સાપ્તાહિક રાશિભવિષ્ય: વાંચો કેવું રહેશે તમારું આ અઠવાડિયું

12 April, 2020 07:12 AM IST  |  Mumbai | Ashish Rawal and Pradyuman Bhatt

સાપ્તાહિક રાશિભવિષ્ય: વાંચો કેવું રહેશે તમારું આ અઠવાડિયું

રાશિફળ

મેષ (અ,લ,ઈ) : વેપાર ક્ષેત્રે નવા-નવા સાહસ સંભવ. કૌટુંબિક વાતાવરણ સુમેળભર્યું બની રહે. આવકના નવા-નવા સ્તોત્રમાં વધારો થઈ શકે. નિત્ય ઇષ્ટદેવની ઉપાસના લાભદાયી નીવડશે.

વૃષભ (બ,વ,ઊ) : આવક કરતાં ખર્ચ ન વધે એની કાળજી રાખજો. વેપાર ક્ષેત્રે સમય લાભદાયી નીવડે. અશાંતિનાં વાદળો વિખેરાઈ જાય તેમ જ આપની અગત્યની કામગીરી આગળ વધે. કુળદેવીની ઉપાસના ઉત્તમ બની રહેશે.

મિથુન (ક,છ,ઘ) : વારસાગત પ્રશ્નોમાં સાનુકૂળતા જણાય. આવકનું પ્રમાણ આકસ્મિક વધી શકે. રોકાયેલાં, અટવાયેલાં કામો નવી રીતે પરિપૂર્ણ થાય. નિત્ય મહાદેવજીનાં દર્શન ઉત્તમ બની રહેશે.

કર્ક (હ,ડ) : કાર્યક્ષેત્રમાં મનોવાંછિત પરિણામ મળે. નાણાકીય સમસ્યાનું નિરાકરણ જણાય. રોજિંદા કાર્યમાં પરિવર્તન. સમયાંતરે કૂતરાને નિયમિત દૂધ તથા બિસ્કિટ ખવડાવવાથી માનસિક શાંતિ જણાય.

સિંહ (મ,ટ) : કાર્યક્ષેત્રમાં સહકર્મી તરફથી સહકાર વધુ સારો મળે. નવાં-નવાં સાહસો સમજી-વિચારીને જ કરવાં. કૌટુંબિક ગૂંચવાયેલી બાબતોનું સમાધાન થાય. જૂનો પ્રેમ પૂર્ણ વિકસિત થઈ શકે. સૂર્યને જળ અર્પણ કરવાથી માન-સન્માનમાં વધારો થાય.

કન્યા (પ,ઢ,ણ) : વિદ્યાગણને મનોવાંછિત પરિણામની પ્રાપ્તિ સંભવ. અંગત પ્રશ્નોનું સમાધાન જણાય. સ્થાવર મિલકતની સામાન્ય ચિંતા જણાય. વૃક્ષારોપણ કરવું વધુ હિતકારી બની રહેશે.

તુલા (ર,ત) : મહત્વનાં કાર્યોમાં પાછીપાની ન કરવી. આર્થિક આયોજનોનાં મધુર ફળ મળે. કાર્યક્ષેત્રમાં ઉતાવળિયો નિર્ણય ન લેવો. કરજ, વ્યાજની ચિંતા દૂર થતી જણાય. શુક્રવારે મહાલક્ષ્મીની પૂજા કરવાથી શીઘ્ર ધનપ્રાપ્તિનો યોગ બને.

વૃશ્ચિક (ન,ય) : મિત્રોનો સહકાર વધુ સારો રહેવાનો. સહકાર્ય કરનારને વધુ માનસિક રીતે સમજવાનો પ્રયત્ન કરવો. કર્મ એક પૂજાનો અભિગમ અપનાવો.

ધન (ભ,ધ,ફ,ઢ) : તમારી જાત સાથે વાતચીત કરીને નિર્ણય અવશ્ય લેવો. અતિ એકાંતથી  દૂર રહેજો. સાથીમિત્રો કે સહકાર્ય કર્મચારી વર્ગનો વધુ સારો સહકાર મળે. વારંવાર વૈદરાજ કે ડૉક્ટરની દવા લેવા માટે દોડાદોડ કરવી નહીં. શનિદેવનું સ્મરણ કરવાથી તમામ સમસ્યાઓ હલ થશે.

મકર (ખ,જ) : ઘણી બધી યોજનાઓ બનાવશો, પરંતુ સફળતા મળવાની સંભાવના ખૂબ જ ઓછી છે. કોઈ પણ કાર્યમાં એકાગ્રતા વધુ દાખવશો. નાણાકીય પ્રશ્ને વધુ તણાવ રહે. મળેલા આધ્યાત્મિક ગુરુની ઉપાસના વિશેષ કરવાથી તેનાથી સર્વ પ્રકારે લાભ થતો જણાશે.

કુંભ (ગ,સ,શ) : હરીફાઈ કે પ્રતિસ્પર્ધામાં વિજય પ્રાપ્ત થવાની સંભાવના. નજીકના સ્વજન સાથે વિશ્વાસઘાતનો યોગ બની શકે. પિતાની સાથે વાદ-વિવાદમાં વધુ સંબંધો બગડે. નિત્ય શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવી ઇષ્ટદેવનું સ્મરણ કરવું.

મીન (દ,ચ,ઝ,થ) : ઊંઘ, આહાર ઓછા થઈ જાય અને માનસિક ચિંતાઓ સતત વધતી જણાય. નિત્ય આવકમાં ઘટાડો જણાય. વારસાગત મિલકતોના ભાગ પાડવામાં અડચણ આવે. ગરીબ ભિક્ષુકને નિત્ય ખવડાવવાથી આગામી સમય સારો જોવા મળશે.

astrology