આગામી નૂતન વર્ષમાં ભારતનું ભાવિ કેવું બની રહેશે

28 October, 2019 01:37 PM IST  |  મુંબઈ | આશિષ રાવલ અને પ્રદ્યુમન ભટ્ટ

આગામી નૂતન વર્ષમાં ભારતનું ભાવિ કેવું બની રહેશે

દેશ માટે કેવું રહેશે નવું વર્ષ?

વિ.સં.૨૦૭૬ ભારત દેશની આઝાદીની કુંડલી ૭૩ વર્ષમાં કર્ક લગ્નમાં પ્રવેશ કરવાથી આર્થિક મંદીનો માહોલ કૂદકે ને ભૂસકે વધતો જાય. ભારતીય જનતા પક્ષમાં બળવો કે ભંગાણ પડે. રાજકીય મહાન નેતાઓ માટે છત્રભંગ યોગ, હવાઈ હુમલો થવાની શક્યતા નકારી શકાતી નથી. સરકાર દ્વારા વેરાના દરો ઘટાડીને પ્રજાને રાહત મળે.
આર્થિક કૌભાંડો વધુ વકરે. રામમંદિર બનાવવા માટે ગૂંચવાયેલા કેસનો નીવેડો આવે. દરેક રાજ્યમાં માતૃભાષા સાથે રાષ્ટ્રીય ભાષા તેમ જ અર્થની ભાષા અંગ્રેજીનો ફેલાવો કરવા પ્રચાર-પ્રસાર થાય. પાડોશી દેશો સાથે સીમાંકનના પ્રશ્નો ઊભા થાય. બૅન્કના કાર્યક્ષેત્રમાં વિશ્વાસઘાત, છેતરપિંડીના વધુ બનાવ સામે આવે તેમ જ રાષ્ટ્રીય કક્ષાએ વધુ કૌભાંડો જોવાં મળે. આગામી સમયમાં ઇન્કમ-ટૅક્સ નાબૂદ થઈ શકે. ભારત દેશના વિકાસમાં પાકિસ્તાન, ચીન, શ્રીલંકા, બંગલા દેશના વડા વધુ અડચણરૂપ બને. પૂર્વ ઉત્તરીય ભાગોમાં આતંકવાદને નાથવામાં સફળતા નિશ્ચિત રીતે મળે.
-દિલ્હી શહેરમાં તમામ કાયદાનું ફરજપાલન આમ જનતા કરતી જોવા મળે. પ્રજા પોતાની ઇચ્છા અનુસાર સરકાર બનાવશે.
- મહારાષ્ટ્રમાં શિવસેના તથા વિરોધ પક્ષોના ઘણા પ્રયત્નો છતાં સતાધારી પક્ષને કોઈ મોટું નુકસાન ન થાય.
- દિલ્હી શહેરમાં તમામ કાયદાનું ફરજપાલન આમ જનતા કરતી જોવા મળે. પ્રજા પોતાની ઇચ્છા અનુસાર સરકાર બનાવશે.
-ગુજરાત રાજ્યમાં સર્વ પ્રકારે મોટાં શુભ પરિવર્તનો આવે.
-મધ્ય પ્રદેશમાં પ્રજાલક્ષી વિકાસનાં કામો અટવાય, દુષ્કાળ જેવી પરિસ્થિતિને કારણે અસંખ્ય જીવો મુશ્કેલીમાં આવે.
- બિહારમાં ઉદ્યોગપતિઓ વધુ મુશ્કેલીમાં મુકાય. નક્સલવાદીઓનો ઉપદ્રવ વધે.
- પશ્ચિમ બંગાળમાં અજ્ઞાત રોગચાળો અને ઋતુગત પરિવર્તનથી અસંખ્ય મનુષ્ય અને પ્રાણીઓના જીવ જોખમાય.
-રાજસ્થાનના વતની વેપારી દેશ-વિદેશમાં વેપાર, વ્યવસાય ક્ષેત્રે ડંકો વગાડે.
