Chandra Grahan 2020: આ દિવસે લાગશે વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ

27 November, 2020 01:28 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

Chandra Grahan 2020: આ દિવસે લાગશે વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ

પ્રતીકાત્મક તસવીર

30 નવેમ્બરના દિવસે સોમવારે વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ લાગશે. કાર્તિક મહિનાની પૂનમની રાતે આ ગ્રહણ રોહિણી નક્ષત્ર અને વૃષભ રાશિમાં લાગવાનું છે. ચંદ્ર ગ્રહણ બ્રહ્માંડની એક ખગોળીય ઘટના છે અને આ પૃથ્વીથી માઇલો દૂર ઘટિત થાય છે, પણ તેમ છતાં આની માનવ જીવન પર અસર થાય છે. સૃષ્ટિના જીવન પર આની અસર દેખાય છે. રાશિ પ્રમાણે લોકો પ્રભાવિત થાય છે. ગ્રહણ દરમિયાન નીકળનારા પ્રદૂષિત કિરણોનો પણ વિપરીત પ્રભાવ માનવ જીવન પર પડે છે. કોઇપણ ગ્રહણ સૌથી વધારે ગર્ભવતી મહિલાઓ અને બાળકો પર પ્રભાવક દેખાય છે. આની સામાન્ય અસર વ્યક્તિના મન પર પડશે કારણકે ચંદ્રમાને મનના કારક માનવામાં આવે છે.

જ્યોતિષાચાર્ય અનીષ વ્યાસે જણાવ્યું કે 30 નવેમ્બરે થનારા ચન્દ્રગ્રહણ એક ઉપચ્છાયા ચંદ્રગ્રહણ છે, એટલે કે આનો કોઇ સૂતક કાળ નહીં હોય. ધાર્મિક માન્યકાઓ પ્રમાણે, જે ગ્રહણનો કોઇ સૂતક કાળ નથી હોતો, તે વધારે પ્રભાવશાળી નથી હોતો. ગ્રહણનો સમય ભારતીય સમયાનુસાર બપોરે 1 વાગીને 4 મિનિટે એક છાયાથી પહેલો સ્પર્શ. બપોરે 3 વાગીને 3 વાગીને 13 મિનિટે પરમગ્રાસ ચંદ્રગ્રહણ થશે. સાંજે 5 વાગીને 22 મિનિટે ઉપચ્છાયાથી અંતિમ સ્પર્શ હશે.

ગ્રહણના પ્રભાવથી બચવાના ઉપાય
ચંદ્રગ્રહણની સમયસીમામાં ભગવત ઉપાસના કરવી જોઇએ. ઓમ્ શ્રીકૃષ્ણાય નમઃનો જાપ શ્રેષ્ઠ રહેશે.

અહીં દેખાશે ચંદ્ર ગ્રહણ
ચંદ્રમા જ્યારે ધરતીની વાસ્તવિક છાયા પર ન જઈને તેની ઉપચ્છાયાથી જ પાછી ફરી જાય છે, તો આણે ઉપચ્છાયા ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે. આ સ્થિતિમાં ચંદ્ર એક ધુંધણી પરત બનેલી દેખાય છે. અહીં ચંદ્રગ્રહણ ભારત, અમેરિકા, પ્રશાંત મહાસાગર, ઑસ્ટ્રેલિયા અને એશિયામાં ચંદ્રગ્રહણને જોઇ શકાશે.

કઈ રાશિ માટે અશુભ છે આ ચંદ્ર ગ્રહણ
ગ્રહણનો સીધો પ્રભાવ મનુષ્ય પર પડે છે. પણ આ ચંદ્ર ગ્રહણ એક ઉપચ્છાયા ગ્રહણ છે આ માટે વધારે પ્રભાવશાળી નથી. આ વૃષ રાશિમાં થવાનો છે, એવામાં આનો સર્વાધિક પ્રભાવ વૃષ રાશિના જાતકો પર જોવા મળશે. આ રાશિના જાતકો ખાસ સાવચેતી રાખવાની જરૂર છે. ચન્દ્રમા મન તેમજ માતાના કારક હોવાથી તેમને પોતાની માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે. સાથે જ પોતાને માનસિક તાણથી દૂર રાખવાનું રહેશે. વૃષભ રાશિ પર થનારા કૃષ્ણ મન્ત્ર લાભદાયક છે. આ દરમિયાન ગર્ભવતી સ્ત્રીઓએ ગ્રહણ દરમિયાન બહાર ન નીકળવું. ગ્રહણ પહેલા ભોજનમાં તુલસી પત્ર નાખી દેવું અથવા પહેલા જ ભોજન કરી લેવું. ગ્રહણ પછી સ્નાન કરીને જ કોઇ શુભ કાર્ય કરવા.

ભારત પર પ્રભાવ
આ ગ્રહણ શનિની રાશિ કુંભ લગ્નમાં લાગી રહ્યો છે. લગ્નેશ સ્વરાશિનો થઈને દ્વાદશ ભાવમાં નીચ ભંગ ગુરુ સાથે થવાથી ભારતના બહારના સંબંધોમાં પ્રગાઢતા આવશે. ભારત પણ મજબૂત નેતૃત્લમાં કોરોના સામે લડવામાં સક્ષમ દેખાય છે. ચતુર્થ ભાવમાં ચન્દ્ર સાથે રાહુ હોવાથી જનતામાં માનસિક તાણ રહેશે, પણ તે ભાવનો સ્વાતિ શુક્ર સ્વરાશિનો હોવાથી ભાગ્યબળ દ્વારા સમસ્યાઓનું નિદાન પણ થશે. દેશના કર્ણધારોની વાણીનો પ્રભાવ અસરકારક રહેશે. રોગ સામે લડવાની શક્તિ ઉત્પન્ન થશે.

ચંદ્ર ગ્રહણની તારીખ અને સમય
ઉપચ્છાયાથી પહેલો સ્પર્શઃ 30 નવેમ્બર 2020ની બપોરે 1.04 મિનિટે
પરમગ્રાસછ 300 નવેમ્બરની બપોરે 3.13 વાગ્યે.
ઉપચ્છાયાથી અંતિમ સ્પર્શઃ 30 નવેમ્બરની સાંજ 5.22 વાગ્યે.

astrology