સાપ્તાહિક રાશિભવિષ્ય: જાણો કેવું રહેશે તમારું આ અઠવાડિયું

25 August, 2019 07:39 AM IST  |  મુંબઈ | જ્યોતિષાચાર્ય આશિષ રાવલ અને પ્રદ્યુમન ભટ્ટ

સાપ્તાહિક રાશિભવિષ્ય: જાણો કેવું રહેશે તમારું આ અઠવાડિયું

રાશિફળ

મેષ (અ,લ,ઈ): રાજકીય મહાનુભાવો સલાહ-સૂચન લેવા માટે આવે. વિજાતીય પાત્રથી આર્થિક લાભ. નોકરિયાત વર્ગને ઇજાફો મળે. કાળા કૂતરાને બુંદીના લાડુ ખવડાવવા.

વૃષભ (બ,વ,ઉ): મનગમતાં કામ લાંબા સમયથી અટકે. આર્થિક રીતે છેતરપિંડી, નુકસાની થવાની પ્રબળ સંભાવના. સસુરાલ પક્ષથી શુભ સમાચાર. માછલીને લોટ ખવડાવવો.

મિથુન (ક,છ,ઘ): અનેકવિધ મહત્વના નિર્ણયો ખોટા લેવાય. લાંબી મુસાફરી ટાળવી. ફૂડ પોઈઝન થઈ શકે. કપડાની બેગ ચોરાઈ શકે. હીજડાને લાલ બંગડી આપવી. સાથોસાથ કુળદેવી ઉપાસના કરવી.

કર્ક (હ,ડ): મહત્વના કાગળોમાં સહી કરતાં કાળજી રાખવી. વિશ્વાસઘાત થઈ શકે. નાના ભાઈ-ભાંડુથી આર્થિક ધનલાભ. ચિંતાશીલ સ્વભાવ ન રાખવો. નાની બાળકીઓને ચોકલેટ ખવડાવવી.

સિંહ (મ,ટ): મળેલી તકો સારી રીતે સંભાળવી. મહત્વની બાબતો ગોપનીય રાખવી. નજીકના મિત્રોનો સહયોગ સારો મળે. સ્વભાવમાં ખૂબ જ સૌમ્યતા રાખવી. નજીકના સ્વજનની તબિયત બગડવાની વિશેષ સંભાવના. રવિવારે બાલ, દાઢી ન કપાવવા.

કન્યા (પ,ઠ,ણ) : આકસ્મિક લક્ષ્મી પ્રાપ્તિ થાય. થાઇરોડ થવાની શક્યતા. સંગીત, નાટય, ડ્રામા ક્ષેત્રે સારી પ્રગતિ થઈ શકે. વાહનની ચાવી ખાસ સાચવવી. પીપળના ઝાડને નિત્ય પાણી રેડવું.

તુલા (ર,ત): નવી-નવી ઇલેક્ટ્રોનિક્સ ચીજવસ્તુની ખરીદી થાય. ભાગીદારી ધંધો કરનાર વર્ગને ઝઘડા થાય. બૅન્કની લોન લીધેલ હોય તો ઝડપથી ભરાઈ જાય. માતાજીને મિક્સ મીઠાઈ ધરાવવી.

વૃશ્ચિક (ન,ય): જબરદસ્ત યાદશક્તિ હોવાને કારણે આર્થિક ધનલાભ મળે. શત્રુ પર વિજય. મોસાળમાં માન-સન્માન વધે. સંતાનો વિદેશમાં ડંકો વગાડે. ગણપતિનાં નિત્ય દર્શન કરવા તેમ જ નામાવલી વાંચવી.

ધન (ભ,ધ,ફ,ઢ): નોકરી-ધંધા સાથે સામાજિક પ્રવૃત્તિઓ વધે. નવું મકાનયોગ આકસ્મિક બને. નવા-નવા સંબંધો દ્વારા મહત્વના પ્રશ્નો ઉકેલાય. લખવામાં કાળી પેન વાપરવી.

મકર (ખ,જ): તબિયત-તંદુરસ્તીના પ્રશ્નો વધે. રસ્તામાંથી ચાંદીની ચીજવસ્તુ મળી શકે. વારંવાર વાહન બગડવાના પ્રશ્નો બને. શુક્રવારે દરગાહ પર જઈને ચાદર ચડાવવાથી પેચીદા પ્રશ્નો હલ થાય.

કુંભ (ગ,સ,શ) : વાણી-વ્યવહારથી નજીકના સંબંધ બગડી શકે. શૅરબજારથી આર્થિક ધનલાભ. આધ્યાત્મિક શિબિરના આયોજક બનશો. પેશાબમાં બળતરા થયા કરે, માટે નિદાન કરાવવું. ગરીબોને ગરમા- ગરમ ચા પીવડાવવાથી માનસિક શાંતિ લાગશે.

મીન (દ,ચ,ઝ,થ): નવાં-નવાં વાંચનથી મન પ્રફુલ્લિત બને. કોર્ટ-કચેરીના કામમાં સફળતા. અજાણી જગ્યાએ રાતવાસો ન કરવો. આંખોમાં તકલીફ વધે. ગુરુ ગ્રહની વીંટી જમણા હાથની પ્રથમ આંગળી પર પહેરવી.

astrology