સાપ્તા‌હિક રા‌શિભ‌વિષ્ય- જ્યો‌તિષાચાર્ય આ‌શિષ રાવલ અને પ્રદ્યુમન ભટ્ટ

03 November, 2019 01:49 PM IST  |  મુંબઈ

સાપ્તા‌હિક રા‌શિભ‌વિષ્ય- જ્યો‌તિષાચાર્ય આ‌શિષ રાવલ અને પ્રદ્યુમન ભટ્ટ

સાપ્તાહિક રાશિ ભવિષ્ય

મહત્ત્વની વિશિષ્ટ આગાહીઓ
માનનીય મોદીસાહેબ દ્વારા આમજનતા માટે વિશિષ્ટ લાભપ્રદ પૉલિસી બહાર પાડે !
ગિફ્ટ આર્ટિકલની બનાવટમાં સવિશેષ અલાયદી જોવા મળે અને ભારત દેશ મોખરે રહે?
માર્કેટમાં નકલી ચલણી નોટોનું કૌભાંડ વધુ વકરે, આમજનતા માટે સાવચેતીની ઘંટી.

મેષ (અ,લ,ઈ): નોકરીમાં ધંધાના, સગાં-સંબંધી, મિત્ર વર્ગના સંબંધ-વ્યવહાર સારી રીતે સચવાય. સંધ્યા સમય પછી શ્રમ-થાકનો વધુ અનુભવ થાય. ધર્મકાર્ય દ્વારા હૃદય-મનની શાંતિ વિશેષ બની રહે. આવક કરતાં જાવક ન વધે તેની કાળજી રાખવી.
વૃષભ (બ,વ,ઉ): નોકરી-ધંધાના સીઝનલ કામ વધે. યાત્રા-પ્રવાસથી નુકસાન થાય. પારિવારિક સંબંધો સુધરે. મીઠાઈ ખાવાથી તબિયત ન બગડે તે માટે તકેદારી અવશ્ય રાખવી.
મિથુન (ક,છ,ઘ): યાત્રા-પ્રવાસથી નવી-નવી મુલાકાત લાભપ્રદ થાય. પુત્ર-પૌત્રાદિકના કામમાં વ્યસ્તતા છતાં આનંદમય સમય બની રહે. જવાબદારીવાળા કામમાં સતત ચિંતા રહ્યા કરે. ઊંઘની  ગોળી ન લેવી.
કર્ક (ડ,હ): શૅરબજારના વ્યવહારમાં નુકસાની આવે. પૂજાપાઠ અને મંત્રજાપથી ન ધારેલી સફળતા મળે. અંગત પ્રશ્નોનું નિરાકરણ આવે. પ્રાઇવેટ કંપનીમાં રોકાણ ન કરવું.
સિંહ (મ,ટ): પ્રગતિકારક પરિસ્થિતિનું નિર્માણ થાય. પ્રિયજન સાથે સમય વિતાવવો યાદગાર બની રહે. કાર્યક્ષેત્રમાં વ્યસ્તતા વધારે જણાય. સપ્તાહ સમય દરમ્યાન સત્યનારાયણની કથા કરાવવી.
કન્યા (પ,ઠ,ણ) : સામાજિક જવાબદારીમાં અપયશ મળે. સ્પર્ધાત્મક બાબતોમાં સારી સફળતા પ્રાપ્ત થાય. નાણાકીય સ્થિતિ સારી મજબૂત બને. તુલસીના ક્યારે નિયમિત દીવો કરવો.
તુલા (ર,ત): પોતાના કાર્યક્ષેત્રમાં યશ, પ્રતિષ્ઠા, કીર્તિમાં વધારો થાય. નવા સાહસોમાં અવરોધો આવે. માનસિક ચિંતા રહ્યા કરે. શુક્રવારનું એકટાણું ફળે.
વૃશ્ચિક (ન,ય): નોકરિયાત વર્ગને છુપા શત્રુ વધી શકે. પેશાબને લગતી તકલીફો વધે. મોસાળથી શુભ સમાચાર. હાથમાં કે ગળામાં સોનાની વસ્તુ અવશ્ય પહેરવી, તેનાથી સારા સમાચાર મળે.
ધન (ભ,ધ,ફ,ઢ): નજીકના સ્વજનને માંદગી આકસ્મિક આવે. પરદેશથી પૈસા આવે. નોકરીમાં પગાર સાથે બીજા લાભ થાય. ધાર્મિક પ્રવાસમાં ઝઘડો થાય, ઇષ્ટદેવની ઉપાસના સાથોસાથ દેવની ઉપાસના ફળશે.
મકર (ખ,જ): પગમાં સોજા આવે. કાળી ચીજવસ્તુઓથી આર્થિક ધનલાભ. એસિડિટીની તકલીફ વધે. બૅન્કિંગના ટ્રાન્ઝેક્શનમાં સતર્ક રહેવું.
કુંભ (ગ,સ,શ) : વહેલી સવારે પગમાં અશક્તિ જણાય. લાંબી મુસાફરીમાં ખર્ચા વધી જાય. જૂના મિત્રો સાથે મળવાનો શુભ અવસર છૂટી જાય. મકાન મિલકતમાં રોકાણ કરતાં પહેલાં ઉતાવળ કરવી નહીં.
મીન (દ,ચ,ઝ,થ): શૅરબજારથી વિશેષ ફાયદો. લાંબાગાળાના રોકાણમાં નુકસાની આવી શકે. વતનની મુલાકાત યાદગાર બની રહે. વડીલોએ વીલ બનાવવું પણ તે બનાવવામાં ઉતાવળ કરવી નહીં.

astrology