21 જાન્યુઆરીએ પૂર્ણ ચંદ્ર ગ્રહણ 2019, જાણો તમારી રાશિ પર શું પડશે અસર?

17 January, 2019 07:26 PM IST  | 

21 જાન્યુઆરીએ પૂર્ણ ચંદ્ર ગ્રહણ 2019, જાણો તમારી રાશિ પર શું પડશે અસર?

પૂર્ણ ચંદ્ર ગ્રહણ

ભારતમાં નથી દેખાવાનું વર્ષનું પહેલું પૂર્ણ ચંદ્ર ગ્રહણ

2019નો પહેલો ચંદ્ર ગ્રહણ જાન્યુઆરી મહિનાના ત્રીજા અઠવાડિયામાં 20 અને 21 જાન્યુઆરીની મધરાતે દેખાશે. આ ચંદ્ર ગ્રહણને સુપર બ્લડ વુલ્ફ મૂનના નામે ઓળખાય છે. ચંદ્રમા જ્યારે ધરતીના પડછાયામાંથી પસાર થાય છે ત્યારે તે સૂપરમૂન કે લાલ તાંબાના રંગ જેવું દેખાય છે. સામાન્ય રીતે આવા ચંદ્ર ગ્રહણને એક ખાસ નામ આપવામાં આવે છે, એ જ રીતે આ ચંદ્ર ગ્રહણનું નામ પણ પોતાની એક આગવી ખાસિયત ધરાવે છે. આ સુપર બ્લડ વુલ્ફ મૂન 20 જાન્યુઆરીની રાતે 8 વાગીને 6 મિનિટે શરૂ થશે અને 21 જાન્યુઆરીના 1 વાગીને 18 મિનિટે પૂર્ણ થશે. જો કે ભારતમાં આ દેખાવાનું નથી જેના કારણે ધાર્મિક રૂપે કોઈ વધુ મહત્ત્વ નથી તે છતાં ગ્રહ ગોચરમાં પરિવર્તન પ્રત્યેક સજીવ અને નિર્જીવ પર કોઈને કોઈ પ્રભાવ તો પડે જ છે.

રાશિ પર થતી અસર

આ ચંદ્ર ગ્રહણનો અસર પોતાની જ રાશિ એટલે કે કર્ક પર પડે છે જેના કારણે આ બધી રાશિઓ પર જુદા જુદા પ્રભાવો પાડશે. જાણો રાશિ પ્રમાણે પડતા પ્રભાવ. મેષ રાશિના લોકો માટે વ્યથાપૂર્ણ, વૃષભ રાશિ પર ફળ પ્રાપ્તિદાયક, મિથુન રાશિ માટે હાનિકારક, કર્ક રાશિ પર ઘાત ચક્ર, સિંહ રાશિ પર ક્ષતિપૂર્ણ, કન્યા રાશિમાટે લાભદાયક, તુલા રાશિ માટે સુખકારક, વૃશ્ચિક રાશિ માટે માન ભંગ કરનાર, ધન રાશિ માટે કષ્ટકારી, મકર રાશિવાળાને થશે સ્ત્રી ચિંતા, કુંભ રાશિ માટે સુખકારક અને મીન રાશિવાળા માટે ગ્રહણ ચિંતાદાયક રહેશે.

આ પણ વાંચો : ચાર દિવસ પછી થશે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ, પૂર્ણ ચંદ્રગ્રહણ પણ આ જ મહિને

કેટલીક જનજાતિઓએ આપ્યાં કંઈક આવા નામ

એવું કહેવાય છે કે આ ગ્રહણને આ અનોખું નામ અમેરિકામાં વસતી જનજાતિઓએ આપ્યું છે. તેમના અનુસાર પૂર્ણિમાની રાતે ભોજનની શોધમાં નીકળતા વરુઓ તાંબાના રંગના લાલ ચંદ્રને જોઈને ચીસો પાડે છે. દરમિયાન આ દરમિયાન વુલ્ફ મૂન નામ આપવામાં આવ્યું. પછીથી આ ચંદ્ર ગ્રહણ સુપર બ્લડ વુલ્ફ મૂન તરીકે ઓળખાવા લાગ્યું. કહેવાય છે કે આ ગ્રહણ એકથી વધુ ખગોળીય ઘટનાઓના સંજોગોના કારણે બનશે. સુપર બ્લડ વુલ્ફ મૂન ખુલી આંખે જોઈ શકાય છે. આ ચંદ્ર ગ્રહણ સાથે સામાન્ય ગ્રહણથી જોડાયેલા પ્રભાવો પણ કામ કરશે. જેમ કે આ દરમિયાન ગર્ભવતી સ્ત્રીઓ સાવધાનીપૂર્વક રહે. આવું એટલા માટે કારણ કે ગ્રહણના સમયમાં સૂર્ય હોય કે ચંદ્ર બંનેથી હાનિકારક કિરણો ઉદ્ભવે છે જેના કારણે મુશ્કેલી થઈ શકે છે.

astrology