સાપ્તાહિક રાશિભવિષ્ય: જાણો કેવું રહેશે તમારું આ અઠવાડિયું

15 September, 2019 08:09 AM IST  |  મુંબઈ | જ્યોતિષાચાર્ય આશિષ રાવલ અને પ્રદ્યુમન ભટ્ટ

સાપ્તાહિક રાશિભવિષ્ય: જાણો કેવું રહેશે તમારું આ અઠવાડિયું

રાશિફળ

મેષ (અ,લ,ઈ) : રાજકીય ક્ષેત્રે પ્રતિષ્ઠા વધે. કાર્યક્ષેત્રે નવી તક મળે. માનસિક ચિંતા હળવી થાય. કાર્યક્ષેત્રે હિતશત્રુઓ પર વિજય મળી શકે. ભિક્ષુકને ચા પીવડાવવી.

વૃષભ (બ,વ,ઊ) : ગળામાં નાનું-મોટું ઑપરેશન આવી શકે. સામાજિક જવાબદારીમાં વધારો થાય. નોકરિયાત વર્ગને પ્રમોશન મળે. કુળદેવીને નૈવેદ્ય ધરાવવું.

મિથુન (ક,છ,ઘ) : નાની-નાની યાત્રાની સંભાવના. આ સપ્તાહમાં આપ મિત્રો સગાં-સ્વજન, મિત્રોથી ઘેરાયેલા રહો. પદ-પ્રતિષ્ઠામાં વધારો થાય. આગ-અકસ્માતથી કાળજી રાખવી. પીપળે પાણી પીવડાવવું.

કર્ક (હ,ડ) : આપની નાની ભૂલ મોટી નુકસાની નોતરી શકે. વિદેશમાં વસતા મિત્ર કે સ્વજનના અવસાન થયાના સમાચાર મળે. વધુ પડતા કામકાજનો બોજ વધે. બીમાર દરદીની સેવા કરવી.

સિંહ (મ,ટ) : લોકચાહના વધે. વાણી ગરમ બને. નાણાકીય સ્થિતિ મજબૂત બનતી જણાય. જમણી આંખે તકલીફ આવે. ધ્યાન, પ્રાણાયામ સંધ્યા સમયે કે રાત્રે કરવા.

કન્યા (પ,ઢ,ણ) : વિદ્યાર્થીગણ માટે સમય પ્રગતિકારક બની રહે. દવાખાનાના ધક્કા વધે. નોકરીમાં અધિકારી સાથે સારા સંબંધો થાય. ભિક્ષુકને ભોજન કરાવવું.

તુલા (ર,ત) : શૅર-સટ્ટાકીયના વ્યવહારમાં કાળજી રાખવી. વિજાતીય પાત્ર સાથે સંબંધો વધે. ઓછા પરિશ્રમે વધુ પૈસા મળે. પશુ-પંખીને ઘર, ઑફિસમાં ન રાખવાં.

વૃશ્ચિક (ન,ય) : દરેક શુભ કાર્યમાં સફળતા, આર્થિક લાભ, ભાગ્યમાં વૃદ્ધિ, નવા કાર્યની શરૂઆતમાં સફળતા, પ્રતિસ્પર્ધીઓને પછડાટ મળે. તાત્કાલિક લોહીનો રિપોર્ટ કાઢી નિદાન કરાવો.

ધન (ભ,ધ,ફ,ઢ) : કરની-કથની એક જ રાખવી. નવું વ્યસન આવી શકે. ભાઈબંધી લાભ. ધાર્મિક યાત્રા લાંબી થાય. રાત્રે ઊંઘ ન આવે.

મકર (ખ,જ) : વાહન ચલાવવા બાબતે કાળજી રાખવી, નહીંતર દંડની રકમ મોટી આવી શકે. આપણી પડતર સમસ્યાનો માર્ગ મોકળો બને. સકારાત્મક દૃષ્ટિકોણ અપનાવવો અને ઈષ્ટ ઉપાસના કરો.

કુંભ (ગ,સ,શ) : આ સપ્તાહમાં નવા કાર્યનો શુભારંભ કરવો. જૂના રોગમાંથી રાહત મળે. પારકાનું ભલું કરવામાં મુશ્કેલી આવી પડે. વધુ પડતી લાગણીમાં ન આવવું. રાત્રે ચન્દ્રદર્શન અવશ્ય કરવા.

મીન (દ,ચ,ઝ,થ) : આ સપ્તાહમાં ઉત્તમ ભોજન સાથે વસ્ત્રાભૂષણની આકસ્મિક ગિફ્ટ મળે. ગુપ્ત ધન મળી શકે. જૂના પાડોશીની લાંબા સમયે મુલાકાત યાદગાર બની રહે. તકલીફોમાં આંશિક રાહત લાગે.

astrology