સાપ્તાહિક રાશિભવિષ્ય: જાણો જ્યોતિષ મુજબ કેવું રહેશે આ અઠવાડિયું

17 May, 2020 07:27 AM IST  |  Mumbai | Ashish Rawal and Pradyuman Bhatt

સાપ્તાહિક રાશિભવિષ્ય: જાણો જ્યોતિષ મુજબ કેવું રહેશે આ અઠવાડિયું

રાશિફળ

મેષ (અ,લ,ઈ) : કાર્યક્ષેત્રની મુશ્કેલીઓમાંથી બહાર નીકળશો. સામાજિક ચિંતાનો ઉકેલ આવતો જણાય.  અણધાર્યા સમાચારથી ખુશીનો સમય આવતો જણાય. વારંવાર નિર્ણયો બદલવાથી સામાજિક જીવનમાં છાપ ખરાબ પડે. નિત્ય ગણેશજી તથા કુળદેવીની ઉપાસના ઉત્તમ બની રહેશે.

વૃષભ (બ,વ,ઉ) : કાર્યક્ષેત્રનો બોજ ઓછો કરવામાં ચતુરાઈથી કામ લેવું. કળા-જગતની સાથે સંકળાયેલી વ્યક્તિઓને લાભ થાય. વિલંબમાં પડેલ કાર્ય આગળ વધી શકે. સ્વાસ્થ્યમાં સામાન્ય બદલાવટની અનુભૂતિ સંભવ. ગાયત્રી મંત્રની એક માળા નિયમિત કરવાથી અટકેલાં કાર્યો પૂર્ણ થશે.

મિથુન (ક,છ,ઘ) : નાના સંતાનની તબિયત અંગે ચિંતા સતાવે. સામાજિક કાર્યોમાં સફળતા બધાના સહયોગથી થઈ શકે. વાણી, વિવેક, સમય, શક્તિ અને નાણાંનો વ્યય ન કરવો. નિત્ય શિવજીનાં દર્શન કરીને કાર્યરંભ કરવો, એનાથી માન-સન્માન સાથે પદ-પ્રતિષ્ઠા સારી મળે.

કર્ક (ડ,હ) : આર્થિક ક્ષેત્રમાં મનોવાંછિત પરિણામ જણાય. આવકના સ્રોત ધીમે ધીમે ખૂલતા જણાય. ઉતાવળિયો નિર્ણય મોટું આર્થિક નુકસાન કરાવી શકે. રાત્રે સૂતી વખતે ચંદ્રના દર્શન તથા રાત્રે એક ચમચી ઘી પીને સૂવું.

સિંહ (મ,ટ) : સંવેદનશીલ નિર્ણયો વિચારીને લેવા. ધીરજના ફળ મીઠા ધ્યાનમાં રાખીને કામ કરવું. અતિ ઉતાવળે નિર્ણય ન લેવો. યોગ્ય આયોજન અને મર્યાદિત સાહસ કરવાથી સારી સફળતા પ્રાપ્ત થાય. સૂર્યદેવતાને દરરોજ શુદ્ધ જળમાં અક્ષત નાખીને નિત્ય અર્પણ કરો, તેનાથી અનેકવિધ શુભ બદલાવટ જોવા મળશે.

કન્યા (પ,ઠ,ણ) : પ્રોપર્ટીના પ્રશ્નોનું સકારાત્મક પરિણામ મળે. અંગત સંબંધોમાં શંકાની તિરાડ પડે. નિર્ધારીત કાર્યો આગળ ધીમે ધીમે વધે. યજ્ઞાદિનું આયોજન સંભવ. તન, મન, ધન અંગેની ચિંતા માનસિક રીતે સતાવે. બુધ ગ્રહની યંત્રની પૂજા નિયમિત કરવી.

તુલા (ર,ત) : વાક્ચતુરાઈથી ધાર્યું કામ પાર પડી શકે. મળેલી તક હાથતાળી આપે. આરોગ્ય અંગે વધુ સાવધ રહેવું. ઉતાવળિયો નિર્ણય અસફળતા અપાવે. વારંવાર યાત્રાપ્રવાસ ન કરવો. મા લક્ષ્મીપૂજન સંધ્યા સમયે કરવું.

વૃશ્ચિક (ન,ય) : ગૃહજીવનની બાબતો વધુ ગૂંચવાય. અશાંતિનાં વાદળો વિખેરાય. ભાગીદારી કાર્યમાં સફળતા સારી મળે. વેપાર-વ્યવસાય માટે વધુ સારો પ્રગતિકારક સમય. શૅર-સટ્ટાથી લાભ-ફાયદો મોટો થઈ શકે. માસીની વધુ તકેદારી રાખવાથી તેના છૂપા આશીર્વાદ મળી શકે.

ધન (ભ,ધ,ફ,ઢ) : વડીલોના આશીર્વાદથી નવા કામની શરૂઆત યાદગાર બની રહે. નકારાત્મક લાગણીઓમાં આવવું નહીં. આર્થિક ઉન્નતિ સારી જોવા મળે. ગૃહજીવનમાં સાનુકૂળતાનો સમય. વિદેશથી શુભ સમાચાર. નિત્ય ઇષ્ટદેવ દ્વારકાધીશનાં દર્શન અવશ્ય કરવા.

મકર (ખ,જ) : આકસ્મિક રીતે ચાલુ નોકરી તાત્કાલિક અસરથી જઈ શકે. પારિવારિક પ્રશ્નોની અંદર ન કહેવાય અને ન સહેવાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય. વાયુને લગતા દરદો વધી શકે. આયુ, આરોગ્ય તથા નોકરી અંગેની ચિંતા વધુ સતાવે, નિત્ય હનુમાન ચાલીસાનો પાઠ કરવો.

કુંભ (ગ,સ,શ) : મહેનતનું ફળ સારું જોવા મળે. નોકરી જવાની માનસિક ચિંતાઓ વધતી જણાય. આર્થિક તકલીફો વધી શકે. મહત્વના નિર્ણય ફટાફટ લઈ લેવા. પારિવારિક સમયમાં ઝઘડાઓ વધી શકે. હનુમાનજીના દર્શન છબીમાં કરવા તેમ જ બજરંગબાણનો પાઠ અવશ્ય કરવો.

મીન (દ,ચ,ઝ,થ) : કાર્યક્ષેત્રમાં પ્રમોશન મળવાની વાતો વધે. ડાયાબિટીસ, દમ, લકવા તથા શ્વાસને લગતી તકલીફો આવી શકે. અવિચારી નિર્ણય મુશ્કેલીઓ સર્જી શકે. ઈષ્ટ ઉપાસના નિત્ય ચાલુ જ રાખવી.

astrology