જાણો તમારું સાપ્તાહિક રાશિ ભવિષ્ય, શું કહે છે તમારા ગ્રહો

27 June, 2021 07:06 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દરેક કામ સારી રીતે કરવાની આદત ધરાવો છો અને આપનો આ ગુણ બધામાં લોકપ્રિય બનાવશે. ધીરજથી કામ કરવું, અન્‍યને માર્ગદર્શન આપવું.

પ્રતીકાત્મક તસવીર

એરિઝ : કોઈ યોજના અમલમાં મૂકવાનો પ્રયાસ કરશો. દરેક કામ સારી રીતે કરવાની આદત ધરાવો છો અને આપનો આ ગુણ બધામાં લોકપ્રિય બનાવશે. ધીરજથી કામ કરવું, અન્‍યને માર્ગદર્શન આપવું.
ટૉરસ : દિવસ સામાન્‍ય છે. ખર્ચમાં વધારો થાય, અ૫ચન કે પેટને લગતી તકલીફથી અસ્‍વસ્‍થતા અનુભવશો, ખાનપાન ૫ર સંયમ રાખવો. બહાર ખાવાપીવાનું ટાળવું હિતાવહ છે.
જેમિની : વાણીથી કોઈનું મન ન દુભાય તેનો ખ્‍યાલ રાખવો. અન્યને સાચી શિખામણ આપવી. મુશ્કેલીઓ ભૂલીને અન્‍યની સમસ્‍યાઓ ધ્‍યાનમાં લઈ લોકો માટેનો આપનો દૃષ્ટિકોણ બદલવાની જરૂર છે.
કેન્સર : લોકોથી ઘેરાયેલા રહેશો. બુદ્ધિ અને રમૂજીવૃત્તિથી મનોરંજન કરશો. સામાજિક સં૫ર્કથી લાભ. વિદ્યાર્થીઓને અભ્‍યાસમાં મન લાગશે, એકાગ્રતા જાળવી શકશે. દિવસ સફળ હોવાનું ગણેશજી જણાવે છે.
લિઓ : સ્‍વભાવે વ્‍યવહારુ છો, આવેશ ૫ણ ધરાવો છો. આપ ગુસ્સાને વ્‍યવહારુ૫ણાથી નિયંત્રિત કરી શકશો. આવેગ ઠાલવવા એક ભૂમિકાની જરૂર છે. વડીલોનું માર્ગદર્શન સહાયરૂ૫ બનશે.
વર્ગો : કામના દબાણ હેઠળ રહેશો. રોજિંદી પ્રવૃત્તિઓનો કાર્યક્રમ ગોઠવવાની જરૂર ૫ડશે. કુશળતાપૂર્વક કામ કરી શકશો. આસપાસના લોકો સાથે સુલેહ-સં૫થી કામ કરશો. સાંજે થાક અનુભવશો. યોગ-સંગીતથી હળવાશ અનુભવશો.
લિબ્રા : સમાજમાં આગવું સ્‍થાન બનાવવા પ્રયત્‍ન કરશો. મધુર વાણીથી લોકો પ્રભાવિત થશે. દેખાવ અને પ્રભાવશાળી વ્‍યક્તિત્‍વના કારણે ચાહના મેળવશો. સફળતાભર્યો દિવસ છે.
સ્કૉર્પિયો : નિર્ણય લેવામાં ઉતાવળ કરશો નહીં, વીતેલો સમય ક્યારેય પાછો આવતો નથી. અગત્યના નિર્ણયો લેશો, જે ભાવિના ઘડતરમાં સહાયરૂ૫ સાબિત થશે. માર્ગ યોગ્‍ય છે કે નહીં તે જોવું.
સેજિટેરિયસ : પરિશ્રમનું મહત્ત્વ સમજાશે. ભૂતકાળના પ્રયાસ અને મહેનતનો લાભ મળશે. આ વાત અંગત-વ્‍યાવસાયિક જીવનને લાગુ પડે છે. દિવસ દરમ્‍યાન ઉત્‍સાહ અને ઉમંગનો અનુભવ કરશો.
કેપ્રિકોર્ન : ઑફિસમાં કામ થોડું અઘરું લાગશે. સહકર્મચારીઓની કાર્યક્ષમતા સાથે સરખાવશો. નિરાશા અનુભવાય તેવી શક્યતા છે. જો આપે સુખી રહેવું હોય તો ઘણી ઊંચી આશાઓ રાખવી નહીં.
એક્વેરિયસ : આપે દુનિયાને આપનું મૂલ્‍ય સમજાવવાનું છે. સાથેના લોકો ખરેખર આપનું મૂલ્ય સમજી શકશે. બધા દિલથી આપની પ્રશંસા કરશે. આપને નામના અને રૂપિયા બન્ને મળશે.
પાઇસિસ : વ્યવહારુ સ્‍વભાવ લાગણીવશ બનતો જણાશે. વર્તન સૌમ્‍ય રહેશે, સંવેદનશીલ બનશો. રમૂજી મૂડમાં રહેશો. ૫રિવારના સભ્‍યો માટે આપની કાળજી અને ચિંતા જણાઈ આવશે.

astrology