મકર સંક્રાંતિ 2019 : રાશિ પ્રમાણે કરો આ વસ્તુઓનું દાન

09 January, 2019 06:42 PM IST  | 

મકર સંક્રાંતિ 2019 : રાશિ પ્રમાણે કરો આ વસ્તુઓનું દાન

તલના લાડુ મકર સંક્રાંતિના તહેવારને મહત્ત્વ અર્પે છે.

મકર સંક્રાંતિના દિવસે દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ મકર સંક્રાંતિ સ્નાનનો પુણ્ય કાળ 14 જાન્યુઆરી 2019ની મધરાતે 2 વાગીને 20 મિનિટથી 15 જાન્યુઆરી 2019ના સાંજે 6 વાગીને 20 મિનિટ સુધી ગણાશે. આ સમયમાં પવિત્ર નદીઓમાં સ્નાનની સાથે દાન દક્ષિણા આપવાથી ખૂબ જ ફાયદો થઈ શકે છે. તેની સાથે જ જો તમે તમારી રાશિ પ્રમાણે ઉપયુક્ત દાન કરશો તો તે ઉત્તમ લેખાશે. રાશિ અનુસાર કરો દાન.

14 તેમજ 15 જાન્યુઆરી બન્ને દિવસે છે સંક્રાંતિના ચોઘડિયા

મકર સંક્રાંતિ પર અહીં આપેલી સૂચિમાંથી તમારી રાશિ અનુસાર વસ્તુઓનું દાન કરવું.

મેષ રાશિના લોકોએ કાળાં તલ, અથવા તેનાથી બનાવાયેલી કોઈપણ વસ્તુનું દાન કરવું શુભ ગણાય છે. વૃષભ રાશિના લોકોએ સફેદ તલ, અથવા તેનાથી બનાવાયેલી વસ્તુ તેમજ ઘીનું દાન કરવું શુભ ગણાય છે. મિથુન રાશિના લોકોએ ગોળનું દાન કરવાથી લાભ થશે. કર્ક રાશિના લોકોએ ઘીનું દાન કરવું શુભ ગણાય છે. સિંહ રાશિના લોકોએ લાલ ચંદન અને ગોળનું દાન કરવાથી લાભ થશે. કન્યા રાશિના લોકોએ ગોળનું દાન કરવું શુભ ગણાય છે. તુલા રાશિના લોકોએ સફેદ વસ્ત્રો અને ઘીનું દાન કરવાથી લાભ થશે. વૃશ્ચિક રાશિના લોકોએ તાંબાના સિક્કા કે તાંબાનું પાત્રનું દાન કરવું શુભ ગણાય છે. ધન રાશિના લોકોએ આખી હળદર અને ચોખાનું દાન કરવાથી લાભ થશે. મકર રાશિના લોકોએ મગની દાળનું દાન કરવું શુભ ગણાય છે. કુંભ રાશિના લોકોએ કાળાં અળદની દાળનું દાન કરવાથી લાભ થશે. મીન રાશિના લોકોએ પંચાગ એટલે કે પત્રનું દાન કરવું શુભ ગણાય છે.

આ પણ વાંચો : વાસ્તુ ટિપ્સ : વાસ્તુ દોષ દૂર કરે છે તુલસીનો છોડ

મકર સંક્રાંતિનો અર્થ ઉત્તરાયણ નહીં

કેટલાક વિસ્તારોમાં મકર સંક્રાંતિના તહેવારને ઉત્તરાયણ પણ કહે છે, આ માન્યતા ખોટી છે કે ઉત્તરાયણ પણ આ જ દિવસે થાય છે. બન્ને એકબીજાથી જુદાં છે. ખરેખર તો ઉત્તરાયણની શરૂઆત 21 કે 22ના થઈ જતી હોય છે. જો કે લગભગ 1800 વર્ષ પહેલાં આ સ્થિતિ ઉત્તરાયણની સાથે જ થતી હતી, કદાચ ત્યારથી જ મકર સંક્રાંતિ અને ઉત્તરાયણને કેટલાક સ્થળોએ અક જ માનવામાં આવે છે. તામિલનાડુમાં તેને પોંગલ નામે ઉજવવામાં આવે છે. જ્યારે કર્ણાટક, કેરળ તથા આંધ્રપ્રદેશમાં તેને માત્ર સંક્રાંતિ જ કહેવાય છે. શાસ્ત્રો પ્રમાણે, દક્ષિણાયણને દેવોની રાત એટલે કે નકારાત્મકતા અને ઉત્તરાયણને દેવોનો દિવસ એટલે કે સકારાત્મકતાનું પ્રતીક માનવામાં આવ્યું છે. તેથી જ આ દિવસે જાપ, તપ, દાન, ધર્મ, સ્નાન, શ્રાદ્ધ, તર્પણ વગેરે જેવી ધાર્મિક ક્રિયાઓનું વિશેષ મહત્ત્વ છે. એવી ધારણા છે કે આ દિવસે આપવામાં આવેલું દાન સો ગણું વધીને પુન:પ્રાપ્ત થાય છે. આ દિવસે શુદ્ધ ઘી તેમજ ધાબડાંનુ દાન મોક્ષની પ્રાપ્તિ કરાવે છે.