- ઉત્તર પ્રદેશમાં તમામ ધર્મસ્થાનોનો વિકાસ મોટાપાયે જોવા મળે.
- પંજાબમાં સરહદી તોફાનો, બૉમ્બ-બ્લાસ્ટ, કોમી હુલ્લડો, તોફાનોથી વધુ જીવ જોખમાય.
- જમ્મુ-કાશ્મીરમાં વર્ગવિગ્રહને કારણે તોફાનો થાય.
- આસામમાં હોટેલ ઉદ્યોગને વેગ મળે છતાં રોજગારીની તકો ન વધે.
- હરિયાણામાં ખેત ઉત્પાદન વિપુલ પ્રમાણમાં થાય છતાં પાક બગડે કે કોઈ પણ રીતે નુકસાન નોંધાય.
- આંધ્ર પ્રદેશમાં રેલવે-સેવા મોખરે રહે. રાજ્યમાંથી રહીશો સ્થળાંતર વિશેષ કરે.
- ઓડિશાના યુવાન વિદ્યાર્થીવર્ગ મહત્ત્વની સ્પર્ધાત્મક પરીક્ષા કંઈક અંશે યોગદાન સારું ન આપી શકે.
- મધ્ય પ્રદેશમાં આગ, અકસ્માત, શૉર્ટ સર્કિટના વધુ અશુભ બનાવો નોંધાય.
-ઉત્તરાખંડમાં નાનાં-નાનાં ગામથી લઈને મોટાં-મોટાં શહેરમાં સ્વચ્છતા અભિયાન દેશમાં મોખરાનું બની રહે.
-કેરળમાં નવી-નવી બૅન્કોનાં કૌભાંડો વધુ વકરે.
- હિમાચલ પ્રદેશમાં યુવા સ્ત્રીવર્ગ રાજકીય ક્ષેત્રે મેદાનમાં બહાર આવે.
-કર્ણાટકમાં કમ્પ્યુટર ક્ષેત્રે વિકાસ સાથોસાથ હોટેલ ઉદ્યોગનો વિકાસ થાય અને વધુ રોજગારી સાંપડે.
-ગોવામાં યુવાવર્ગે ખાસ કરીને સંભાળીને પ્રવાસ-પર્યટન કરવા જવું. પ્રવાસીઓએ પોતાના લગેજ માટે વધુ સાવધ રહેવું.

બારે રાશિની આવક-જાવક સંવત ૨૦૭૬
કારતકથી ફાગણ
રાશિ આવક જાવક
મેષ ૧૪ ૧૪
વૃષભ ૦૮ ૦૮
મિથુન ૧૧ ૦૫
કર્ક ૦૫ ૦૫
સિંહ ૦૮ ૧૪
કન્યા ૧૧ ૦૫
તુલા ૦૮ ૦૮
વૃશ્ચિક ૧૪ ૧૪
ધન ૦૨ ૦૮
મકર ૦૫ ૦૨
કુંભ ૦૫ ૦૨
મીન ૦૨ ૦૮
ચૈત્રથી આસો
રાશિ આવક જાવક
મેષ ૦૫ ૦૫
વૃષભ ૧૪ ૧૧
મિથુન ૦૨ ૧૧
કર્ક ૧૧ ૦૮
સિંહ ૧૪ ૦૨
કન્યા ૦૨ ૧૧
તુલા ૧૪ ૧૧
વૃશ્ચિક ૦૫ ૦૫
ધન ૦૮ ૧૧
મકર ૧૧ ૦૫
કુંભ ૧૧ ૦૫
મીન ૦૮ ૧૧

મુંબઈનું ભવિષ્ય કેવું રહેશે?
