મંગળનું આજથી વૃશ્ચિક રાશિમાં ભ્રમણઃ કયાં જાતકો પર કેવી અસર?

16 November, 2019 11:37 AM IST  |  Mumbai

મંગળનું આજથી વૃશ્ચિક રાશિમાં ભ્રમણઃ કયાં જાતકો પર કેવી અસર?

મેષ (અ,લ,ઇ): આરોગ્ય બગાડે સાથે અકસ્માત નોતરી શકે. વાણી ઉપર સંયમ જાળવવો. અપેક્ષા પ્રમાણે વળતર ન મળે.
વૃષભ (બ,વ,ઉ): લગ્નજીવનમાં ઝઘડા કે મતમતાંતર આવી શકે. માન-સન્માન, યશ, કીર્તિની પ્રાપ્તિ માટે શુભ સમય.
મિથુન (ક,છ,ઘ): અજાતશત્રુ પર વિજય. આંખોને લગતી પીડા-ઑપરેશન આવી શકે. નોકરિયાત વર્ગ માટે શુભ સમય.
કર્ક (ડ,હ): સંતાનના કૅરિયરના પ્રશ્નો ઉકેલાય. વડીલો સાથે બગડેલા સંબંધો સુધરે. શૅરબજારમાં નુકસાન થઈ શકે.
સિંહ (મ,ટ): બીપી કે હૃદયને લગતી તકલીફ વધે. ધંધામાં શુભ સમય ગણાવી શકાય. સમાજમાં કીર્તિમાં લાંછન લાગી શકે.
કન્યા (પ,ઠ,ણ) : નવા સાહસ, રોકાણ, યાત્રા ફળદાયી નીવડે. ભાગ્ય માટે શુભ વણાંક આવે. યુવાવર્ગ માટે સારો સમય બને.
તુલા (ર,ત): ઉઘરાણી કરવાથી સંબંધો બગડે. વાહન ચલાવવામાં કાળજી રાખવી. વિલ-વારસાના પ્રશ્નો વધુ વકરે.
વૃશ્ચિક (ન,ય): અકલ્પનીય માન-સન્માનનો દરજ્જો મળે. આવક કરતાં જાવક વધે. પેટમાં બળતરા થવાની શક્યતાઓ.
ધન (ભ,ધ,ફ,ઢ): સરકારી લફડાઓ વધે. આરોગ્ય નરમ-ગરમ રહ્યા કરે. નોકરિયાત વર્ગને બઢતી(પ્રમોશન)મળી શકે.
મકર (ખ,જ): અનેકવિધ લાભો મળવાની પ્રબળ સંભાવના. નવી-નવી વિદ્યા શીખવા, સમજવા માટે રસ આંતરિક જાગે.
કુંભ (ગ,સ,શ) : ધંધામાં મોટી ઉઘરાણી ફસાઈ જાય. સાથોસાથ સરકારી બાકી વેરાની નોટિસ મળી શકે. રાજકીય ક્ષેત્રે કાર્યરત રહેનારને ગોલ્ડન સમય.
મીન (દ,ચ,ઝ,થ): વારંવાર તબિયત બગડે. ડૉક્ટરની દવાઓ માફક ન આવે. વિદેશ વેપાર થઈ શકે પરંતુ સાવચેતી રાખવી.

astrology