આર્થિક રાશિ ભવિષ્યઃ લાભ કે નુક્સાન, કેવું રહેશે પહેલું સપ્તાહ?

08 January, 2019 05:52 PM IST  | 

આર્થિક રાશિ ભવિષ્યઃ લાભ કે નુક્સાન, કેવું રહેશે પહેલું સપ્તાહ?

પ્રતીકાત્મક તસવીર

આ વાંચીને અઠવાડિયાની તમારી ફાઈનેન્શિયલ પ્લાનિંગને બનાવો મજબૂત.

મેષ (Aries) : નોકરી - આ અઠવાડિયુ ઉત્તમ રહેશે, તમે તમારી ક્ષમતાથી તમારા લક્ષ્યને પ્રાપ્ત કરી શકશો. હોસ્પિટાલિટી ઈન્ડસ્ટ્રીમાં નોકરી કરનારાઓને તેમના કાર્ય માટે સન્માન મળશે.

બિઝનેસ - આ અઠવાડિયું ઉત્તમ રહેશે, પણ વિચાર્યા વગર કોઈપણ નિર્ણય લેવો નહીં. કાપડ વાપારીઓએ પોતાનાથી મોટેરાંઓની સલાહને નજરઅંદાજ ન કરવી.

શૅર બજાર - આ અઠવાડિયું લાભદાયક છે, તમને તમારા જૂના રોકાણથી ફાયદો થશે. શુભ દિવસ 5 જાન્યુઆરી.

વૃષભ (Taurus): નોકરી - આ અઠવાડિયું સારું રહેશે. ફ્યુઅલ કંપનીમાં કાર્યરત વ્યક્તિઓએ પોતાનો આત્મવિશ્વાસ જાળવી રાખવો, તમને સફળતા અવશ્ય મળશે.

બિઝનેસ - આ અઠવાડિયું થોડું મુશ્કેલ રહી શકે છે, ફાર્મ સંબંધે કાર્યરત વ્યક્તિઓ થોડા નકારાત્મક રહી શકે છે, પણ પોતાની ક્ષમતા અને અન્યની મદદથી તેઓ પોતાની મુશ્કાલીઓથી બહાર આવી જશે.

શૅર બજાર - આ અઠવાડિયું શ્રેષ્ઠ રહેશે, નવીન રોકાણ માટે આ યોગ્ય સમય છે. શુભ દિવસ 4 જાન્યુઆરી.

પ્રતીકાત્મક તસવીર


મિથુન (Gemini) : નોકરી કરનારાઓ માટે આ અઠવાડિયું શાનદાર રહેશે. જે સ્ત્રીઓ નોકરી કરે છે તેમને પોતાના કોઈક કામ માટે સન્માન મળશે, ટૂંકી મુસાફરીનો પણ યોગ છે.

બિઝનેસ - આ અઠવાડિયું મધ્યમ રહેશે, વ્યવસાયમાં તમે ધીમી ગતિએ પોતાના લક્ષ્ય તરફ આગળ વધશો, સમજી વિચારીને નિર્ણય લેવો. ઈવેન્ટ્સ મેનેજમેન્ટનો બિઝનેસ કરનારાઓએ પોતાની વાતચીત કરવાની રીતમાં થોડું પરિવર્તન કરવું.

શૅર બજાર - આ અઠવાડિયું ઉત્તમ રહેશે, તમને તમારી જૂની રોકાણથી લાભ થવાની સંભાવના છે. શુભ દિન - 4 જાન્યુઆરી.

કર્ક (cancer) : નોકરી - આ અઠવાડિયું સારું રહેશે. પીઠ પાછળ વાત કરનારાઓથી બચવું. પ્રવાસ સંબંઘિત નોકરી કરનારા લોકોએ સમજદારીપૂર્વક અને મનથી પોતાનું કામ કરવું.

બિઝનેસ - આ અઠવાડિયું ઉત્તમ રહેશે, અટકેલા કાર્યો પણ પૂરા થશે. સજાવટનો બિઝનેસ કરનારાઓને કોઈપણ નવું કામ શરૂ કરવા માટે આ ઉત્તમ સમય છે.

શૅર બજાર - આ અઠવાડિયું મધ્યમ રહેશે, પોતાની સેવિંગ્સ સાચવી રાખવાનો સમય છે, રોકાણ માટે આ સમય યોગ્ય નથી. શુભ દિન- 3 જાન્યુઆરી.

