સાપ્તાહિક રાશિભવિષ્ય: જાણો જ્યોતિષ મુજબ કેવું રહેશે આ અઠવાડિયું

05 April, 2020 07:10 AM IST  |  Mumbai | Ashish Rawal and Pradyuman Bhatt

સાપ્તાહિક રાશિભવિષ્ય: જાણો જ્યોતિષ મુજબ કેવું રહેશે આ અઠવાડિયું

રાશિફળ

મેષ (અ,લ,ઈ): વિચારેલી યોજનાઓ તાત્કાલિક અમલમાં મૂકી શકાશે.પારિવારિક મહત્વના નિર્ણય વિચારીને કરવા. વિદ્યાર્થીવર્ગને અભ્યાસ ક્ષેત્રે વધુ મહેનત કરવી પડે. ગૌ, બ્રાહ્મણ, ગાયત્રી મંત્રની નિત્ય આમન્યા કરવાથી શીઘ્ર મનોરથ ફળશે.

વૃષભ રાશિ (બ,વ,ઉ): નકામી વસ્તુઓમાં સમય-શક્તિનો વ્યય ન કરવો. ગુસ્સો, આવેશ પર વધુ ખ્યાલ રાખવો. કાર્યક્ષેત્રમાં જરૂરથી વધુ સમય વ્યસ્તતા જણાય. ગળી ચીજવસ્તુઓ અન્યને ખવડાવવાથી તેનાથી વિશેષ શુભ સમાચાર મળી શકે.

મિથુન (ક,છ,ઘ): આર્થિક પ્રશ્નોનું સકારાત્મક પરિણામ મળે. ઉદ્વેગ, અશાંતિના વાદળો વિખરાય. લાંબાગાળાની કાયદાકીય બાબતોનો ઉકેલ આવે. જરૂરિયાતવાળી વ્યક્તિને મેડિકલ સેવાનો લાભ અવશ્ય આપવો, જેનાથી છૂપા આશીર્વાદ મળી શકે.

કર્ક (ડ,હ): બીજા પ્રત્યે આદરભાવ ભૂલવો નહીં. ખોટા અવિચારી ખર્ચા ટાળવા. પારિવારિક મતભેદો ટળશે અને જૂના સંબંધો પુન: તાજા થાય. બિનજરૂરી દવા ન લેવી. માનવસેવા ઉત્તમ સેવા સ્વીકારીને કરવી તેમ જ તેનાથી ભાગ્યઉન્નતિ થશે.

સિંહ (મ,ટ): આર્થિક મોકળાશ દૂર થાય. પડતર સમસ્યાઓનો ઉકેલ આવે. આપની નાવ કિનારે આવે. ઘરે બેઠા એક વખત સત્યનારાયણ ભગવાનની કથા કરવાથી સર્વ પ્રકારે સારા સમાચાર મળી શકે.

કન્યા (પ,ઠ,ણ) : વાણી-વર્તનમાં મર્યાદા ઓળંગવી નહીં. અણધારી સહાય આપની નાવને કિનારે લગાડવા મદદરૂપ થશે. પ્રગતિકારક તકનું સર્જન થઈ શકે. કૌટુંબિક જરૂરિયાતો વધી શકે. નિયમિત શુદ્ધ ઘીનો દીવો કરવો, તેનાથી આગામી સપ્તાહ ખૂબ જ સરસ જશે.

તુલા (ર,ત): પરિવારમાં ખુશીનું વાતાવરણ સર્જાય. આવશ્યક ન હોય તેવી વસ્તુઓ ન ખરીદવી. ધાર્યું ફળ મળવામાં વિલંબ જણાય. સમય-નાણાંનો વ્યય ન કરવો, અતિ ભાવુક વ્યક્તિથી સાવધ રહેવું. શુક્ર ગ્રહના મંત્ર-જાપ કરવાથી અખંડ લક્ષ્મી મળશે.

વૃશ્ચિક (ન,ય): મહેનતથી સફળતાનો સ્વાદ ચાખ્યો હશે, મનની ભાવના અન્ય વ્યક્તિ સમજી ન શકે, મહત્વના નિર્ણય પહેલાં અનુભવીની સલાહ અવશ્ય લેવી, સર્જનાત્મક શક્તિઓમાં વધારો થાય, ધાર્યું ફળ મળે.

ધન (ભ,ધ,ફ,ઢ): આગામી સપ્તાહ મનોરંજનથી પસાર થતાં પૂર્ણ થાય. સળંગ મુસાફરી કરવામાં કાળજી રાખવી. ધાર્યું ફળ મળવામાં વિલંબ જણાય. નિત્ય હનુમાન ચાલીસાના પાઠ કરવા.

મકર (ખ,જ): મહત્વના કાર્યમાં ખાતર ઉપર દિવેલ જેવી પરિસ્થિતિ બની જાય. કાર્યક્ષેત્રે બીજાને જશ મળી જાય. નજીકના સ્વજનની વિદાય થાય. નિત્ય નાની મોટી રકમનું ગુપ્તદાન અવશ્ય કરવું.

કુંભ (ગ,સ,શ) : આગામી સપ્તાહ પ્રિયજનો સાથે યાદગાર બની રહે. કાર્યક્ષેત્રમાં મધ્યમ સફળતા મળે. આપની કાર્યશૈલીમાં વિનમ્રતાની આવશ્યકતા જોવા મળે. તુલસીના પાન સાથે ઠંડું પાણી પીવું જેનાથી આયુ આરોગ્ય સારું થાય.

મીન (દ,ચ,ઝ,થ): જૂની યાદગાર મહત્ત્વની ડાયરી ખોવાઈ જાય. સિઝનલ બીમારીમાં રાહત વરતાય. ઉંમરલાયક વ્યક્તિને પેરેલિસિસ થવાની સંભાવના. ગુરુવારે પીળા કલરના વસ્ત્રોનું દાન કરવું. તેનાથી ફસાયેલી રકમ મળી શકે.

astrology