સાપ્તાહિક રાશિભવિષ્ય: ક્લિક કરીને વાંચો શું છે તમારી રાશિમાં ખાસ

09 August, 2020 07:07 AM IST  |  Mumbai | Ashish Raval and Pradyuman Bhatt

સાપ્તાહિક રાશિભવિષ્ય: ક્લિક કરીને વાંચો શું છે તમારી રાશિમાં ખાસ

રાશિફળ

મેષ (અ,લ,ઈ): રોકાયેલાં કાર્યો કોઈની મદદથી પૂરાં થતાં જણાય. મહત્વનાં કાર્યોમાં પ્રગતિ સધાય. અંગત સમસ્યા આપની મૂંઝવણમાં વધારો કરશે માટે નેગેટિવ વિચારો છોડીને નિત્ય શાંત ચિતે ઓમકાર જપ કરવા.

વૃષભ (બ,વ,ઉ) : મહત્ત્વની સમસ્યાના ઉકેલ માટે સમાધાનથી વાતચીતનો દોર ચાલે. અભ્યાસ ક્ષેત્રે વધુ મહેનતની જરૂર જણાય. દરેક ક્ષેત્રે પ્રગતિકારક તકનું નિર્માણ થાય. આત્મવિશ્વાસ પૂર્ણ રાખશો. તમારા નિત્ય પૂજા-પાઠ ચાલુ રાખવા.

મિથુન (ક,છ,ઘ): કાર્યક્ષેત્રના પ્રશ્નો તેમ જ સામાજિક જવાબદારીઓ માનસિક બેચેન કરી શકે. કોઈ પણ કામમાં જોખમ ન ઉઠાવવા સલાહ છે. ધીરજથી સપ્તાહ પસાર કરવું. શિવજીને દરરોજ જળાભિષેક કરવો જેનાથી માનસિક શાંતિ જણાશે.

કર્ક (ડ, હ): અગાઉના મહત્ત્વના કામકાજમાં પરિણામમાં ખટાશ રાખવા મળે. કાર્યક્ષેત્રમાં અધિકારીઓ સાથે મતમતાંતર થયા કરે. મનમાં ઉત્સાહપૂર્ણ વિચારો, દુખદ સમાચાર મળવાથી ઊંઘ ન આવે. નિત્ય ગૌસેવાના દર્શન કરીને દિનારંભ કરવો.

સિંહ (મ,ટ): ચિંતાનાં વાદળ દૂર થતાં જણાશે. નવી તકને ઝડપવા વિલંબ ન કરવો હિતાવહ. પારિવારિક મતભેદ ટાળવા. માંગલિક કાર્યોસંબંધી નિર્ણય લેવામાં આવી શકે. નિત્ય સૂર્ય નમસ્કાર સાથે સૂર્યદેવતાને શુદ્ધ જળનો અર્ગ અવશ્ય આપો.

કન્યા (પ,ઠ,ણ) : ભાગ્યોદયની નવી તક ખૂલતી જણાય. વાહનસંબંધી પ્રશ્નોનો ઉકેલ આવી શકે. સામાજિક જીવનમાં યશ, પ્રતિષ્ઠામાં હાનિ થાય. વિદેશ જવાની તક મળે. શક્ય હોય તો દાન ઉચિત જગ્યાએ કરવું.

તુલા (ર,ત): ધર્મ-અધ્યાત્મ ક્ષેત્રે રસ રુચિ ન રહે. લગ્નોત્સુકને યોગ્ય જીવનસાથીની પસંદગી થઈ શકે. સર્વ પ્રકારે શુભ સમાચાર મળે. એકંદરે સાનુકૂળ સમય. માતાજીને સવાર-સાંજ ધૂપ-દીપ અવશ્ય કરવા.

વૃશ્ચિક (ન,ય): મુશ્કેલીઓની અવગણના કરી આગળ વધવું હિતાવહ. જમીન-મકાન, મિલકતના પ્રશ્નો વધુ ગૂંચવાય. નવા સાહસો વિચારીને કરવા. તમારા કરેલા કર્મનું ફળ મળતું જણાય. દરરોજ સાંજે માતાજીની આરતી અવશ્ય કરવી, તેનાથી વધુ સારી પ્રગતિ જણાય.

ધન (ભ,ધ,ફ,ઢ): આપનું વધુપડતું મૌન આપની અડચણોની દવા બની રહે. નવા સંબંધો રચાય અને લાભ થઈ શકે. કરજ અને વ્યાજથી દૂર રહેવું. આધ્યાત્મિક કાર્યોમાં સમય વધારે પસાર થાય. દિવસમાં અનુકૂળતા મુજબ ગુરુ-ગીતાનું પઠન કરવું.

મકર (ખ,જ): મનના મનોરથ ફળતા ન જણાય. યાત્રા-પ્રવાસ, ટૂંકી મુસાફરીમાં વિઘ્ન આવી શકે. ગૃહજીવનની બાબતો વધુ ગૂંચવાતી જણાય. નવા સાહસો ન કરવા. હનુમાન ચાલીસાના ૧૧ વખત પાઠ કરવા, તેનાથી આવનાર સમસ્યા દૂર ભાગશે.

કુંભ (ગ,સ,શ) : આગામી સપ્તાહમાં નાણાકીય વ્યવહારમાં કાળજી રાખવી. પેટને લગતી તકલીફો આવી શકે. લૉટરી કે અન્ય આકસ્મિક આવકની સંભાવના. મોટા ધર્મકાર્ય સંભવ. શક્ય હોય તેટલી વડીલોની કે નિરાશ્રિતોની સેવા કરવી.

મીન (દ,ચ,ઝ,થ): આગામી સપ્તાહમાં મનગમતા સમાચારની પ્રાપ્તિ સંભવ. નવા-નવા કાર્યનો શુભારંભ અવકાશ. કાયદાકીય બાબતમાં હકારાત્મક પરિણામ આવી શકે. યાત્રાનું આયોજન સંભવ. માનસિક ચિંતા દૂર થતી જણાય. દરરોજ શક્ય હોય તો સવારે મૌન રહેવાનો પ્રયાસ કરવો.

astrology