સિંહ (Leo) : નોકરી કરાનારાઓ માટે આ અઠવાડિયું મધ્યમ રહેશે. દવા સંબંધિત કંપનીના કર્મચારીઓએ પોતાના ધનનું વિશેષ ધ્યાન રાખવું, નાનું નુકસાન થવાની સંભાવના છે, પણ તમારી ક્ષમતાથી તમે તમારી તકલીફોથી બહાર આવી શકશો.

બિઝનેસ - આ અઠવાડિયું ઉત્તમ છે, અટકેલા કામ પૂરાં થશે. આયાત-નિકાસનું બિઝનેસ કરનારાઓએ કારણ વગર ભાવનાત્મક ન થવું.

શૅર બજાર - આ અઠવાડિયું ફાયદાકારક રહેશે. આ અઠવાડિયે તમને તમારા જૂના રોકાણોમાંથી પણ લાભ મળશે, પણ ધ્યાન રાખજો કે નવું રોકાણ કરવું નહીં. શુભ દિવસ 5 જાન્યુઆરી.

કન્યા (virgo): નોકરી - આ અઠવાડિયું મધ્યમ રહેશે. ઓવરસીઝ નોકરી કરનારાઓએ ભાવનાત્મક થવાની જરૂર નથી, બુદ્ધિથી કામ લેવાનો સમય છે.

બિઝનેસ - આ અઠવાડિયું મધ્યમ રહેશે. કોઈપણ નવું કામ શરૂ કરવા માટે આ સમય યોગ્ય નથી. પાર્ટનરશિપમાં બિઝનેસ કરનારાઓને પોતાના કામનું પરિણામ જલ્દી નહીં મળે. કેટલાક નવા લોકો સાથે તમે પાર્ટનરશિપ કરી શકશો.

શૅર બજાર - આ અઠવાડિયું લાભકારક છે. નાના રોકાણોથી ફાયદો થશે, પણ કેટલાક મોટાં રોકાણો કરતાં પહેલાં વિચારવું આવશ્યક. શુભ દિવસ - 3 જાન્યુઆરી.

તુલા (Libra) : નોકરી - આ અઠવાડિયું ખૂબ જ ઉપયોગી છે, કેટલાક નવા સમાચાર મળવાની સંભાવના છે. કપડાં સંબંધિત નોકરી કરનારાઓને નવા ઉત્સાહની સાથે નવા પ્રોજેક્ટ પણ પ્રાપ્ત થશે.

બિઝનેસ - આ અઠવાડિયું ઉત્તમ રહેશે, ફક્ત મિત્રો સાથે કામ કરવાની યોજના તમે બનાવી શકશો, પણ થોડું સમજી-વિચારીને નિર્ણય લેવો. જમીનનો બિઝનેસ કરનારાઓએ કોઈ પણ નવું કામ શરૂ કરતાં પહેલાં તે બાબતે ઊંડાણપૂર્વક વિચાર કરવું આવશ્યક છે.

શૅર બજાર - આ અઠવાડિયું લાભકારક રહેશે. જો તમે કંઈક નવું રોકાણ કરવા ઈચ્છો છો તો નિશ્ચિંતપણે કરી શકો છો આ રોકાણથી લાભ મળશે. શુભ દિન - 1 જાન્યુઆરી.

વૃશ્ચિક (Scorpio) : નોકરી કરનારાઓ માટે આ અઠવાડિયું સારું રહેશે, જેટલી મહેનત કરશો તેટલું ફળ પ્રાપ્ત થશે. પોતાની ક્ષમતા અનુસાર તમે ધનની કમાણી કરી શકશો.

બિઝનેસ - આ અઠવાડિયે તમે વધુ નકારાત્મક ન થતાં. સોના-ચાંદીનું બિઝનેસ કરનારાઓનો સમય ટૂંકાગાળે જ તેમના અનુકૂળ થઈ જશે, પોતાની વાણી પણ નિયંત્રણ રાખવું જરૂરી.

શૅર બજાર - આ અઠવાડિયું લાભકારક છે તમને તમારી જૂની રોકાણો થકી લાભ થઈ શકે છે. કોઈપણ નવું રોકાણ કરતાં પહેલાં વિચારો. શુભ દિવસ 5 જાન્યુઆરી.

