ફેંગશુઈ ટિપ્સ : મનપસંદ લાઈફ પાર્ટનર મેળવવા કરો આ ઉપાય

24 December, 2018 07:36 PM IST  | 

ફેંગશુઈ ટિપ્સ : મનપસંદ લાઈફ પાર્ટનર મેળવવા કરો આ ઉપાય

ઘણી વાર લોકોને તેમના મિસ્ટર રાઈટ કે મિસ રાઈટ મળી શકતા નથી, તેની પાછળનું કારણ ફેંગશુઈ પ્રૉબ્લેમ હોઈ શકે છે. કેટલાક સરળ ઉપાયો, જેના કારણે તમારી તકલીફોથી મળશે છૂટકારો. (પ્રતીકાત્મક તસવીર)

ફેંગશુઈ ઉપાયો જે તમારી તકલીફોનું નિરાકરણ લાવી દેશે. કેટલીક વાર એવું બનતું હોય છે કે તમે દેખાવડા હોવ, તમારી પાસે સારી નોકરી પણ હોય, છતાં તમને મિસ્ટર રાઈટ કે મિસ રાઈટ ન મળી શકતાં હોય. એક્સપર્ટ કહે છે કે આવું થવા પાછળ કોઈ ફેંગશુઈ પ્રૉબ્લેમ જવાબદાર હોઈ શકે છે. એટલે જો તમારી પણ આવી સ્થિતિ હોય તો અમે તમારા માટે કેટલાક એવા ફેંગશુઈ ઉપાયો લાવ્યા છીએ જે તમારી તકલીફોનું નિરાકરણ લાવી દેશે.

કંઈક આ રીતે શણગારો તમારો રૂમ

1. પોતાના રૂમમાં આર્ટ વર્ક, લેન્ડસ્કૅપ, રોજના વૉલપેપર્સ મૂકવાં. આવી વસ્તુઓ પરોક્ષ રીતે તમારામાં સકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરશે. પોતાની રૂમના સાઉથવેસ્ટ ખૂણામાં ક્રિસ્ટલ્સ રાખવા.

2. જો તમારા રૂમમાં અક જ ખુરશી છે તો તેનો સીધો અર્થ છે કે તમે એકલાં રહેવાનું પસંદ કરો છે, સિંગલ છો. એવા સોફા કે ખુરશી મૂકવા જે વઘુ લોકોને એકૉમડેટ કરી શકે. સાઉથવેસ્ટ દિવાલને લાલ રંગ કરવો. આ દિવાલ સંબંધો માટે ખાસ હોય છે. 

(પ્રતીકાત્મક તસવીર)

બેડ અને દિવાલ વચ્ચે રાખવું અંતર

3. દિવાલ અને પલંગ વચ્ચે એટલું અંતર રાખવું કે કોઈપણ બાજુથી આવવા-જવા માટેની જગ્યા વધે. સૂતી વખતે તમારું માથું કઈ તરફ કરવું તે બાબતે ફેંગશુઈ એક્સપર્ટની સલાહ લેવી. હા, સૂતી વખતે તમારા પગ દરવાજા તરફ ન હોવા જોઈએ.

જીવન બનાવો રંગબેરંગી

4. બેડરૂમ માટે ગુલાબી કલર યોગ્ય રહેશે જે તમને શાંત રહેવામાં મદદરૂપ થશે. રોઝ અને કોરલ જેવા શેડ્સ તમારા સાથીને આકર્ષિત કરી શકે છે.

 

 (પ્રતીકાત્મક તસવીર)

ટીવીને બેડરૂમની બહાર જ મૂકવું

5. સ્વસ્થ રિલેશનશિપ માટે ટીવીનું બેડરૂમમાં હોવું આપત્તિજનક માનવામાં આવે છે. રોમાંચિત ક્ષણોના નાશમાં ટીવી મહત્ત્વનું કારણ બની રહે છે. જો તમને ઉંઘવામાં તકલીફ પડતી હોય તો તમે કવિતા, વાર્તા કે નવલકથા વાંચી શકો છો.

 

પોતાની સ્પેસ શેર કરવી

6. તમારા જીવનમાં આવનાર વ્યક્તિ માટે માનસિક રીતે પોતાને તૈયાર રાખવા. તમારા કબાટમાંના હેઁગર, બાથરૂમમાં એકસ્ટ્રા ટુથપેસ્ટ વગેરે તમને આ બાબતનું ખ્યાલ અપાવતા રહેશે.