આજથી શરૂ થતું વિ.સં.૨૦૭૬ નવા વર્ષ માટે સર્વે મુંબઈવાસીઓને સર્વ પ્રકારે ઉન્નતિકારક બની રહે તેવી હાર્દિક શુભેચ્છાઓ. શહેરની સ્થાપના સમયની કર્ક લગ્નથી ઉદીય થાય છે, જે ચર રાશિ ગણાય છે. ચર રાશિ રંગીલી ગણાય છે. ચર રાશિમાં વધુ ગ્રહોનો સંબંધ હોવાથી રહીશો મોજશોખવાળા, વૈભવવિલાસ તથા
ખાન-પાનના શોખીન જોવા મળે છે. આગામી સમયમાં છઠ્ઠા સ્થાને ગુરુનું પરિભ્રમણ થવાથી અને ક્ષેત્રે રોજગારીની તકોમાં વધારો થાય. નોકરિયાત વર્ગને પોતાના વેતન, પગાર, ભથ્થા તથા સવલતોમાં વધારો થાય છે.
ધંધાદારી, વેપારીવર્ગને ધીમે-ધીમે ધંધો વધતો જાય. આયાત-નિકાસના વેપારી વર્ગને નોંધપાત્ર ટર્નઓવર વધે. તા. ૨૪ જાન્યુઆરીથી સાતમા સ્થાનમાં શનિ પરથી શનિ પરિભ્રમણ થવાને કારણે રહીશોમાં દાન-ધર્માદો કરવા માટે વધારે પ્રેરણા મળે. શનિ બળવાન હોવાથી શહેરીજનો ગરીબ, ગુરબા, અનાથ, અંપગ, સૂરદાસને મદદ કરવામાં અવલંબન રહે છે. ભૂલેલાને સાચો માર્ગ બતાવે. વધારે પડતી તકલીફમાં હોય તેવા જાતકોને યેન કેન પ્રકારેણ મદદ ચોક્કસ કરે.
આગામી સમયમાં ગુરુ અને શનિ બંને ગ્રહો લાંબા ગાળાના બળવાન થવાથી મતદાન ચોક્કસ સારું થાય. ખાણી-પીણી ક્ષેત્રે તથા બૉલીવુડ- ટૅલીવુડ ક્ષેત્રે હરણફાળ પ્રગતિ બની રહે. કોઈ પણ કાયદાનું ફરજપાલન કરવા માટે રહીશો સ્વયંશિસ્ત કરતાં જોવા મળે. શહેરમાં ભયંકર ગીચવસ્તી તેમ જ ભૌગોલિક દૃષ્ટિએ ખૂબ જ  વિસ્તાર લાંબો હોવા છતાં મુંબઈવાસીઓ પોતાના નોકરી-ધંધાના ક્ષેત્રે તથા કોઈ પણ કામ માટે નિયત સમય કરતાં અવશ્ય પહેલાં પહોંચતા હોય છે. કોઈ પણ દુઃખની બાબત ઝડપથી ભૂલી જાય છે અને સુખદ બાબતોનો વિચાર કરનાર રહે છે અને વધુને વધુ પ્રગતિ કેવી રીતે કરવી તે માટે તેઓ સતત ઉદ્યમી રહેતા હોય છે. માટે કહેવાય છે કે ‘જમ્યા વગર ચાલે, પણ વડાપાઉં વગર ન ચાલે’. તેઓ એક વખતનું ભોજન ફકત ઘરે લેતા હોય છે. આ શહેરથી દરેક રાજ્યમાં પ્રવેશ કરી શકાય છે માટે જોડિયા શહેર તરીકે પણ તેની ગણના થાય છે.
અર્થતંત્રની પરિભાષામાં ‘ઇકૉનૉમિ કેપિટલ સિટી’ની ગણના થાય છે, કારણ કે રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા, દરેક બૅન્કોની હેડ ઑફિસ, શૅરબજાર, બહુરાષ્ટ્રીય કંપનીનું હેડ-ક્વાર્ટર્સ, ભારતીય જીવન વીમા નિગમની શાખા, સેમી કૉર્પોરેટ ઑફિસો, પોલીસ સેવા, મહિલા રક્ષણ, હૉલીવુડ તરીકે હિન્દી ફિલ્મ સેન્ટર આ શહેરમાં રહેલાં છે.
