સાપ્તાહિક રાશિભવિષ્ય: જાણો કેવું રહેશે તમારું આ અઠવાડિયું

04 August, 2019 12:03 PM IST  |  મુંબઈ | જ્યોતિષાચાર્ય આશિષ રાવલ અને પ્રદ્યુમન ભટ્ટ

સાપ્તાહિક રાશિભવિષ્ય: જાણો કેવું રહેશે તમારું આ અઠવાડિયું

રાશિફળ

મેષ (અ,લ,ઈ) : મનમાં સતત ઉચાટ વધ્યા કરે. આકસ્મિક આવતી અડચણો આપના માટે દવા બની રહે. ખાનપાનમાં વિશેષ કાળજી રાખવી. સૂર્યદેવતાને નિયમિત જળથી અર્ગ આપવું.

વૃષભ (બ,વ,ઊ) : આરોગ્ય નરમ-ગરમ રહ્યા કરે. દિન-પ્રતિદિન શુભ સમાચાર મળ્યા કરે. નવી-નવી મુલાકાતથી આર્થિક લાભ. રાત્રે ચંદ્રદર્શન સાથે દૂધ પીને સૂવાથી શીઘ્ર ફળપ્રાપ્તિ થઈ શકે.

મિથુન (ક,છ,ઘ) : વડીલોનાં સલાહ-સૂચન લઈને કાર્યો કરવા. મિત્રો દ્વારા છેતરપિંડી થઈ શકે. રાત્રે વહેલા સૂઈ જવું. લખાણમાં સહી કરતી વખતે અવશ્ય ધ્યાન રાખવું. મહાદેવનાં દર્શન નિત્ય કરવા. 

કર્ક (ડ,હ) : પોતાના વિચારોનો અમલ કરાવવામાં વધુ જીદ ન પકડવી. યોગ્ય આયોજનથી ખર્ચા ઘટી શકે. લગ્નજીવનમાં મતમતાંતરો થયા કરે. કુળદેવીની ઉપાસના વધારે ફળે.

સિંહ (મ,ટ) : આપના કાર્ય વિચારોથી બીજાને પ્રોત્સાહન મળે. ખૂબ જ મહત્ત્વની વ્યક્તિ સાથે સીધો સંપર્ક થાય. નાણાકીય ભીડ દૂર થતી જણાય. હાથમાં નાડાછડી અવશ્ય પહેરવી.

કન્યા (પ,ઠ,ણ) : નોકરીના કાર્યક્ષેત્રમાં કામનું દબાણ વધે. પ્રવર્તમાન સમયમાં જીવવાનો પ્રયત્ન કરો, વધુ પડતા સ્વપ્નશીલ ન બનવું. અતિ ભાવુકતાથી સાવધ રહેવું. સ્વાર્થી વલણ છોડવાથી ફાયદો જણાશે.

તુલા (ર,ત) : કલા, સાહિત્યજગતની સાથે સંકળાયેલી વ્યક્તિઓનો વિશેષ સમય ગોલ્ડન બની રહે. શૅરબજારથી ધનલાભ. જૂની બચતોની વ્યાજની રકમ મોટી આવે. સૌભાગ્યવતી સ્ત્રીના આશીર્વચન પ્રાપ્ત કરવા.

વૃશ્ચિક (ન,ય) : વ્યાવસાયિક કાર્યથી બહાર જવાની સંભાવના. નવા-નવા કાર્યનો શુભારંભ થાય. સંતાન ન હોય તો સંતાનયોગ પ્રબળ બનવાની સંભાવના. ચોમેર શુભ સમાચાર મળે. બહારનું પાણી-પીવાથી અવશ્ય કાળજી રાખવી.

ધન (ભ,ધ,ફ,ઢ) : જવાબદારીવાળા કામમાં એકાગ્રતા અવશ્ય રાખવી. નાણાકીય વ્યવહારો સાચવીને કરવા. હરીફો ઉપર વિજય સંભવ. નોકરીમાં પ્રમોશન સાથે બદલી થાય. ધંધાદારી વર્ગ માટે ઉઘરાણી નિશ્ચિત રીતે ફસાય.

મકર (ખ,જ) : પોતાના કામ માટે ઊલટા-સૂલટા થઈ જવાથી વધુ મુશ્કેલી સર્જાય. હરીફની ચિંતા વધે. તબિયત-તંદુરસ્તી માટે વિશેષ કાળજી રાખવી. શ્રદ્ધા કરતાં કર્મને વધારે માનવું.

કુંભ (ગ,સ,શ) : કાનૂની પ્રશ્નો વધુ પેચીદા બને. અતિભાવુકતાથી સાવધ રહેવું. માનસિક ચિંતા વધ્યા કરે. વાયુ તેમ જ પાચનશક્તિની તકલીફો વધે. મહાદેવની ઉપાસના અતિશ્રેષ્ઠ.

મીન (દ,ચ,ઝ,થ) : પોતાના ધંધામાં અને બજારોની વધઘટમાં વિશેષ રુચિ રહે, રાત્રે ઊંઘ ન આવે. મિત્રવર્તુળનો સાથ મળ્યા કરે. જીવદયા કર્મ નિત્ય કરવું.

astrology