Karwa Chauth 2020: કરવા ચોથના દિવસે આ વાતોનું રાખો ખાસ ધ્યાન

01 November, 2020 03:49 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

Karwa Chauth 2020: કરવા ચોથના દિવસે આ વાતોનું રાખો ખાસ ધ્યાન

કરવા ચોથ

કરવા ચોથના દિવસે મહિલાઓ પતિના લાંબા આયુષ્ય માટે કામના કરતા નિર્જળા વ્રત રાખે છે. સાંજે ચંદ્રદર્શન બાદ વ્રત છોડે છે. આ વર્ષે કરવા ચોથનો વ્રત 4 નવેમ્બર (બુધવારે)ના રાખવામાં આવશે. કરવા ચોથ વ્રત સૌભાગ્યવતી સ્ત્રીઓ માટે ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે. આ વ્રતમાં સાસ પોતાની વહુને સરગી આપે છે અને આ સરગીને ખાધા પછી વહુ પોતાના વ્રતની શરૂઆત કરે છે. કરવા ચોથનું વ્રત ચંદ્રદર્શન કર્યા વગર અધૂરું માનવામાં આવે છે. જાણો કરવા ચોથના વ્રતમાં ચંદ્ર દર્શન પહેલા કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઇએ.

1. કરવા ચોથના દિવસે વ્રત કરનારી મહિલાઓ સવારે ઉઠીને સરગી ખાય છે અને દિવસ આખો નિર્જળા વ્રત રાખે છે. ત્યાર બાદ ચંદ્રોદયના સમયે પૂજાની થાળી સજાવે છે.

2. માન્યતા છે કે આ દિવસે વ્રત કરનારી મહિલાઓ સાસ કે કોઇક અન્ય વૃદ્ધનું અનાદર કરે છે તો તેમના વ્રતના ફળનું નાશ થાય છે.

3. કહેવામાં આવે છે કે આ દિવસે હલવા-પૂરીનું ભોગ લગાડ્યા પછી આ પ્રસાદ સાસને આદરપૂર્વક આપવું જોઇએ. માન્યતા છે કે આમ કરવાથી સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.

4. આ દિવસે વિવાહિત મહિલાઓ ચંદ્ર દર્શન કરતા પહેલા કોઇને પણ દૂધ, દહીં, ચોખા તે સફેદ કાપડ ન આપે. આમ કરવાથી ચંદ્રમા નારાજ થઈ જાય છે અને અશુભ ફળ આપે છે.

5. માન્યતા છે કે આ દિવસે વ્રત રાખનારી સ્ત્રીને કાળા અને સફેદ વસ્ત્રો ન પહેરવા જોઇએ. કરવા ચોથના વ્રતમાં લાલ કે પીળા કલરના વસ્ત્રો પહેરવા ફળદાયક માનવામાં આવે છે.

કરવા ચોથ પર મંગળસૂત્રનું મહત્વ
હિંદૂ ધર્મ પ્રમાણે, વૈવાહિક જીવનમાં મંગળસૂત્રનું ખાસ મહત્વ હોય છે. આ કાળા મોતીઓની માળા હોય છે, જે મહિલાઓ ગળામાં પહેરે છે. મંગળસૂત્રને શુભતાનું પ્રતીક માનવામાં આવે છે. માનવામાં આવે છે કે મંગળસૂત્ર પહેરવાથી પતિની રક્ષા થાય છે અને તેમના જીવનના બધા દુઃખ દૂર થાય છે. મંગળસૂત્ર મહિલાઓ માટે પણ રક્ષાકવચ અને સંપન્નતાનું પ્રતીક માનવામાં આવે છે.

(આ આર્ટિકલમાં આપેલી માહિતી ધાર્મિક આસ્થાઓ અને લૌકિક માન્યતાઓ પર આધારીત છે, જેને ફક્ત સામાન્ય લોકરસને ધ્યાનમાં રાખીને રજૂ કરવામાં આવેલ છે.)

astrology