સાપ્તાહિક રાશિભવિષ્ય: જાણો કેવું રહેશે તમારું આ અઠવાડિયું

23 February, 2020 07:30 AM IST  |  Mumbai | Ashish Rawal and Pradyuman Bhatt

સાપ્તાહિક રાશિભવિષ્ય: જાણો કેવું રહેશે તમારું આ અઠવાડિયું

રાશિફળ

મેષ (અ,લ,ઈ): જાહેર સંસ્થાકીય કામકાજ અંગે બહારગામ જવાનું થાય. અગાઉના કેસો માટે કોર્ટ-કચેરીના કાર્યમાં પ્રારંભિક રૂકાવટ આવે. ઉશ્કેરાટ-આવેશમાં આવી જઈને મહત્વનો નિર્ણય ખોટો લેવાઈ જાય. બહારના ગુપ્ત શત્રુઓથી સંભાળવું.

વૃષભ (બ,વ,ઉ): આપના કાર્યમાં સ્ત્રીવર્ગનો સાથ-સહકાર સારો મળે. ધંધામાં આકસ્મિક ઘરાકી સારી થઈ જાય. ગળામાં નાનકડું ઑપરેશન આવવાની સંભાવના. બજારુ મીઠાઈ ન ખાવી.

મિથુન (ક,છ,ઘ): આપણા ધાર્યા મુજબનું કાર્ય કરવામાં સાનુકૂળતા રહે. સરકારી કામકાજમાં અવરોધ વધે. આકસ્મિક ખર્ચાઓ વધી જાય. બુધવારે શિવજીને લીલું નાળિયેર પણ અવશ્ય અર્પણ કરીને દર્શન કરવા.

કર્ક (ડ,હ): મનના વિચારોમાં નકારાત્મકતા વધી જાય. આપની વફાદારીના ઉત્તમ ફળ ચાખવા મળે. ઘર કે ઑફિસમાં પોતાની વાત યોગ્ય સમયે રજૂઆત મૂકવી. કોઈની ઉપર અતિશય વિશ્વાસ કરવો નહીં.

સિંહ (મ,ટ): મિત્રોનો સાથ-સહકાર સારો મળી રહે. નોકરી-ધંધાના કામમાં ચિંતા હળવી થઈ જાય. વડીલોના શુભાશિષ પ્રાપ્ત કરવા.

કન્યા (પ,ઠ,ણ) : ઘર પરિવારની ચિંતાના લીધે કામમાં મન લાગે નહીં. આપને નોકરીના  કામકાજ અંગે બહાર જવાનું આવે, તેમાં માંદગી આવી શકે. આકસ્મિક ખર્ચાને પહોંચી વળવા નવી લોન લેવાનો સમય આવે. જમણા હાથની ચોથી આંગળીએ બુધનું નંગ ધારણ કરો.

તુલા (ર,ત): આપની બઢતી-બદલીના પ્રશ્નમાં વિશેષ પ્રગતિ જણાય. વિજાતીય પાત્રનો સાથ-સહકાર સારો મળી રહે. સ્કૂલ-કૉલેજના જૂના મિત્રો મળવાથી પોતાની માનસિક સમસ્યા હળવી થઈ જાય. નિત્ય કુળદેવીના દર્શન કરીને બહાર જવું.

વૃશ્ચિક (ન,ય): પારિવારિક મતભેદ-મનભેદ વધતા જણાય. આર્થિક પરિસ્થિતિમાં બદલાવ ઓચિંતા ન આવતો જણાય. નવસર્જનના વિચારો આવે. શુક્રવારે અંબાજી માતાનાં દર્શન કરવાથી ધનલાભ થઈ શકે!

ધન (ભ,ધ,ફ,ઢ): મહત્વની વ્યક્તિનો પરિચય થવાથી અટકેલાં કાર્યો થાય. મનોરંજન, આનંદપ્રમોદમાં આગામી સપ્તાહ પસાર થાય. કાર્યક્ષેત્રમાં નવા કરાર સંભવે. ગુરુવારે ગાયને ચણાની દાળ ખવડાવવી, તેનાથી વિશેષ ફાયદો થતો જણાય.

મકર (ખ,જ): જૂની બીમારીનું નિરાકરણ આવતું જણાય. સકારાત્મક વિષયો સાથે જોડાયેલા રહો, મનની ચિંતા હળવી થતી લાગે. સમય, નાણાંનો વ્યય થતો અટકાવવો. ગરીબોને ચવાણું વહેંચો.

કુંભ (ગ,સ,શ) : અતિ ભાવુકતા વ્યવહારમાં વધી જાય. પેઢુ, કિડની, કમરને લગતી તકલીફો વધે. જૂની વિચારધારાને વધારે વળગી રહો. નિત્ય હનુમાનજીનાં દર્શન ઉત્તમ બની રહેશે.

મીન (દ,ચ,ઝ,થ): સામાજિક યશ, પ્રતિષ્ઠામાં વધારો થતો જોવા મળે. લગ્નોત્સુક યોગ્ય જીવનસાથીની પસંદગી થઈ શકે. ભાગ્યોદયની તક વધતી જણાય. ‘ઓમ રીમ ગુરુવે નમઃ’ની એક માળા નિત્ય કરવી.

astrology