 પ્રતીકાત્મક તસવીર


ધન (sagittarius) : નોકરી - આ અઠવાડિયું મધ્યમ રહેશે. ઍર ફોર્સમાં કાર્યરત કર્મચારીઓના સહયોગી જે તેમના હિતેચ્છુ નથી, તેઓ તમારી માટે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે, પણ તમે તમારા વ્યવહાર અંગે સચેત રહેજો.

બિઝનેસ - આ અઠવાડિયું ઉત્તમ રહેશે. શક્ય છે કે તમે કોઈ પ્રસંગનું આયોજન કરો. તે માટે તમને સન્માન પ્રાપ્ત થાય. ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો. NGOમાં કામ કરનારાઓએ કોઈ વાદ-વિવાદમાં પડવું નહિ.

શૅર બજાર - આ અઠવાડિયું મધ્યમ રહેશે, પોતાની સેવિંગ્સ બચાવીને રાખવાનો સમય છે, રોકાણ કરવાનો સમય નથી. શુભ દિન - 4 જાન્યુઆરી.

મકર (Capricorn) :નોકરી માટે આ અઠવાડિયું શાનદાર રહેશે, તમને કામના નવા નવા અવસરો પ્રાપ્ત થશે. મીડિયા સાથે જોડાયેલા કર્મચારીઓને નોકરીમાં લાભની સંભાવના છે.

બિઝનેસ - આ અઠવાડિયું મધ્યમ રહેશે. થોડીક જવાબદારીઓ વધશે, પોતાના કામ પર ફોકસ કરવું. ફર્નિચરનું બિઝનેસ કરનારાઓએ પોતાના વિચારોને સકારાત્મક બનાવી રાખવું , ટૂંકાગાળામાં જ સમયનું ચક્ર તમારા અનુકૂળ દોડશે.

શૅર બજાર - આ અઠવાડિયું મધ્યમ રહેશે, નવા રોકાણો માટે આ સમય અનુકૂલ નથી. શુભ દિન 3 જાન્યુઆરી.

કુંભ (Aquarius) : નોકરી - આ અઠવાડિયું તમારા માટે ફાયદાકારક નથી, કારણવગર ભાવનાત્મક થવું નહીં. ઘર બનાવનાના કામ સાથે જોડાયેલાઓને કામ-કાજમાં ઉતાર-ચઢાવ આવતાં રહેશે, જેના કારણે તમારું મન વિચલિત રહેશે. અઠવાડિયાના અંતે કંઈક સારું થવાની શક્યતા છે.

બિઝનેસ - આ અઠવાડિયું નવા કાર્યોને પ્રારંભવાનો સમય છે. જમીનનું કામ કાજ કરનારાઓને કેટલાક નવા ઑર્ડર મળી શકે છે પોતાના કામ પર ફોકસ રાખવું આવશ્યક.

શૅર બજાર - આ અઠવાડિયું રહેશે ફાયદાકારક, રોકાણમાં પણ થશે લાભ, ધ્યાન રાખવું કે વધું નફાની લાલચમાં ખોટું રોકાણ ન કરવું. શુભ દિન 1 જાન્યુઆરી.

મીન (Pisces) : નોકરી - આ અઠવાડિયું ઉત્તમ રહેશે. સમય તમારા અનુકૂળ છે, થોડું પોતાની તબિયત બાબતે ધ્યાન રાખવું. વકીલો તેમના કામ માટે પ્રશંસાપાત્ર બનશે.

બિઝનેસ - આ અઠવાડિયું ઉત્તમ રહેશે. કામધંધામાં તેમજ માન-સન્મામનાં વધારો થશે. રોકાણ માટે યોગ્ય સમયની રાહ જોવી. પોતાના વિચારો સકારાત્મક રાખવા, તેમ જ કોઈ લડાઈ ઝગડામાં પડવું નહીં. તમે એન્જલ પાસેથી મદદ માંગો, તે સદાય તમારી મદદ માટે તત્પર છે.

 

આ પણ વાંચો : રાશિફળ 2019: કરિયર, નોકરી, વેપાર, શિક્ષા, સ્વાસ્થ્ય, યાત્રા, પ્રેમ અને વિવાહ

 

શૅર બજાર - આ એઠવાડિયું મધ્યમ રહેશે, પોતાની સેવિંગ્સ સાચવી રાખવાનો સમય છે. રોકાણ માટે આ સમય યોગ્ય નથી. શુભ દિન 5 જાન્યુઆરી.

astrology