તમારું આજનું ભવિષ્ય શું કહે છે, ક્લિક કરો અને જાણો

06 October, 2014 03:23 AM IST  | 

તમારું આજનું ભવિષ્ય શું કહે છે, ક્લિક કરો અને જાણો



એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


આજે તમારી સાથે થોડીક રહસ્યમય અને વન્ડરફુલ ઘટનાઓ ઘટશે. તમે કદાચ આ ઘટનાઓને પૂરેપૂરી સમજી નહીં શકો, પણ એ તમારા માટે આખરે તો લાભકારક પુરવાર થશે.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


તમે કેટલાક લોકો માટે મનમાં શંકા લઈને ફરો છો. એના સિવાય ઓવરઑલ તમારો અભિગમ પૉઝિટિવ રહેશે. તમારે પરિવારજનો પ્રત્યે પ્રેમ દર્શાવતા રહેવું જોઈએ.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


આજે પરિવારજનો સાથે સંઘર્ષ અને મતભેદ પેદા કરતી તમામ બાબતોને ફગાવીને ફેંકી દેશો. એક સમયે એ ખૂબ ક્ષુલ્લક દેખાતી બાબતો હશે.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


આજનો દિવસ જીવનસાથી સાથેની કેટલીક વિવાદાસ્પદ બાબતોને ઉકેલવામાં જ ખર્ચાઈ જશે, પણ એનાથી તમે વધુ સારા સંબંધો કેળવી શકશો.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


સમય જ ખરી મૂડી છે. તમારે સમયની બચત કરતાં શીખવાની અને કિંમત કરતાં શીખીને તમારી પ્રોડક્ટિવિટી વધારવાની જરૂર છે. તમારા સમયનો શ્રેષ્ઠ ઉપયોગ કરો.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


તમારી અંત:સ્ફુરણા તમને કંઈક અગત્યની બાબત કહી રહી છે. તમારે એનો અવાજ સાંભળવા માટે અહંકારને બાજુએ મૂકવો જરૂરી છે. તમારો સામાજિક માનમોભો વધશે.  

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


તમે પ્રોફેશનલ લાઇફમાં એક મોટું કદમ માંડવા જઈ રહ્યા છો અને તમારું શ્રેષ્ઠ યોગદાન આપશો. અલબત્ત, અચાનક નાના ઇશ્યુઝ આવી ચડશે જે કામમાંથી તમારું ધ્યાન હટાવશે.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


કામના સ્થળે આજનો કપરો દિવસ તમારા માટે હાડમારીભર્યો રહેશે. આજે તમે બૉસના પ્રકોપનો ભોગ બનશો અને ઈવન સહકર્મચારીઓ પણ તમને પૂરતી મદદ નહીં કરે.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


કામના સ્થળે હેક્ટિક ટાઇમ જશે. બધી ચીજોનું યોગ્ય આયોજન કરવા માટે તમારે પુષ્કળ સમય ખર્ચવો પડશે. સાંજના સમયે એકદમ જ ઊલટું થશે અને તમે મસ્ત રિલૅક્સ થશો.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


પુષ્કળ કામના ભારણને કારણે તમે ઑફિસમાં થોડાક ગરમ રહેશો. અલબત્ત, સાંજનો સમય હળવાશનો છે અને તમને પ્રિયજનો સાથે શાંતિનો સમય પસાર કરવા મળશે.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


આજનો દિવસ એક પછી એક ઘટનાઓ ઘટતી રહેશે. બની શકે કે આજે તમે નવા ઘરમાં શિફ્ટ થાઓ અથવા નવી જૉબ શરૂ કરો. ઈવન, પૈસાનો નવો સ્રોત બની શકે છે.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


તમારી પાસે જેટલો સમય છે એનો યોગ્ય અંદાજ લગાવો જેથી તમે કોઈ ઓવર-કમિટમેન્ટ ન આપી બેસો. બની શકે કે તમે ખૂબ કામો હાથમાં લઈ બેસો અને પછી સમય જ ન રહે.