સાપ્તાહિક રાશિભવિષ્ય: જાણો શું કહે છે તમારું રાશિફળ

29 December, 2019 08:00 AM IST  |  Mumbai | Jyotishacharya Ashish Rawal And Pradyuman Bhatt

સાપ્તાહિક રાશિભવિષ્ય: જાણો શું કહે છે તમારું રાશિફળ

રાશિફળ

મેષ (અ,લ,ઈ) : સંપૂર્ણપણે આરોગ્યની સુખાકારી જળવાઈ રહેશે. સુખ-સુવિધામાં વધારો થાય. સામાજિક જવાબદારી કંઈક અંશે ઘટે. ગાયત્રી મંત્રની માળા એક અવશ્ય કરવી.

વૃષભ (બ,વ,ઊ) : અટકેલાં કાર્યો પૂર્ણ થવાની સંભાવના લાગે. રોજગાર સંબંધી સમસ્યા હલ તાત્કાલિક રીતે થાય. સામાજિક જવાબદારીના પ્રશ્નો વધારે ઘેરાતા જણાય. બોલવામાં તોતડાપણાની તકલીફ પડી શકે. 

મિથુન (ક,છ,ઘ) : નવી તક ઝડપવા વિલંબ થઈ જાય. કોઈ પણ કાર્ય પૂરું કરવામાં ધીરજ ન રહે. કાર્યક્ષેત્રમાં નવો પ્રોજેક્ટ મળી શકે. ઈષ્ટદેવનું ધ્યાન ધરી કાર્યનો શુભારંભ કરવો.

કર્ક (હ,ડ) : અટવાયેલી કાયદાકીય બાબતોમાં ગુચ નીકળે. કાર્યક્ષેત્રમાં સંવાદિતા જળવાઈ રહેશે. મહત્વના કાર્યમાં ખાતર પર દિવેલ રાખવા જેવી પરિસ્થિતિ બને.

સિંહ (મ,ટ) : વેપાર-વ્યવસાય માટે કરેલો પ્રવાસ લાભદાયી નીવડે. રાજકીય ક્ષેત્રે પદ-પ્રતિષ્ઠામાં વધારો થાય. નવા વાહનની લે-વેચનો ધંધો ટૂંકા સમય માટે ફળે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા નિશ્ચિત રીતે મળે. સૂર્ય મંત્ર નિયમિત ગણવા.

કન્યા (પ,ઢ,ણ) : આગામી સપ્તાહમાં હતાશાનાં વાદળ વિખરાતાં જણાય. આવક-જાવકનાં પલ્લાં સરખાં જ રહે. પારિવારિક નિર્ણય ઉતાવળથી લેવાય. હંમેશાં હકારાત્મક વિચારો જ રાખવા.

તુલા (ર,ત) : પોતાના વિચારોનો અમલ કરવામાં વધુ જીદ ન પકડવી. બિનજરૂરી વિવાદોમાં ફસામણ વધે. મોસાળના સંબંધોમાં મત-મતાંતર થઈ શકે. વધુ પડતી કરકસરવાળો સ્વભાવ ન રાખો.

વૃશ્ચિક (ન,ય) : દલીલબાજી કરીને વધુ સમય વેડફાય. રાત્રે સ્વપ્નમાં આવેલ બાબતો સાચી પડે. આપ જો સંયુક્ત પરિવારમાં રહેતા હો તો અલગ મકાનમાં રહેવાનો અવસર આવી શકે. પાણીજન્ય રોગો થવાની સંભાવના હોવાથી સતત કાળજી રાખવી.

ધન (ભ,ધ,ફ,ઢ) : માંગલિક કાર્યોમાં મોકાણના સમાચાર મળી શકે. ધર્મ-અધ્યાત્મ ક્ષેત્રે વધુ રુચિ થતી જોવા મળે. આકસ્મિક મિત્રની મદદ મળે. હનુમાન ચાલીસા કે શનિ ચાલીસાના પાઠ નિયમિત કરવા.

મકર (ખ,જ) : વિદેશ જવાની તક મળે. વારંવાર કામકાજમાં ભૂલો થતી જણાય. મહત્ત્વનાં કામો માટે પ્રવાસ લાભદાયી નીવડે. કબજિયાતની તકલીફ જણાય માટે યોગ્ય દવાનો ઉપચાર કરવો.

કુંભ (ગ,સ,શ) : મિત્રો સાથે બહાર ફરવાનો અવસર આવે. નોકરી સાથે અન્ય કામકાજ મળવાથી આવક વધે. નજીકના સગા સાથે વાદ-વિવાદ થઈ શકે. ડાબા પગે વાગવાની શક્યતા પણ રહેલી છે.

મીન (દ,ચ,ઝ,થ) : જૂની બાબતો અંગે માનસિક વિચાર સતત આવ્યા કરે. સત્સંગ, પ્રવચનમાં વધુ સમય વ્યતિત થાય. નાનાં બાળકો સાથે પ્રવાસ થવાની સંભાવના. કોઈ પણ મહત્ત્વનું કાર્ય લખીને જ અવશ્ય કરવું.

astrology