લૉકડાઉન દરમ્યાન જાતકોને જયોતિષોની સલાહ

09 April, 2020 10:41 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લૉકડાઉન દરમ્યાન જાતકોને જયોતિષોની સલાહ

રાશિફળ

હાલમાં ચાલતી વૈશ્વિક મહા બીમારી કોરોના વાઇરસની પરિસ્થિતિમાં લૉકડાઉનના૧૬મા દિવસની પરિસ્થિતિમાં દરેક રહીશો ઘરે બેઠા માનસિક રીતે કંઈક અંશે કંટાળી ગયા છે તથા પરિવારમાં વાદ-વિવાદ કે ઝઘડાના પ્રસંગો ઉપસ્થિત થયેલ છે. આવી કપરી પરિસ્થિતિમાં જ્યોતિષશાસ્ત્ર દ્વારા દરેક ચંદ્ર રાશિના જાતકોએ લૉકડાઉનના સમયે નિત્ય શું-શું કરવું જોઈએ જેનાથી ભાગ્યઉન્નતિ કરી શકાય.

મેષ (અ,લ,ઈ): સવારે બે કલાક સંપૂર્ણ મૌન રહો. પરિવારના સદસ્યો કે અન્ય કોઈ પણ વ્યક્તિ સાથે ટેલિફોન, મોબાઇલની વાતચીતમાં વાદ-વિવાદ કે ઝઘડા ટાળવા. સવારે કે સાંજે ગણેશજીની ઉપાસના કે  ગાયત્રી મંત્ર કરવાથી વિશેષ લાભ જણાશે.

વૃષભ (બ,વ,ઉ): સ્નાનાદીથી પરવારીને ગરમા-ગરમ નાસ્તો કરશો. કોઈ પણની સાથે સંપૂર્ણ સ્વાર્થની વાત ન કરશો. કોઈ પણ માતાજીની ઉપાસના સાથે કુળદેવી આરાધના કરવાથી સવિશેષ લાભ જણાશે.

મિથુન (ક,છ,ઘ): સવારથી ઊઠીએ ત્યારથી જૂની વાતો, ગમગીન બાબતો કદાપી વિચારવી નહીં. વધુપડતો નાસ્તો કે ભોજન ન કરશો. ઘરે બેઠા તસવીરમાં શિવજીનાં દર્શન કે મંત્રનો જાપ કરવો.

કર્ક (ડ,હ): રાત્રે મોડે સુધી જાગવું નહીં. શક્ય હોય તો બજારું નાસ્તો ન કરશો.પોતાની બહેન, માતાને પગે લાગીને દિનારંભ કરવો.

સિંહ (મ,ટ): વારંવાર વાણી દ્વારા ઉગ્રતા ન રાખવી. વામકુક્ષી અવશ્ય કરવી. સૂર્યોદયના સમયે શુદ્ધ જળનો અર્ગ સૂર્યદેવતાને અવશ્ય આપો.

કન્યા (પ,ઠ,ણ) : મહત્વના નીતિ-વિષયક નિર્ણય વારંવાર બદલવા નહીં. ખાવા-પીવામાં ઠંડી કોઈ વસ્તુ હદે નહીં તેમ જ ઠંડાં પીણાં આઇસક્રીમ ન લેવા. નિત્ય શુદ્ધ ઘીનો દીવો સવાર-સાંજ અવશ્ય કરશો.

તુલા (ર,ત): ભૂતકાળમાં થયેલ સટ્ટાકીય બાબતો વિચારોમાં લાવશો નહીં. ફક્ત ગરમ પાણી વારંવાર પીવું. મહાલક્ષ્મીની ઉપાસના કરવાથી વિશેષ લાભદાયી નીવડશે.

વૃશ્ચિક (ન,ય): આવા કપરા સમયમાં બદલો લેવાની ભાવના છોડવી. લોકહિતનાં કાર્યોમાં વધુ સાવધાની સાથે સજાગતા રાખવી. દેવી કવચના પાઠ દરરોજ કરવા.

ધન (ભ,ધ,ફ,ઢ): હૉસ્પિટલ, સ્મશાન કે બીમારી અંગેની કોઈ વાત વારંવાર કરવી નહીં. નજીકના સગાં-સંબંધી-મિત્રો દ્વારા વિશ્વાસઘાતનો ભોગ બનાય. ઈસ્ટગુરુ મંત્ર-ઉપાસના કરવાથી માનસિક રાહત જણાશે.

મકર (ખ,જ): નકામી ચીજવસ્તુઓનો તાત્કાલિક નિકાલ કરવો. સૂર્યોદય સમય પછી સૂવું નહીં. નિત્ય હનુમાન ચાલીસાના પાઠ કરવા.

કુંભ (ગ,સ,શ) : વર્ક ફ્રૉમ હોમ-નોકરીના કામકાજમાં વધારે સારી કામગીરી થાય તે માટે પ્રયત્નો કરવા. ઘરે બેઠા બિનજરૂરી ખર્ચા ટાળવા. શનિ ચાલીસા કે સુંદરકાંડના પાઠ નિત્ય કરવા.

મીન (દ,ચ,ઝ,થ): ઘરે બેઠા વધુ પડતી કરકસર ન કરવી. જૂની બીમારી અંગેની નિયમિત દવાઓ અવશ્ય લેવી.ગુરુમંત્ર ગુરુ-ગીતાનો પાઠ નિત્ય કરવો.

astrology coronavirus covid19