૭ માર્ચથી બદલાતો રાહુ-૨૯ માર્ચથી બદલાતો ગુરુની દેશ-દુનિયામં શું થશે અસર

19 February, 2019 09:02 AM IST  | 

૭ માર્ચથી બદલાતો રાહુ-૨૯ માર્ચથી બદલાતો ગુરુની દેશ-દુનિયામં શું થશે અસર

દેશમાં થશે મોટા ફેરફાર

૭ માર્ચથી વર્ષના અંત સુધીમાં ઘણા ગ્રહોની અસર લોકોના જીવનને અસરકર્તા રહેશે. એની દેશ અને દુનિયા પર વિશેષ અસર થશે. આમાં રાહુ-કેતુ, ગુરુ અને શનિ જેવા મંદ ગતિના ગ્રહોની એક રાશિ છોડીને બીજી રાશિમાં સંક્રાન્તિ એક ક્રાન્તિ લાવે એવા યોગો બની રહ્યા છે.

જ્યોતિષી યકીન જાનીના જણાવ્યા મુજબ ‘રાહુ-કેતુ છાયા ગ્રહો છે. એક માથું અને બીજો ધડ છે. રાહુને પોતાનો પ્રકાશ નથી, પણ એ બીજાને નકારાત્મકતાના પ્રભાવમાં પાડવા પ્રત્યે પ્રેરે છે. કેતુ તોડવા જેવું, વિચ્છેદ કરવા જેવું અને બેધારી તલવાર જેવું વર્તે છે. એક રાશિમાં ૧૮ મહિના રહેનારા આ ગ્રહો પોતાનો પ્રકાશ આવનારા સમયમાં બુદ્ધિપૂર્વક સમજણથી પ્રભાવિત કરશે. આ સમયમાં એટલે કે ૨૯ માર્ચ પછી ગુરુ પણ ધન રાશિમાં પ્રવેશ કરશે. એ જ્ઞાન, સમજણ અને હકારાત્મકતા જેવા પ્રભાવો પાડશે; પણ ૧૦ એપ્રિલથી પાછો વક્રી થઈને વૃશ્ચિક રાશિ તરફ ભ્રમણ ૧૦ ઑગસ્ટ સુધી કરશે. ત્યાર બાદ પાછો ધન રાશિ તરફ પ્રયાણ ચાલુ કરશે અને ૪ ઑક્ટોબરે પાછો ધન રાશિમાં પ્રવેશ કરશે.’

અત્યારથી મે ૨૦૧૯ સુધીના સમયમાં રાહુ અને કેતુના પ્રભાવમાં લોકોમાં ઉચાટ, ઉદ્વેગ, અધીરાઈ, છેતરાઈ ગયાનો ડર રહે. માથાભારે તત્વોને છૂટોદોર મળે. અરાજકતા વધે. આ સમયમાં જે લોકો માર્કેટિંગ વ્યવસાય સાથે જોડાયેલા છે તેમનો તથા પત્રકારત્વ, પત્રકાર, બુદ્ધિજીવી લોકો, વકીલો, ન્યાયાધીશો, સરકાર, સોશ્યલ મીડિયાનો ખૂબ જ પ્રભાવ રહેશે. આ જ સમયમાં ઉપરના વિષયોમાં જોડાયેલા ઘણા જાણીતા લોકોને હાંસિયામાં ધકેલાઈ જવાનો વારો આવે અને તેમની જગ્યાએ નવા પ્રભવિત લોકોને સ્થાન મળે. આ સમયમાં લોકોની ધીરજમાં વધારો થશે, કંઈક કરી છૂટવાની ભાવના ઊભી થશે. બદલાવ એકમાત્ર ઉપાય છે એવો ભાવ ઊભો થશે.

મે-જૂનના સમયગાળામાં અગ્નિતત્વની મેષ રાશિમાં મંગલ, સૂર્ય અને શુક્ર ભ્રમણ કરશે અને કેતુ-શનિ પણ અગ્નિતત્વની ધન રાશિમાં પ્રભાવ પાડશે. ગુરુ વૃãક રાશિમાં જળ તkવને પ્રભાવિત કરશે. આ સમયમાં અરાજકતા વધશે. જાતિવાદ, ધાર્મિકતા, વૈમનસ્ય, નફરતમાં વધારો થશે. કાશ્મીરના પ્રશ્ને મોટા અને કડક નિર્ણયો લેવાય. યુદ્ધ થશે એવો માહોલ બને. સીધી લીટીની લડાઈ થાય. સમજણની આક્રમકતાથી બાહ્ય દબાણ વધે. ટૂંકમાં, સામ, દામ. દંડ અને ભેદથી આ સમસ્યાનો અંત આવે. આ સમયમાં દેશ અને દુનિયામાં લાંબા ગાળાના મોટા નિર્ણયો સ્પષ્ટપણે લેવાશે. વર્ષોથી અટવાયેલા તમામ એવા પ્રળ્નોનો સીધી લીટીમાં નર્ણિય લેવાશે જેમાં ભારતના મોસ્ટ વૉન્ટેડ એવા દાઉદ ઇબ્રાહિમ, જૈશ-એ-મહમૂદ જેવી આંતકવાદી સંસ્થાઓ, આંતકવાદ અને આતંકવાદીઓ તેમ જ હિંસા ફેલાવનારાં તત્વોનો નાશ થાય.

આ સમયમાં પાણીનો પ્રશ્ન વધે. સમુદ્રમાર્ગમાં સૈન્યની ગતિવિધિ વધે. ભવિષ્યના મોટા સંકેતો માટેનો આ સમય રહેશે. ભારત મોટા નિર્ણયો કરશે અને એને લીધે આવનારા દશકમાં પોતાની પ્રભાવિત છાપ દુનિયા પર પ્રભાવિત કરશે.

 જૂન ૨૦૧૯થી જાન્યુઆરી ૨૦૨૦ સુધીમાં ધર્મ, ધાર્મિકતા, ધાર્મિક સંસ્થાઓ  ધર્મગુરુઓ, ટ્રસ્ટીઓ, ન્યાયાધીશો, સીબીઆઈ સાથે જોડાયેલા લોકો પર પ્રfનો ઊભા થાય. અયોધ્યાના પ્રશ્નનો ઉકેલ આવે. નાણાકીય કૌભાંડો પકડાય. ટ્રસ્ટીઓ, ધાર્મિક સંસ્થામાં થતી ગેરરીતિ બહાર આવે અને કડક નિર્ણયો લેવાય.

આ પણ વાંચોઃ ફેંગશુઈ ટિપ્સઃલવ લાઈફને એક્સાઈટિંગ અને સ્ટ્રોન્ગ બનાવવાના 5 ઉપાય

આ વર્ષના અંત સુધી જે દેશ કે લોકો સંયમ, ધીરજ, સહનશીલતા અને સમયસૂચકતા વાપરીને ભવિષ્યનું મૂલ્યાંકન કરશે એ એના કાર્યક્ષેત્રમાં અસરકારક ભૂમિકા અદા કરશે.

astrology