સાપ્તાહિક રાશિભવિષ્ય: જાણો કેવું રહેશે તમારું આ અઠવાડિયું

30 June, 2019 07:43 AM IST  |  મુંબઈ | જ્યોતિષાચાર્ય આશિષ રાવલ અને પ્રદ્યુમન ભટ્ટ

સાપ્તાહિક રાશિભવિષ્ય: જાણો કેવું રહેશે તમારું આ અઠવાડિયું

રાશિફળ

મેષ (અ,લ,ઈ) : લાંબા સમયનાં બાકી કામો પૂર્ણ થાય. આયોજનપૂર્વક કામ કરવાથી આર્થિક વધુ ફાયદો. મિત્રોની મુલાકાત ખૂબ જ સારી બને. બચત/રોકાણ વધારવા માટે લક્ષ્મીની ઉપાસના ઉત્તમ.

વૃષભ (બ,વ,ઊ) : પ્રેમપ્રસંગો તૂટે. અનેકવિધ જગ્યાએથી આર્થિક લાભ. વાણી પર વિરામ/સંયમ રાખવો. બહારનું પાણી ન પીવું. ગૌસેવા કરવાથી વધારે આર્થિક લાભ બને.

મિથુન (ક,છ,ઘ) : ચોપગા પશુથી કાળજી રાખવી. વ્યસન ન થાય એના માટે મનોબળ દૃઢ રાખવું. ભગવાન શ્રીકૃષ્ણનાં દર્શન નિત્ય કરવા.

કર્ક (હ,ડ) : પાણીજન્ય રોગોથી સચેત રહેવું. માનસિક ચિંતા હળવી થાય. સામૂહિક પ્રવાસ-પર્યટન થઈ શકે. સફેદ પરિધાન પહેરવાથી સવિશેષ ફાયદો તેમ જ સેન્ટ કે અત્તર અવશ્ય છાંટવું.

સિંહ (મ,ટ) : નોકરિયાત વર્ગ માટે ગોલ્ડન ટાઇમ. નવી-નવી મુલાકાતોથી લાભ. લોખંડની ચીજવસ્તુ ખરીદ કરવી નહીં. પોતાનું વાહન અન્ય વ્યક્તિને વાપરવા ન આપવું.

કન્યા (પ,ઢ,ણ) : આંખોને લગતી તકલીફ થાય. લાંબી મુસાફરી ન કરવી. નોકરી-ધંધામાં વધારે શુભ તક. જૂની ચીજવસ્તુ સંઘરવાથી ભાગ્યની ઉન્નતિ ઘટે માટે અન્ય વ્યક્તિને નિ:શુલ્ક આપી દેવી.

તુલા (ર,ત) : વિદેશની સફર થઈ શકે. આયાત-નિકાસ કરનાર વેપારી વર્ગને સાનુકૂળ સમય. વડીલો તરફથી ભેટ-સોગાત મળ્યા કરે. નવી ઘડિયાળ કે પાકિટ લેવાથી સવિશેષ લાભ.

વૃશ્ચિક (ન,ય) : માનસિક ચિંતા ઘટે અને માન-સન્માન વધવાના યોગ. મિલકતનાં રોકાણોમાં ખોટા પૈસા ફસાઈ ન જાય એની કાળજી રાખવી. શેરબજારના રોકાણમાં શુભ સમય. એલેક્ઝાન્ડર સ્ટોન પર્સમાં રાખવાથી વિશેષ લાભ.

ધન (ભ,ધ,ફ,ઢ) : આવક વધવાની સામે ખર્ચ વધે. મહત્વનાં દૈવી કાર્યો થાય. ડાયાબિટીઝ જેવા રોગો માટે કાળજી રાખવી. ચામડાની કોઈ પણ પ્રકારની ચીજવસ્તુ ખરીદવી નહીં.

મકર (ખ,જ) : કોર્ટ-કચેરીના અશુભ બનાવો વચ્ચે શુભ તક મળી શકે. સ્નાયુને લગતી તકલીફો વધે. નજીકનાં સગાંસંબંધીઓ જોડે સંબંધો બગડે. નિત્ય પશુ-પંખીને ચણ નાખવું.

કુંભ (ગ,સ,શ) : લાંબા ગાળાનાં રોકાણોથી સચેત રહેવું. મિત્ર-મંડળ દ્વારા સંબંધો બગડી શકે. નવી-નવી ઇલેક્ટ્રોનિક્સ ચીજવસ્તુની ખરીદી થાય. મહાદેવજીનાં દર્શન હિતકારી રહે.

મીન (દ,ચ,ઝ,થ) : શ્વાસ કે પગના તળિયાને લગતી તકલીફો વધે. વહીવટદાર તરીકે કોઈ સંસ્થામાં નિયુક્તિ થઈ શકે. લાંબા ગાળાના સંબંધોથી અગાઉનાં બાકી કામો ફટાફટ ઉકેલાય. ગુરુવારનું એકટાણું કરવાથી વિશેષ લાભ.

astrology