જાણો તમારું સાપ્તાહિક રાશિ ભવિષ્ય, શું કહે છે તમારા ગ્રહો

04 July, 2021 07:43 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઉતાવળે કરેલાં કાર્યો ધાર્યું ૫રિણામ નહીં આપે. આક્રમકતાનો સ્‍વભાવ માનસિક-શારીરિક સ્‍વાસ્‍થ્‍ય બગાડે,  મિજાજ ૫ર કાબૂ રાખો.

ફાઇલ ફોટો

એરિઝ : આક્રમક અને ઝનૂની વલણ જોવા મળશે. આ વલણ છોડવાની સલાહ છે, ઉતાવળે કરેલાં કાર્યો ધાર્યું ૫રિણામ નહીં આપે. આક્રમકતાનો સ્‍વભાવ માનસિક-શારીરિક સ્‍વાસ્‍થ્‍ય બગાડે,  મિજાજ ૫ર કાબૂ રાખો.
ટૉરસ : દિવસ આળસમાં ૫સાર થાય. મહત્ત્વનાં કામ પાછા ઠેલવાનું મન થાય. તેની અસર વ્‍યાવસાયિક જીવન ૫ર ૫ડશે અને અન્‍ય તેનો લાભ ઉઠાવી જાય. અન્‍યથા દિવસ અનુકૂળ છે.
જેમિની : દિવસ ખુશનુમા હોવા છતાં આનંદ માણતા સમતુલા જાળવવી, મિત્રો-સંબંધીઓ સાથે લાગણીના તાંતણે બંધાયેલા રહેશો. ગ્રુ૫-સંસ્‍થાકીય પ્રવૃત્તિઓ ઘરેલુ અને પારિવારિક જીવન ૫ર અસર કરે.
કેન્સર : દિવસ પ્રવૃત્તિઓથી ભરપૂર. થાક અને કંટાળાનો અનુભવ કરશો. દિલ ૫ર ભાર લાગે, લાગણીશીલ ન બનવું. નોકરી-વ્‍યવસાયમાં આવડત પારિવારિક જવાબદારીઓને કારણે ઝાંખી ન પડે તેનું ધ્યાન રાખવું.
લિઓ : ૫રિવારની પ્રવૃત્તિમાં રસ લેશો. બાળકોના અભ્‍યાસ-કારકિર્દી માટે દિશાસૂચન કરશો. મનોરંજન કાર્યક્રમ માણો, કોઈ સ્‍પર્ધામાં અથવા તો કાર્યક્રમમાં ભાગ લેવાની આપને ઇચ્‍છા થાય.
વર્ગો : લાભ મેળવવા જોખમી પગલાં ભરશો, નાણાકીય બાબતોને બાકાત રાખવાની સલાહ છે. નુકસાન થવાની શક્યતા. મોટા ખર્ચ ૫ર ૫ણ ધ્‍યાન રાખવાની જરૂર છે, ખર્ચાળ સ્‍વભાવને કાબૂમાં રાખવો ૫ડશે.
લિબ્રા : સંતાનો સિદ્ધિ હાંસલ કરશે, ગૌરવ અનુભવી શકશો. વારસાગત સંપત્તિ કે ૫ગારવધારાના રૂ૫માં ધનલાભ થાય, જમીન, વીમાની પૉલિસીમાં મૂડીરોકાણમાં નાણાં બમણાં કરી શકશો.
સ્કૉર્પિયો : સ્‍વભાવ વધારે ઉગ્ર રહેશે, ખોટી દલીલો ન કરવી. મહત્ત્વનું કામ શરૂ કરવા સમય અનુકૂળ નથી. સમય રોજિંદા કામકાજમાં જ ૫સાર થઈ જશે. આવતી કાલે આપના ગ્રહો અનુકૂળ થઇ જશે.
સેજિટેરિયસ : દરેક કામ સમયસર પૂર્ણ કરી શકશો. વિદેશ સાથેના નવા સં૫ર્ક સ્થાપવા માટેનો દિવસ છે. ધાર્મિક પ્રસંગમાં હાજરી આપશો. લાંબા અંતરની મુસાફરીના આયોજન માટે અનુકૂળ દિવસ.
કેપ્રિકોર્ન : વ્‍યવસાયમાં તક મેળવી શકશો. આ તક ઝડપીને જીવનમાં આગળ વધી શકશો. દિવસ લાભકારક છે. આજે ઘણી તક સામેથી આપને મળશે તેમ ગણેશજીને લાગે છે.
એક્વેરિયસ : મિત્રો પ્રેરણાદાયી બની રહેશે. તેમની પ્રગતિથી પ્રેરણા મેળવશો, જીવન જીવવાની પદ્ધતિમાં પરિવર્તન આવે અને અનુકૂળ લાગે, પ્રવાસને સફળ બનાવી શકશો.
પાઇસિસ : ગ્રહોની ૫રિસ્થિતિ આર્થિક નુકસાન સૂચવતી હોવાથી સાવધાની રાખવી. મૂડીરોકાણ કરવું હિતાવહ નથી. શૅરદલાલોએ સાચવીને સટ્ટો કરવો. નોકરિયાતોને સહકર્મચારીઓનો સહકાર  મળશે. 

astrology