અંકશાસ્ત્ર મુજબ ઈશુનું નવું વર્ષ 2020 કેવું રહેશે?

01 January, 2020 11:24 AM IST  |  Mumbai | Ashish Rawal and Pradyuman Bhatt

અંકશાસ્ત્ર મુજબ ઈશુનું નવું વર્ષ 2020 કેવું રહેશે?

રાશિ ભવિષ્ય

મોદી સાહેબની જન્મ તારીખ મુજબ ભાગ્યઅંક પાંચ થવાથી રાજકીય ક્ષેત્રે અન્ય વિપક્ષનાં વિવાદાસ્પદ વિધાનો તથા પ્રજાકીય વિવાદોથી તેમણે સતત સંભાળવું પડે.

*હાલના દેશના ગૃહપ્રધાન અમિતભાઈ શાહની જન્મ તારીખ ૨૨ હોવાથી તેઓ રાજકીય ક્ષેત્રે વધુ સારી સફળતા પ્રાપ્ત કરે. પ્રજાકીય નિર્ણય વધુ શુભ લેવાય.

આજથી અંગ્રેજી નવું વર્ષ ૨૦૨૦ શરૂ થાય છે એ માટે સર્વે વાચકોને જાણીતા જ્યોતિષી આશિષ રાવલ તથા પ્રદ્યુમન ભટ્ટ તરફથી ખૂબ-ખૂબ શુભકામના. ૨૦૨૦ના વર્ષમાં અંકશાસ્ત્ર મુજબ અંક બે ચંદ્રનો ગણાય છે જે બે વખત રિપીટ થાય છે માટે એનું બળ વધી જશે. જ્યારે વર્ષનો કુલ સરવાળો (૨+૦+૨+૦) = ૪ થાય છે. એ અંક રાહુ, હર્ષલ તરીકે ઓળખાય છે માટે ઘણી બધી વાતો, કહેવતો, રૂઢિપ્રયોગો આપણે અંક ૪ ઉપર સાંભળેલ છે જેમ કે...

*ખાટલાના ચાર પાયા*

*પુરુષાર્થના ચાર પાયા -  ધર્મ, અર્થ, કામ, મોશ્ર*

*ઓરડાના ચાર ખૂણા*

*ચાર રસ્તા (ક્રા.સ રોડ)*

*ક્રિકેટમાં ચોક્કો (૪)*

*ચંડાળ ચોકડી*

*ખાટલે મોટી ખોટ*

*અલીબાબા ચાલીસ ચોર*

*ચાર ચોટલા તોડે કોઈના ઓટલા*

 ચંદ્ર અને રાહુનો સંબંધ વિરોધાભાસ છે જેને કારણે શૅર, સટ્ટો, લૉટરી, જુગાર, બંધ પાનાંની રમતો, ડબ્બા પદ્ધતિમાં રમનાર ઘણા બધા જાતકો આર્થિક રીતે સુખી થઈ શકે એમ છે. જ્યારે છળકપટ કરનાર, ભ્રષ્ટાચારી નેતાઓ, ભેળસેળ કરનાર વેપારીઓ કાયદાકીય બાબતોમાં સપડાઈ શકે એમ છે. રાજકીય નેતા યુવાવર્ગને સારી તક મળી શકે તેમ જ પરદેશી ભાષાનો સારો વિકાસ થાય. ટૂરિઝમ, હોટેલ ઉદ્યોગ-ધંધાને વેગ મળે. પરદેશ સાથે ધંધો કરનાર વેપારી વર્ગને નવી તક મળી રહે. નિકાસને લગતી ચીજવસ્તુના ધંધામાં તેજી બની રહે. ક્રિમિનલ કેસો વધે તેમ જ એના નિકાલ માટે ન્યાયનીતિ ખાતું વધારે તટસ્થ અને પારદર્શક બની રહેશે.

ઘણા સમયથી કાયદાકીય કેસોમાં ફસાયેલા તથા જેલની અંદર બંધ નેતાઓ જેને જામીન મળવાની તક ઊભી થઈ શકે છે. બૅન્કિંગ ક્ષેત્રે ફ્રૉડ, છેતરપિંડીના કિસ્સાઓ વધે સાથોસાથ વધુ સારી સવલતો આપવા માટે બૅન્કિંગ ક્ષેત્ર, અર્થવ્યવસ્થામાં સુધારો જોવા મળે. આ વર્ષનું નાણાકીય બજેટ  પ્રજાલક્ષી આવી શકે. સેવિંગ તેમ જ બચતોના થાપણ પર વ્યાજના દર ઘટે. બૅન્ક ચાર્જિસની મોટી રકમ વસૂલ કરવામાં આવે. વીમા ક્ષેત્રે ગ્રાહકલક્ષી અલગ-અલગ પૉલિસીઓ બહાર આવે એ વાસ્તવમાં જનહિતકારી બની રહેશે. કૅન્સર, બ્રેઇન હેમરેજ, હાર્ટને લગતા, આંખોને લગતા, આપઘાત, પાણીજન્ય, વાઇરલ ઇન્ફેક્શનના રોગના દર્દો વધે તેમ જ આ દર્દોના નિવારણ માટે નવી-નવી શોધો મેડિકલ ક્ષેત્રે બની રહેશે. ઑટોમોબાઇલ ક્ષેત્રે નવી-નવી ટેક્નિકો જોવા મળશે.

ઇલેક્ટ્રૉનિક ચીજવસ્તુઓના બજારમાં મોટા ચઢાવ-ઉતાર જોવા મળે. દરેક ક્ષેત્રે મહિલા વર્ગ અવ્વલ નંબર બની જ રહેશે. સરકારી ખાતામાં નોકરીની તકો વધશે. નાના-મોટા ધંધાના વિકાસને વેગ મળે. સોશ્યલ મીડિયામાં કોઈ ને કોઈ બાબત સતત વાદ-વિવાદથી ભરપૂર જોવા મળે. ઇમોશનલ અતિશય લાગણીઓનો પ્રવાહ વધશે.

અલબત્ત ટ્વેન્ટી-ટ્વેન્ટી મૅચની જેમ આખું વરસ ખૂબ જ ઝડપથી પૂર્ણ થઈ જશે.

જે જાતકોનો જન્મનો મહિનો ફેબ્રુઆરી, એપ્રિલ, નવેમ્બર, ડિસેમ્બર હશે એ લોકો માટે નવું વર્ષ ફળદાયી નીવડશે સાથોસાથ જે જાતકોની જન્મ તારીખ ૨, ૪, ૧૧, ૧૩, ૨૦, ૨૨, ૩૧ તેમને માટે યાદગાર બની રહેશે. વિશેષમાં ૨૦૨૦ના અંકમાં ૨ વખત રિપીટ થવાની (અંક ૨ ચંદ્રનો સ્ત્રી ગ્રહ, તરુણ હોવાથી) મહિલા વર્ગ, યુવા વર્ગ માટે શુભ બની રહેશે. ચંદ્ર શીઘ્ર ગતિનો હોવાથી ખૂબ જ પરિવર્તનશીલ બની રહેશે સાથોસાથ સાંસ્કૃતિક પ્રવૃ‌ત્ત‌િઓનું પ્રમાણ વધશે.

નવા શુભ પરિવર્તનો દરેક ક્ષેત્રમાં આવશે. જેમનું જન્મનું વર્ષ ૪, ૧૩, ૨૨, ૩૧, ૪૦, ૪૪, ૪૯, ૫૪, ૬૪, ૭૪, ૮૧, ૯૪ હશે તેમને માટે ગોલ્ડન બની રહેશે.

astrology