સાપ્તાહિક રાશિભવિષ્ય: જાણો કેવું રહેશે તમારું આ અઠવાડિયું

14 June, 2020 07:40 AM IST  |  Mumbai Desk | Ashish Rawal and Pradyuman Bhatt

સાપ્તાહિક રાશિભવિષ્ય: જાણો કેવું રહેશે તમારું આ અઠવાડિયું

પ્રતીકાત્મક તસવીર

મેષ (અ,લ,ઈ) : આગામી સપ્તાહ મનગમતા કાર્યની શરૂઆત સાથે શરૂ થશે. અટકેલા કાર્યને પાર કરવામાં ધીરજ અવશ્ય રાખવી. ગૃહજીવનમાં સમજણથી કાર્ય કરવું. અનિવાર્ય પરિસ્થિતિ બેચેન કરી શકે છે. શુદ્ધ ઘીનો દીવો ગણેશજીને કરી દિવસની શરૂઆત કરવી.
વૃષભ (બ,વ,ઊ) : કોઈ લાભકારક તક આવતી જણાય. ભવિષ્યની યોજનાનું આયોજન સંભવ બની શકે. કાર્યક્ષેત્રમાં નવી સમજૂતી કરાર સંભવ. નજીકના સ્વજનથી નાણાંનો સહકાર આકસ્મિક મળી રહે. નિત્ય પૂજા-પાઠ કરવાના ચાલુ રાખવા, શ્રદ્ધા વધારે મજબૂત કરશો.
મિથુન (ક,છ,ઘ) : આગામી સપ્તાહ ખૂબ જ ધીરજ રાખી પસાર કરવું પડે. નિર્ધારિત કાર્ય ધીમે-ધીમે આગળ વધે. સાહસકાર્યો વિચારીને કરવા હિતાવહ. કાયદાકીય બાબતોને કારણે માનસિક ચિંતાઓનો ઘેરાવો વધે. બુધવારે લીલા કલરનો રૂમાલ સાથે રાખવો. નિત્ય શિવજીનાં દર્શન ઉત્તમ બની રહેશે.
કર્ક (હ,ડ) : આગામી સપ્તાહે આપના મનની બેચેની વધતી જણાય. અણધાર્યા ખર્ચનું પ્રમાણ ઘટે. લગ્નજીવનમાં વધારે સાનુકૂળ સમય. વધુ પડતાં આધ્યાત્મિક કાર્યોમાં સમય વ્યતિત ન કરશો. જળઘાત ગણાવી શકાય. નિત્ય પોતાની માતાને પગે લાગીને જવાથી મનના મનોરથ પૂર્ણ થઈ શકે.
સિંહ (મ,ટ) : આગામી સપ્તાહમાં વડીલોના આશીર્વાદ લઈ નવા કાર્યક્ષેત્રની શરૂઆત કરવી. તકને ઝડપવામાં વિલંબ ન કરવો હિતાવહ રહેશે. નજીકના મિત્રોથી વિશ્વાસઘાત થવાની સંભાવના. આવક-જાવક લગભગ સરખા જ રહે. નવા આરોગ્યની ચિંતા અંગે નિરાકરણ તરત આવી જાય. કાળા કૂતરાને દૂધ સમયાંતરે પીવડાવો.
કન્યા (પ,ઢ,ણ) : જૂના વાદવિવાદોનું નિવારણ થાય. વિદ્યાર્થી વર્ગ અને ઉચ્ચ અભ્યાસમાં સફળતા સારી મળે. દાંપત્ય જીવનમાં પ્રશ્નનો સમાધાન થાય. સુષુપ્ત થયેલા જૂના રોગો બહાર આવી શકે. માતાજીની ઉપાસના, આરાધના વધુ ફળશે.
તુલા (ર,ત) : આગામી સપ્તાહથી સતત વ્યસ્તતાનું પ્રમાણ બની રહેશે. પારિવારિક મધુરતા સારી જળવાઈ રહે. ખોટા વાદવિવાદ કે ચુંગલથી બચવું. મિત્રતામાં નાણાકીય વ્યવહાર સમયસર ન જળવાય. પત્નીની સલાહ મુજબ પૂજાપાઠ નિત્ય કરજો.
વૃશ્ચિક (ન,ય) : આગામી સપ્તાહમાં મહત્ત્વના મહાનુભાવ સાથે પરિચય થાય. હાલમાં રોજિંદા કાર્યોથી કંઈક અલગ-અલગ કરવાનું મન થાય. સામાજિક કાર્યો વધુ વેગવંતા બને. વાઇરલ અંગેની તબિયતની કાળજી રાખવી. અંબાજી માતાની ઉપાસના, દર્શન ઉત્તમ બની રહેશે.
ધન (ભ,ધ,ફ,ઢ) : આગામી સપ્તાહમાં વેપાર-વ્યવસાય-ધંધામાં આનંદમય બની રહે. ઓછું બોલવું અને તમારા કાર્યને બોલવા દેવું. પારિવારિક વાદવિવાદ ટાળવો. જૂના પડતર કાર્ય પડતર જ બની રહે. ગુરુવારે બ્રાહ્મણને પીળી ચીજવસ્તુનું દાન અવશ્ય આપવું.
મકર (ખ,જ) : નવા સપ્તાહમાં શનિદેવનું સ્મરણ કરી કાર્યારંભ કરવું. ઘોડાવેગે કરજ વધતું જણાય. નવા આર્થિક સ્રોત્રનું નિર્માણ સંભવ. સામાજિક કાર્યમાં સમય વધારે પસાર થઈ જાય. ભાગ્યોદયની તક આકસ્મિક મળી શકે! ભિક્ષુકને સમયાંતરે ચા પીવડાવવી.
કુંભ (ગ,સ,શ) : સ્થાવર મિલકતના સોદા થઈ શકે. કાર્યક્ષેત્રે વધુ પ્રગતિદાયક સમય બની રહે. સ્પર્ધાત્મક બાબતોમાં છેલ્લા સમયે સફળતા ન મળે. નિત્ય હનુમાન ચાલીસા કે શનિ ચાલીસાનું પઠન અવશ્ય કરવું.
મીન (દ,ચ,ઝ,થ) : ભૌતિક સુખ-સુવિધામાં વધારો થઈ શકે. નાણાકીય સ્થિતિ વધુ મજબૂત બની રહે. વારંવાર માંગલિક કાર્યોમાં ભાગ લેવાનું થઈ શકે. શૅરબજારથી લાભ થઈ શકે. અનુકૂળતાએ ભાણેજને ભેટ-સોગાદ આપવાથી વધુ સારી પ્રગતિ બની રહે.

astrology