જાણો તમારી આજની રાશિ

26 November, 2014 03:43 AM IST  | 

જાણો તમારી આજની રાશિ



એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


આજે તમને એ સત્ય સમજાશે કે જીવનમાં સફળતા મહત્વની હોવા છતાં સ્વજનોનો પ્રેમ અને લાગણી એના કરતાં વધારે મૂલ્યવાન હોય છે.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


તમે આજે આખો દિવસ વ્યસ્ત રહેશો. મહેનત કરવામાં કાંઈ ખોટું નથી, પરંતુ એમાં જ રચ્યાપચ્યા રહેવું અને આરોગ્ય તરફ દુર્લક્ષ કરવું એ અયોગ્ય કહેવાય અને એથી તમારે એવું કરવું નહીં.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


તમારાં ભૂતકાળનાં સારાં કર્મોને લીધે આજે તમારા પર સ્વજનોનાં પ્રેમ અને લાગણીનો વર્ષાવ થશે અને એને લીધે તમે પ્રસન્નતા અનુભવશો.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


પ્રતિકૂળ સંજોગોમાં પણ શાંત ચિત્ત રાખવાને લીધે તમે પરિસ્થિતિને સારી રીતે અતિક્રમી શકશો. કામના સ્થળે તમારે સહયોગીઓ સાથે સુમેળભર્યા સંબંધો રાખવા.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


તમારે ભૂતકાળને ભૂલીને સંબંધોમાં નવેસરથી પ્રાણ પૂરવાની જરૂર છે. પ્રેમની લાગણી તમને સર્વત્ર અનુભવાશે.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


આજે કોઈ એક અણધાર્યો બનાવ તમને ઘણો જ માનસિક પરિતાપ આપશે. જોકે આ પ્રતિકૂળતાઓ સામે તમારે હાર માની ન લેવી, કારણ કે હજી આશા છે. 

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


સ્વજનો સાથે સહેલગાહે કે પ્રવાસે જવાને લીધે તમને માનસિક તાણમાંથી મુક્તિ મળી શકશે. તમારે એવા કોઈ શાંત સ્થળે જવું જ્યાં એકાંત અને કુદરતી સૌંદર્ય બન્ને હોય.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


આજનો દિવસ તમારે માટે અનુકૂળ છે. તમે પોતાના વિચારો અને લાગણીઓને મુક્તપણે વ્યક્ત કરી શકશો. તમારે સ્વજનો સાથે સરસમજાનો સમય ગાળવો.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


આજે તમારા જીવનમાં શાંતિ, સંતુલન અને સુમેળનું સામ્રાજ્ય હશે. એને લીધે દિવસ સહેલાઈથી પસાર થશે. તમે વ્યવસાયી અને અંગત જવાબદારીઓ વચ્ચે સંતુલનની આદર્શ સ્થિતિ ભી કરી શકશો.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


આજે તમારે જૂના મિત્રો સાથે સંપર્ક કેળવવો અને એને લીધે તમને ભરપૂર ખુશી વર્તાશે. પ્રેમની સુખાનુભૂતિ આ પ્રસન્નતામાં ઉમેરો કરશે.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


આજે તમારે ટૂંકી દૃષ્ટિ અને ટૂંકા ગાળાનાં લક્ષ્યો રાખવાને બદલે લાંબા ગાળાનો વિચાર કરવો. કોઈ પણ પ્રોજેક્ટમાં આગળ વધતાં પહેલાં પૂરતી પૂવર્‍તૈયારીઓ કરી લેવી. 

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


વર્તમાન સંજોગો તમારી ઇચ્છા મુજબના નથી? કંઈ વાંધો નહીં, તમારે શાંત ચિત્ત રાખીને મન મોકળી વાતો કરવી. આમ કરવાથી તમને ઘણું સારું લાગશે.