ભાગ્યાંક ૧ ધરાવનારાઓની આ મહિનામાં લાંબા ગાળાની ઇચ્છાઓ પૂરી થવાની શક્યતા

01 July, 2019 11:20 AM IST  | 

ભાગ્યાંક ૧ ધરાવનારાઓની આ મહિનામાં લાંબા ગાળાની ઇચ્છાઓ પૂરી થવાની શક્યતા

આજથી શરૂ થતો જુલાઈ માસ અંકશાસ્ત્ર પ્રમાણે કેવો રહેશે એ જાણતા પહેલાં દરેક વ્યક્તિને પોતાના જીવન ઘડતરમાં ભાગ્યાંકનુ ખૂબ મહત્વ હોય છે. ભાગ્યાંક કેવી રીતે કાઢવો તે અંગે નીચે દૃષ્ટાંત આપેલું છે. ગોપાલભાઈ દવે (ગાયત્રી ઉપાસક) ની જન્મ તારીખ ૨૭/૦૧/૧૯૫૯ હવે કુલ સરવાળો કરવો. (૨+૭+૧+૧+૯+૫+૯)=૩૪=(૩+૪)=૭ થાય. જેને  ભાગ્યાંક કહેવામાં આવે છે.

તમારો ભાગ્યાંક શોધો અને તે મુજબ તમારો આગામી માસ કેવો રહેશે તે નીચે દર્શાવેલ છે.

(૧) લાંબાગાળાની મહેચ્છાઓ પરિપૂર્ણ થાય. વ્રત-ઉપવાસ વધે. આંખોને લગતી કાળજી રાખવી. શક્ય હોય તો હવાઈ મુસાફરી ટાળવી. આ માસમાં પશુ-પંખીને વધુ ચણ ખવડાવવું.
(૨) લાગણીના સંબંધોમાં અતિશય વહેવું નહીં. પોતાના નાણાકીય પોર્ટફોલિયો અન્યને બતાવવો નહીં. નવાં ચશ્માં રાખવાથી વધારે શુભત્વ બની રહે.
(૩) વેપાર ધંધામાં બરકત આવે. માંગલિક કાર્યો કુટુંબમાં થાય. પાડોશી સાથે સંબંધો બગડે. ચણાની દાળ ગાયને નિત્ય ખવડાવવી.
(૪) ઊંઘની ગોળી લેવી પડે. વાદવિવાદમાં પડવું નહીં. ઇચ્છિત કાર્યો અવશ્ય થાય. શત્રુઓથી કાળજી રાખવી. ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડના પાસવર્ડની અવશ્ય સાવધાની રાખવી.
(૫) વિદેશમાં માન-સન્માન થાય. ફાઇનૅન્સ ના કાર્યો સાથે પ્રત્યક્ષ રીતે જોડાવ. સરકારી અધિકારીઓ સાથે ઝઘડા કે વાદવિવાદ થાય. પોતાના વાહનની ચાવી અન્ય કોઈ વ્યક્તિને આપવી નહીં.
(૬) ઘર કે ઑફિસમાં પાણીની ચકલી તૂટેલી હોય તો રિપેર કરાવશો. સગાં-સંબંધીઓ સાથે આર્થિક વ્યવહાર કરવો નહીં. નવા બુટ કે ચંપલ પહેરવા જેનાથી કાર્યશક્તિમાં વધારો થાય.
(૭) ખાનગી વાહન દ્વારા લાંબી મુસાફરી બને. શુભ સમય કહી શકાય. માનસિક ચિંતા ઘટતી જણાય. રંગીન પેન વાપરવાથી વધારે શુભત્વ રહે.
(૮) લાંબાગાળાની યોજનાઓથી ફાયદો. છૂપો પ્રેમ પ્રગટ થાય. ઇલેક્ટ્રોનિકસ ચીજવસ્તુઓ વારંવાર બગડે. દર બુધવારે આંશિક રકમ બૅન્કમાં ડિપોઝિટ કરવી.
(૯) અનેકવિધ જગ્યાઓ પરથી ધનપ્રાપ્તિ થાય. જૂના પ્રેમમાં ઝઘડા થાય. અકસ્માતથી વિશેષ કાળજી રાખવી. જમણા હાથે લાલ કલરની સાડી પહેરવી.

astrology life and style