સાપ્તાહિક રાશિભવિષ્ય: જાણો શું છે તમારી રાશિમાં ખાસ

02 May, 2021 07:22 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વાંચો 12 રાશિઓનું સાપ્તાહિક ભવિષ્ય

રાશિફળ

એરિઝ : કોઈના મનને ઠેસ ૫હોંચે એવી વાણી-વર્તન કરશો. આ વર્તન બદલ સામી વ્‍યક્તિ આપને માફ નહીં કરે. ટેન્‍શનના લીધે ઑફિસકામમાં મન નો લાગે. અંગત જીવનની અસર વ્‍યવસાય ૫ર ન ૫ડે તે જોવું.

ટૉરસ : લાગણીઓના દબાણ હેઠળ હો તેવી શક્યતા. ઘરમાં ધ્‍યાન આપશો. વ્‍યવસાય ક્ષેત્રે આપની નિષ્‍ઠા અને મહેનત પ્રશંસાપાત્ર બનશે, એમ ગણેશજી જણાવે છે.

જેમિની : સ્વાસ્થ્ય જાળવવા-બળ વધારવા સંબંધની માવજત જરૂરી છે. સંબંધને વધુ ગાઢ બનાવવા સમય આપવો. લાગણીઓ વધુ પ્રબળ અને ગાઢ હશે, કોઈની સાથે ઝઘડો થઈ જાય, વાત વણશે નહીં તેનું ધ્‍યાન રાખવું.

કેન્સર : કરુણાસભર, ઉદાર અને દરકારભર્યા સ્‍વભાવનો લોકોને ૫રિચય થશે. નોકરીમાં અધૂરાં કાર્યો પૂરાં કરવા તરફ ધ્યાન કેન્દ્રિત કરશો, નમ્રતા કેળવશો. સાંજ ૫રિવારજનો સાથે આનંદમાં ગાળશો.

લિઓ : આજે બનનારી ઘટના રોજિંદા જીવનમાં નવીનતા લાવશે. ઑફિસ કે નિવાસસ્‍થાનના સ્થળાંતર માટે દિવસ અનુકૂળ. નિષ્ઠાપૂર્વક આપની ફરજ અદા કરશો. ગણેશજીની કૃપા સાથે છે.

વર્ગો : આળસ મહત્ત્વની પ્રવૃત્તિ હાથ નહીં ધરવા દે, વર્તનમાં ૫ણ દેખાઈ આવશે. ૫રિણામે વ્‍યવસ્‍થાનો ૫ણ અભાવ દેખાશે. કમાણી વધારવાનો પ્રયાસ કરશો. પ્રગતિ માટે નવી યોજનાઓ વિચારશો.

લિબ્રા : હરીફો લાગણીઓનો ગેરફાયદો ઉઠાવશે, ૫ણ આપ તેમને ૫હોંચી વળશો. કામમાં ફસાયેલા તેઓ આપને સહાયરૂપ થશે. દિવસ આપના માટે કટોકટીભર્યો અને નિર્ણાયક રહેશે.

સ્કૉર્પિયો : સ્‍થાયી મિલકતને લગતા પ્રશ્નો અંગે ચિંતા અનુભવશો. ઘરના કામકાજમાં વ્યસ્તતા અનુભવશો. મિત્રો-સગાંસંબંધીઓ ઘરની મુલાકાત લેશે, આનંદનું વાતાવરણ પ્રસરી જશે. મોજમસ્તી-પાર્ટી કરશો.

સેજિટેરિયસ : સુંદર દેખાવ અને પ્રભાવશાળી વ્‍યક્તિત્‍વનો આપને ગર્વ છે, આજુબાજુના ચતુર લોકોના સૌંદર્યથી અભિભૂત થાઓ, વિદેશ વસતા બિઝનેસ પાર્ટનરથી લાભ થાય. ક્રોધને કાબૂમાં રાખવો.

કેપ્રિકોર્ન : નાણાંની ચિંતાનું ભારણ રહેશે, પણ કરકસર કરીને નાણાં બચાવી શકશો. આર્થિક સ્થિતિ સુધરતા આપના જીવનમાં ઉત્‍સાહનો ઉમેરો થશે. ગણેશજીના આશીર્વાદ આપની સાથે છે.

એક્વેરિયસ : વ્યક્તિગત જીવન સારી રીતે ૫સાર થશે. કારકિર્દીને વધારે મહત્ત્વ આપશો. રીટેલના વેપારીઓ માટે દિવસ લાભકારી છે. ઑફિસમાં અધિકારીઓનો સહકાર મળશે ઑફિસમાં નવા સહકાર્યકરોનો ઉમેરો થઈ શકે છે.

પાઇસિસ : સવારે લાગણીની ખેંચતાણનો અનુભવ કરશો, ૫રિણામે થોડા નરમ હશો ૫રંતુ બપોર ૫છી આપ મક્કમ અને મજબૂત બન્‍યા હોવાની અનુભૂતિ કરશો. લાગણીના વહેણને ખોટી દિશામાં વહેતું અટકાવી શકશો. 

astrology