સાપ્તાહિક રાશિભવિષ્ય: જાણો કેવું રહેશે તમારું આ અઠવાડિયું

22 December, 2019 08:10 AM IST  |  Mumbai | Jyotishacharya Ashish Rawal And Pradyuman Bhatt

સાપ્તાહિક રાશિભવિષ્ય: જાણો કેવું રહેશે તમારું આ અઠવાડિયું

રાશિફળ

મેષ (અ,લ,ઈ): યાત્રા-પ્રવાસ યાદગાર રીતે સફળ બને. અંગત સંબંધોમાં સામાન્ય કડવાશ અનુભવાય. જૂના રોગમાંથી આંશિક રાહત જણાશે. નિત્ય ઈસ્ટ સુમીરનથી માનસિક શાંતિ લાગે.

વૃષભ (બ,વ,ઉ): સંયુક્ત પરિવારમાં કલેશ વધે. ધંધા-વ્યવસાયમાં દિવ્ય આનંદમય સમય જણાશે. અટકેલાં કાર્યો નવી રીતે પૂર્ણ થાય. શુક્રવારનું એકટાણું કરવાથી શીઘ્ર ધનલાભ.

મિથુન (ક,છ,ઘ): પારિવારિક સુખ ઉત્તમ જણાય. નવા સંબંધોમાં આંધળુકિયા નિર્ણય લેવાય. નોકરીના કાર્યક્ષેત્રમાં બઢતી-બદલીની સંભાવના. દેવ-મંદિરમાં દર્શન નિત્ય કરવા.

કર્ક (ડ,હ): નોકરી-ધંધાના કાર્યક્ષેત્રમાં વધુ કાર્યભાર જણાય. નવી-નવી તકોનું સર્જન થાય. આરોગ્યને લગતા કોઈ પણ લખાણની અવગણના ન કરવી. જમીન-મકાન સંપત્તિ દ્વારા આવક પ્રાપ્ત થાય. આગામી સપ્તાહે મનોરંજન પાછળ ખર્ચ વધે નહીં તેની અવશ્ય તકેદારી રાખવી.

સિંહ (મ,ટ): કાર્યક્ષેત્રમાં સંવાદિતા જણાય. દાંપત્યજીવનમાં શાંતિ જળવાઈ રહે. ખાનપાનમાં વિશેષ કાળજી રાખવી.

કન્યા (પ,ઠ,ણ) : મનમાં વિચારો સતત આવ્યા કરે. પેટ, કમર, મસ્તકમાં દર્દની પીડા વધ્યા કરે. ગાયને નિયમિત ઘાસ ખવડાવો.

તુલા (ર,ત): આકસ્મિક ઉપાધિ-ચિંતા આવે. વધારાના કામમાં બરકત ન આવે. બૅન્કનાં કામો સરળતાથી પૂર્ણ થાય. વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરવાથી શીઘ્ર ધનપ્રાપ્તિ.

વૃશ્ચિક (ન,ય): સાંજ પડતાંની સાથે માનસિક ચિંતા-ઉચાટ રહ્યા કરે. બંધનમાં ન હોવા છતાં બંધનમુક્ત જેવી પરિસ્થિતિ રહે. વાહન ચલાવતા પડી જવાય. દેવમંદિરના ઝઘડાની પતાવટમાં પડવું નહીં.

ધન (ભ,ધ,ફ,ઢ): વાતવાતમાં ઉશ્કેરાટ, ગુસ્સો આવે. સામેની વ્યક્તિની ભૂલના કારણે નુકસાની આવી પડે. કોઈ પણના દોરવાયા દોરવાઈ જવું નહીં.

મકર (ખ,જ): વિવાદ, બીમારીમાં વધારો થાય. પોતાની વાત સામેની વ્યક્તિ સમજી ન શકે. સગાં-સંબંધી, મિત્રના કામકાજમાં ઉચાટ રહ્યા કરે. શનિદેવને ૨૧ લગની પડીકી બનાવી અર્પણ કરવી.

કુંભ (ગ,સ,શ) : રસ્તામાં આંખમાં તકલીફ વધે. કોઈ પણ નિર્ણય ખોટો લેવાય. વધારે મુશ્કેલીનો અનુભવ થાય. અપેક્ષિત રકમ મળવાના છેલ્લા સમયે ન મળે. હનુમાન ચાલીસાનો પાઠ નિયમિત કરવાથી બાકી કામ ઉકેલાય.

મીન (દ,ચ,ઝ,થ): રોકાણોમાં નજીવું નુકસાન થાય. રાત્રે ઊંઘ ઓછી આવે. વારંવાર ઘરમાં ઈલેક્ટ્રિક ચીજવસ્તુઓ બગડે. ગુરુવારે ચણાની દાળનું બ્રાહ્મણને દાન કરવું.

astrology