19 December, 2022 09:02 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીર/આઈસ્ટોક
હિંદુ કેલેન્ડર મુજબ આખા વર્ષમાં 24 એકાદશીઓ આવે છે. તમામ એકાદશીનું પોતાનું અલગ-અલગ શાસ્ત્રીય મહત્ત્વ છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર જે વ્યક્તિ દરેક એકાદશીનું વ્રત સંપૂર્ણ ભક્તિભાવથી કરે છે તેને સંસારના તમામ સુખો પ્રાપ્ત થાય છે. આજે સફલા એકાદશી (Saphala Ekadashi) છે. આ વર્ષ 2022ની છેલ્લી એકાદશી છે.
સફલા એકાદશીના શુભ મુહૂર્ત
પંચાંગ અનુસાર આ વર્ષે પોષ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી આજે 19 ડિસેમ્બર, 2022ના રોજ સવારે 03:32 વાગ્યે શરૂ થશે અને 20 ડિસેમ્બર, 2022ના રોજ રાત્રે 02:32 વાગ્યે સમાપ્ત થશે. ઉદયતિથિ અનુસાર, સફલા એકાદશીનું વ્રત 19 ડિસેમ્બર 2022, સોમવાર એટલે કે આજે જ રાખવામાં આવશે. સફલા એકાદશીના પારણાનો સમય 20 ડિસેમ્બર 2022ના રોજ સવારે 08.05થી 09.13 સુધીનો રહેશે.
સફલા એકાદશીનું શાસ્ત્રીય મહત્ત્વ
શાસ્ત્રો અનુસાર, સફલા એકાદશીના ઉપવાસ અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. આ સાથે જે વ્યક્તિ ભગવાન વિષ્ણુની પૂર્ણ ભક્તિ અને સાચા મનથી પૂજા કરે છે. તેને મૃત્યુ પછી વૈકુંઠની પ્રાપ્તિ થાય છે. એવું માનવામાં આવે છે કે 1000 અશ્વમેધ યજ્ઞ કર્યા પછી પણ સફલા એકાદશીનું વ્રત કરવાથી તેટલો લાભ મળતો નથી. સફલા એકાદશીના દિવસને એવા દિવસ તરીકે વર્ણવવામાં આવે છે કે જેના ઉપવાસથી દુ:ખનો અંત આવે છે અને ભાગ્ય ખુલે છે.
આ પણ વાંચો: અઠવાડિક રાશિ ભવિષ્ય : જાણો શું છે તમારી રાશિમાં ખાસ
સફલા એકાદશીની પૂજા વિધિ
એકાદશીના દિવસે સવારે વહેલા ઊઠીને સ્નાન કરીને એકાદશીનું વ્રત કરવું. પૂજામાં ભગવાનને ધૂપ, દીપ, ફળ, ફૂલ અને પંચામૃત અર્પણ કરો. તેની સાથે આ દિવસની પૂજામાં ભગવાનને નારિયેળ, સોપારી, આમળા, લવિંગનો પણ ભોગ ધરી શકો છો. આ એકાદશીની રાત્રે જાગરણ કરવું. સફલા એકાદશીમાં આખો દિવસ ઉપવાસ કરવો જોઈએ. આ દિવસનું વ્રત માત્ર ફળાહાર કરીને કરવું જોઈએ અને મીઠું પણ ખાવું જોઈએ નહીં. વ્રતના બીજા દિવસે એટલે કે દ્વાદશી તિથિના દિવસે, કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ અથવા લાયક બ્રાહ્મણને ભોજન કરવી તેમને દક્ષિણા આપીને જ તમારું પારણું કરવું જોઈએ.