સુખ-સંપત્તિ પ્રાપ્ત કરવાની પણ ઈચ્છા રહીશો ધરાવે છે. કાર્યક્ષમતા ઉત્તમમાં ઉત્તમ રાખતા હોય છે. અબાલ-વૃદ્ધ લોકલ ટ્રેનમાં લાંબી ગરમીમાં પણ મુસાફરી કરીને નોકરી-ધંધો, શિક્ષણ પ્રાપ્ત કરતા હોય છે. આવી ફાસ્ટ લાઈફમાં મુંબઈવાસીઓ અને પોતાના શહેરમાં જગા ધરાવનાર ગર્વનો અનુભવ કરતા હોય છે. વધુ સારી બેસ્ટ બસ સર્વિસ, ટ્રેન, પ્લેનની સેવા વધારે સુલભતાથી મળે. વર્ષના મધ્યમાં શહેરના પૂર્વ અને દક્ષિણ વિભાગમાં સુનામી આવવાની શક્યતા નકારી શકાતી નથી. શહેરમાં ધાર્મિક મંદિરોમાં વધારો થાય અને તેની વધારે સારી રીતે માવજત લેવામાં આવે. જુલાઈ મહિનામાં  વરસાદ માજા મૂકે, ટ્રેન સેવા કે બૅન્કિંગ સેવા કંઈક અંશે અટકે.

નવા વર્ષનું ફળ કેવું રહેશે?
પરમકૃપાળુ પરમાત્મા સૌનું કલ્યાણ કરે છે. વિક્રમ સંવત ૨૦૭૬ વિરોધકૃત નામ સંવત્સરે સાથે ૧૯૪૧માં વિકારી નામ સંવત્સરે કળિયુગનાં ૫૧૨૨ વર્ષ પૂરાં થયાં. ૪૨૬૮૭૯ વર્ષ બાકી રહ્યાં. શાલિવાહન શક ૧૯૪૧ પ્રમાણે રાજા વર્ષનો રાજા બુધ છે. વર્ષપ્રધાન ચંદ્ર છે. વર્ષનો મેધેશ (વરસાદ-પાણી) સૂર્ય છે. વર્ષનો નિરસેશ (કૃષિ ઉત્પાદન) ગુરુ છે. રસેશ (જીવનના રસના વિષયો) શનિ છે.
શાલિવાહન શક ૧૯૪૧ વિકારીનામ  સંવત્સરે પ્રજામાં પીડા વધે. વરસાદથી પ્રજામાં જાનમાલને નુકસાન થવાની શક્યતા. અનાજ, ફળફળાદિ ઓછાં થાય. બરછટ, જાડું અનાજ વધારે થાય. એકંદરે અનાજ સસ્તું થાય, વરસાદ સારો પડે. રાજા તથા પ્રજા સુખી ન થાય. શાલિવાહન શક ૧૯૪૨ શાર્વરી નામ સંવત્સર અનાજ, પાણી સારાં થાય, પ્રજામાં આનંદ ન રહે. રાજકીય વાતાવરણમાં મોટી ગરબડ પેદા થાય તેમ જ આકસ્મિક રીતે સામૂહિક નેતાનું નિધન પણ થઈ શકે. નેતાઓ બોબડા પણ બની શકે. આજથી શરૂ થતા નૂતન વર્ષે કેવું ફળ મળશે એ જાણીએ.
રાજા ફળ : આ વર્ષનો રાજા બુધ છે એથી લોકો સુખી જરૂર થાય છતાં હાથ પર પૈસાની તૂટ રહ્યા કરે. ધંધાની ઊપજ વધે છતાં મોંઘવારી માઝા મૂકે. વરસાદ તોફાની પડે. વેપારીઓમાં સાનુકૂળતા ઘટતી જાય. વિદેશના વેપારમાં સુવર્ણ સમય. દાન-ધર્મનાં કાર્યો ગુપ્ત રીતે, વિશેષ રીતે કરતા જોવા મળે. પ્રજાનાં માંગલિક કાર્યોમાં ઉત્સાહ, ઉમંગ, આનંદની ખોટ વર્તાય.
