વાંચો, કેવી રીતે શરૂ થઈ લગ્નની પરંપરા ? આ હતું કારણ

19 February, 2019 03:26 PM IST  | 

વાંચો, કેવી રીતે શરૂ થઈ લગ્નની પરંપરા ? આ હતું કારણ

પ્રતીકાત્મક તસવીર

વિવાહને એક પવિત્ર અને જરૂરી સંસ્કાર ગણવામાં આવે છે. વંશવૃદ્ધિ અને પરિવાર જેવા શબ્દ વિવાહના ગઠબંધનમાંથી આવ્યા છે. લગ્ન સંસ્કાર વિના જીવનની કલ્પના નથી કરી શકાતી. ઘર, સંસાર અને વિશ્વનું અસ્તિત્વ સાત ફેરામાં સમાયેલું છે. પણ વિવાહ સંસ્કાર આદિ-અનાદિ કાળથી પ્રચલિત નહોતું. એક ઋષિના પ્રયત્નો દ્વારા વંશવૃદ્ધિની આ પરંપરાને વિવાહના સંસ્કારોમાં પરોવાઈ છે.

ઋષિ શ્વેતકેતુએ શરૂ કરી હતી પરંપરા

શાસ્ત્રો પ્રમાણે, વિવાહ સંસ્કારની પરંપરા ઋષિ શ્વેતકેતુએ શરૂ કરી હતી. કૌશીતકિ ઉપનિષદ પ્રમાણે શ્વેતકેતુ વિશ્વપ્રસિદ્ધ ગુરુભક્ત આરુણિના પુત્ર અને ગૌતમ ઋષિના વંશજ હતા. આરુણિને ઉદ્દાલક પણ કહેવામાં આવે છે. છાંદોગ્ય ઉપનિષદમાં પણ શ્વેતકેતુને આરુણિના પુત્ર કહેવાય છે. તે પરમ જ્ઞાની સંત અષ્ટવક્રના ભાણેજ હતા. તેમને તત્વજ્ઞાની આચાર્ય કહેવામાં આવેલ છે. પાંચાલ દેશના રહેવાસી શ્વેતકેતુની ઉપસ્થિતિ રાજા જનકની સભામાં હતી અને તેમના વિવાહ દેવલ ઋષિની પુત્રી સુવર્ચલા સાથે થયા હતા.

લગ્ન પરંપરા પહેલા આવું થતું હતું

પ્રાચીનકાળમાં જ્યારે વિવાહ સંસ્કારનું અસ્તિત્વ નહોતું ત્યારે સ્ત્રીઓ સ્વતંત્ર અને ઉન્મુક્ત જીવન પસાર કરતી હતી. તેમનામાં પશુ-પક્ષીઓની જેમ યૌનાચાર કરવાની પ્રવૃત્તિ હતી. એક વાર જ્યારે શ્વેતકેતુ પોતાના માતા પિતા સાથે બેઠા હતા, ત્યારે એક પરિવ્રાજક આવ્યો અને તેણે શ્વેતકેતુની માતાનો હાથ પકડ્યો અને તેને પોતાની સાથે લઈ જવા લાગ્યો. આ બધું જોઈને શ્વેતકેતુને ખૂબ ગુસ્સો આવ્યોઅને તેમણે પરિવ્રાજકના આચરણનો વિરોધ નોંધાવ્યો. તે વખતે તેના પિતાએ તેને સમજાવ્યું કે સ્ત્રીઓ ગાયની જેમ સ્વતંત્ર છે તે કોઈની પણ સાથે સમાગમ કરી શકે છે.

આ પણ વાંચો : ૭ માર્ચથી બદલાતો રાહુ-૨૯ માર્ચથી બદલાતો ગુરુની દેશ-દુનિયામં શું થશે અસર ?

આખરે શરૂ થઈ લગ્નની પરંપરા

શ્વેતકેતુને આ વાત કાંટાની જેમ ભોંકાઈ ગઈ અને તેમણે કહ્યું કે સ્ત્રીઓએ તેના પતિ પ્રત્યે વફાદાર રહેવું જોઈએ. પર-પુરુષ સાથે સમાગમ કરવાનું પાપ ભ્રૂણહત્યા જેટલું હશે. જે પુરુષ પતિવ્રતા સ્ત્રીને છોડીને અન્ય સ્ત્રઓ સાથે રમણ કરશે તો તેને પણ એ જ પાપ લાગશે. આ રીતે વ્યાભિચાર પર લગામ કસાઈ અને એક સભ્ય સમાજનો જન્મ થયો. અર્થાત્ સમાજને સભ્ય બનાવવાનો સિલસિલો આપણા વૈદિક ઋષિઓએ શરૂ કર્યો.

astrology life and style