Diwali 2019:આ છે વર્ષના સૌથી મોટા તહેવારના શુભ મુહૂર્ત,જાણો શુભ ચોઘડિયા

23 October, 2019 03:51 PM IST  |  મુંબઈ

Diwali 2019:આ છે વર્ષના સૌથી મોટા તહેવારના શુભ મુહૂર્ત,જાણો શુભ ચોઘડિયા

જાણો દિવાળીના શુભ ચોઘડિયા

દિવાળીને બસ ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. અગિયારસથી શરૂ થયેલું આ પર્વ તુલસી વિવાહ સુધી ધૂમધામથી મનાવવામાં આવશે. પ્રકાશના આ પર્વમાં મુહૂર્તનું ખાસ મહત્વ છે. ત્યારે જાણો ક્યું કામ કરવા માટે ક્યું મુહૂર્ત ગુજરાતી પંચાગ પ્રમાણે શુભ છે.

ધનતેરસના મુહૂર્ત
ધનતેરના દિવસે ભગવાન ધનવન્તરિની પૂજા કરવામાં આવે છે તેમજ સોનું, ચાંદી કે કોઈ પણ ધાતુ ખરીદવામાં આવે છે. આ વખતે વાઘબારસ અને ધનતેરસ એક સાથે છે. 25 ઑક્ટોબરે ધનતેરસ છે. તેના શુભ મુહૂર્ત નીચે મુજબ છે.

સમય ચોઘડિયું
સવારે 6.39 થી સવારના 10.57 સુધી ચલ, લાભ, અમૃત
બપોરના 12.13 થી બપોરના 1.48 સુધી શુભ
સાંજના 4.40 થી 6.06 સુધી ચલ
રાત્રિના 9.14 થી રાત્રિના 10.39 સુધી શુભ

કાળી ચૌદસ
26 ઑક્ટોબરે કાળી ચૌદસ છે. જેને રૂપ ચૌદસ પણ કહેવામાં આવે છે. બંગાળમાં આ દિવસે કાળી માતાનું જન્મ દિવસ મનાવવામાં આવે છે, એટલે તેને કાળી ચૌદસ પણ કહે છે.

દિવાળી
રોશની અને આનંદ ઉલ્લાસનું પર્વ દિવાળી 27 તારીખે છે. જેના શુભમુહૂર્તની વાત કરીએ તો..

સમય ચોઘડિયું
સવારના 8.06 થી 12.12 સુધી ચલ, લાભ, અમૃત
બપોરના 1.48 થી 3.14 સુધી શુભ
સાંજના 6.05 થી 10.48 સુધી શુભ, અમૃત, ચલ

નવું વર્ષ
કારતક મહિનાનો પહેલો દિવસ એટલે ગુજરાતીઓનું નવુ વર્ષ. આ દિવસે ગોવર્ધન પૂજા પણ કરવામાં આવે છે.

ભાઈબીજ
આ વખતે ભાઈબીજ મંગળવારે છે. એટલે કે 29 ઑક્ટોબરે. જે દિવસે સામાન્ય પરંપાર પ્રમાણે ભાઈ બહેનના ઘરે જમવા જાય છે.

અમૃત સિદ્ધિયોગ
દુકાન, ફેક્ટરી, કારખાના વગેરે ફરી શરૂ કરવા માટે અમૃત સિદ્ધિયોગ શ્રેષ્ઠ છે. બુધવારે તેના માટે મુહૂર્ત જોઈ તો..

સમય ચોઘડિયા
સવારના 6.41 થી સવારના 9.32 સુધી લાભ, અમૃત
સવારના 10.57 થી બપોરના 12.22 સુધી શુભ

લાભપાંચમ
શુક્રવારે લાભપાંચમ છે. જે કોઈપણ કામ કરવા માટેનો શ્રેષ્ઠ સમય છે. આ દિવસના શુભમુહૂર્ત આ પ્રમાણે છે.

સમય ચોઘડિયું
સવારના 6. 42 થી 10.57 સુધી ચલ, લાભ, અમૃત
બપોરના 12.22 થી 1.47 સુધી શુભ

આ પણ જુઓઃ આ દિવાળી દેખાવું છે હટકે! તો ફૉલો કરો ગુજરાતી અભિનેત્રીઓના સ્ટાઈલ સ્ટેટમેન્ટને..

જલારામ જયંતિ

સાતમ એટલે કે રવિવારના દિવસે જલારામ જયંતિ છે. આ દિવસના સવારના 08.08 વાગ્યાથી બપોરના 12.22 વાગ્યા સુધી ચલ, લાભ અને અમૃત ચોઘડિયા છે.

diwali astrology