મંત્રી ફળ : આ વર્ષનો મંત્રી ચંદ્ર છે જેથી વરસાદ પુષ્કળ પ્રમાણમાં થાય. અનાજનું ઉત્પાદન વધારે થાય. ખેડૂતવર્ગમાં આનંદ રહે. પાક-પાણી સારાં હોવાથી આનંદ રહે. દરેકની સંપ‌ત્ત‌િમાં વધારો થાય છતાં ફાલતું ખર્ચા, બાકી દેવા, સરકારી કરજ ભરવા માટે પૈસા હાથ પર ન રહે. પ્રજા અને સરકાર વચ્ચે સંબંધો મધ્યમ બની રહે.
ધાન્યેશ ફળ : મગ, અડદ, ચણા, ચોખામાં તેજી રહે. ઘ‌ી મોંઘું થાય. ધાન્યેશ ગુરુ થાય છે એથી સર્વ પ્રકારે સુખની વૃદ્ધિ થાય છતાં કાળાબજારિયાને કારણે અનાજ સસ્તું ન થાય. દૂધના ભાવ વધે.
મેધેશ ફળ : મેધેશ સૂર્ય હોવાથી કઠોળનું ઉત્પાદન વધે. ખાસ કરીને ચણાબજારમાં મંદી આવે. શેરડીની બજારમાં તેજી આવે. શેરડીના ઉત્પાદનમાં વૃદ્ધિ થાય. ઘઉંનો પાક સારો થાય.
રસેશ ફળ : રસેશ શનિ થવાથી રસાયણ, સુગંધી વસ્તુઓ, કંદમૂળનું ઉત્પાદન ઘટે; બીજી ચીજવસ્તુઓનું ઉત્પાદન વધે. તમામ પ્રકારના રસકસવાળા બજારમાં તેજી-મંદી સતત રહ્યા કરે. એરંડા, મગફળી, તેલીબિયાનાં ઉત્પાદનમાં વધારો થાય.
નિરસેશ ફળ : આ વર્ષમાં નિરસેશ ગુરુ છે જેને કારણે પીળી વસ્તુઓનું ઉત્પાદન વધે તેમ જ પીળા કલરની ચીજવસ્તુઓ સસ્તી થાય. પીળા કલરનાં વસ્ત્રો પણ સસ્તાં થાય. પ્રજામાં પરોપકારની ભાવના વધે. ચણા, સરસવનું ઉત્પાદન સારું જોવા મળે.
ફલેશનું ફળ : સૂર્ય હોવાથી તથા ફળફળાદિનાં ઉત્પાદનમાં સારો વધારો થાય. અનેક પ્રકારનાં પુષ્પોનું ઉત્પાદન વધે.
ધનેશ ફળ : બુધ હોવાથી શરૂઆતના સમયમાં લોકો ચીજવસ્તુઓનો સંગ્રહ કરશે. ખેડૂતવર્ગ માટે આ વર્ષ સારું બની રહેશે. ખેડૂતોની આવકમાં વધારો થાય તેમ જ સરકારી સહાય થાય.
દુર્ગેશ ફળ : આ વર્ષે દુર્ગેશ સૂર્ય થાય છે જેને કારણે સરકાર તરફથી સારા નિર્ણય લેવાય. છેતરપિંડી કરનારને સરકાર જેલના સળિયા ગણાવે.
મેઘનામ ફળ : આ વર્ષે સર્વત્ર મેઘા વાયરા થાય છે જેને કારણે વાદળો ખેંચાઈ જાય.
સમુદ્રકિનારાના પ્રદેશમાં વરસાદ પુષ્કળ પડે. આવા વિસ્તારમાં કુદરતી અશુભ બનાવ બને.
મેઘનિવાસ ફળ : કુંભારના ઘરે અને રોહીણી નક્ષત્ર પર્વત ઉપર પડ્યો હોવાથી ખંડવ્રસટીની લીધે ખેતીમાં મોટું નુકસાન થાય. ઠંડા પાણીના ભાવમાં જંગી વધારો થાય. લોકોનું સ્વાસ્થ્ય વધુ બગડે.

astrology