હનુમાનજીને પ્રિય થવું હોય તો નિરંતર જપો જય શ્રી રામ

18 December, 2018 06:01 PM IST  | 

હનુમાનજીને પ્રિય થવું હોય તો નિરંતર જપો જય શ્રી રામ

હનુમાનજી છે પ્રભુ શ્રી રામના પરમ ભક્ત

મંગળવારે હનુમાનજીની પૂજા કરવામાં આવે છે અને તેઓ પ્રભુ શ્રી રામના પરમ ભક્ત છે. તેથી જ આ દિવસે કરો રામ મંત્રની સાથે બજરંગબલીની પૂજા.

મંગળવારે પૂજા કરવાથી મળતાં લાભ

માન્યતા છે કે હનુમાનજીનો જન્મ મંગળવારે થયો હતો. તેથી આ દિવસે તેમની પૂજા કરવાનું વિશેષ મહત્ત્વ હોય છે. હનુમાનજી સહજતાથી પ્રસન્ન થતાં દેવ છે. દિવસ દરમિયાન કોઈપણ કામ કરતાં કરતાં પણ તેમનું નામ સ્મરણ કરવામાં આવે તો તેમના નામ સ્મરણ માત્રથી ઘણાં કષ્ટોનું નિવારણ થઈ જાય છે. એવું કહેવાય છે કે જે પણ ભક્ત હનુમાનજીનું નામ સ્મરણ કરી લે છે તે ભયમુક્ત થઈ શકે છે અને તેની બુદ્ધિ, યશ, શૌર્ય, સાહસ અને આરોગ્યમાં વૃદ્ધિ થાય છે.

રામનામનું જાપ

હનુમાનની પૂજા કરવાની સામાન્ય વિધિ તો તમે જાણો જ છો, પણ જો કોઈ કષ્ટ ખૂબ જ વધુ સતાવતો હોય તો વિશેષ ઉપાય કરી તેનાથી મુક્ત થઈ શકાય છે. જેમ મંગળવારે રાતે હનુમાનજીની મૂર્તિ સામે માટીના વાસણમાં દીવો પ્રગટાવવો. દર મંગળવારે હનુમાનની પૂજા તો કરવાની હોય જ છે. તેમાં પણ પૂજન સમયે જો પ્રભુ શ્રી રામના નીચે આપેલા મંત્રનું જાપ કરવામાં આવે તો ઉત્તમ ફળ પ્રાપ્તિ શક્ય તેટલું જલ્દી થાય છે એવું માનવામાં આવે છે. મંત્ર - ॐ રામ ॐ રામ ॐ રામ. આ જાપ પછી શ્રી રામ સ્તુતિ અને આરતી પણ કરવી. આ મંત્ર અને જાપના પ્રભાવથી કોઈપણ સંકટમાં હનુમાન સંકટમોચન બનીને રક્ષા કરે છે અને સુખ, સૌભાગ્યના આશીર્વાદ આપે છે.