેવા અશુભ યોગમાં જન્મનારા જાતકો માટે વધારે ખરાબ ગણી શકાય.

astrology