વાસ્તુ ટિપ્સ: આવું કરવાથી જીવનમાં મળશે સારા પરિણામ

28 December, 2018 11:29 AM IST  | 

વાસ્તુ ટિપ્સ: આવું કરવાથી જીવનમાં મળશે સારા પરિણામ

પ્રતીકાત્મક તસવીર

જ્યારે જીવનમાં સારું રહેવાની વાત આવે તો સૌથી પહેલા ઘરનો ઉલ્લેખ કરવામાં આવે છે. દરેક વ્યક્તિ એક સારા ઘરમાં રહેવાની સાથે સાથે એક સારું અને સફળ જીવન જીવવા ઈચ્છે છે. પણ સવાલ છે કે સારું શું હોય છે? સારું જીવન જીવવા માટે આપણે ઘર, ઑફિસના વાસ્તુ વાઈબ્સને સારા રાખવાના રહેશે. જો એવું થાય છે તો આપણા દ્વારા કરાયેલું કાર્ય આપણને સારું પરિણામ જીવનમાં આપી શકે છે.

ઘરે બેડરૂમ, પૂજા ઘર, સ્ટોર રૂમ, સૌચાલય અને ડ્રોઈંગ રૂમ એટલે દરેક જગ્યા આપણે સુંદર અને વ્યવસ્થિત બનાવીએ છીએ તથા ઉપયોગમાં લઈએ છીએ. જો તેમનું સ્થાન આપણા ઘરના વાસ્તુ વાઈબ્સના જગ્યાએ યોગ્ય નથી તો પછી આપણે જીવનમાં આરામ અનુભવતા નથી. દરેક પ્રવૃત્તિની તેની પોતાની અસર હોય છે, અને આપણા જીવનમાં એક અલગ અસર લાવે છે.

1. આજે આપણે વાત કરશું ઉત્તર પૂર્વ ખૂણાની. ઘરનું આ સ્થાન પૂજા ઘર માટે સારૂં છે. ઘરમાં અથવા પૂજા ઘર ઉત્તર પૂર્વ દિશામાં નહીં હોય તો ક્યારેને ક્યારે પૂજા કરતા સમયે આપણી ઉપાસના પૂજા તરફ નહીં હોય તો તે અનુભવ નહીં થાય.

2. ઈશાન ખૂણાની તરફ પૂજા કરવાથી જે પ્રભાવ આપણાં જીવનમાં આવશે, તે આપણને બીજી કોઈ દિશામાં નહી મળે. અહીંયા કરાયેલા જાપ પણ ફળદાયક રહે છે. ઘરમાં પૂજા ઘર એક જ હોવું સારું છે.

3. જો આપણે માત્ર ઉત્તર પૂર્વ ખૂણામાં જ ધ્યાન કેન્દ્રિત કરશું તો એના પણ પરિણામ આપણે રોજિંદા જીવનમાં અનુભવીશું. આ દિશામાં ધ્યાન, પૂજા કરવાથી આપણે આપણા જીવનમાં સ્પષ્ટતા અનુભવીશું, જે આપણા જીવનમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવાનું સરળ બનાવશે. એના માટે જરૂરી છે કે આપણે ઘરના આ ખૂણાની સાફ સફાઈ રાખવી જોઈએ અને જે પણ ભગવાનની પૂજા કરતા હોઈએ એ ભગવાનની મૂર્તિ અથવા ફોટો એકથી વધારે નહીં લગાવો.

4. ઘરમાં બાળકો છે તો ઘરનો આ ખૂણો અથવા સ્થાન બાળકોના ભણતરમાં ઘણો મદદગાર સાબિત થાય છે. અને ખૂણામાં બેસીને ભણવાથી તેમનું મન પણ અભ્યાસમાં લાગી રહેશે. આ ખૂણામાં જ્યાં પણ બાળકોનું સ્ટડી ટેબલ રાખ્યું હોય, ત્યાં એમિથિસ્ટ ક્રિસ્ટલ પણ રાખો. આ તેમના સારા મિત્ર પણ સાબિત થશે.

5. જો ઘરનો આ ભાગ હલકો છે અને કોઈ પણ પ્રકારનો ફેલાવો નથી તો શુભ ફળદાયક પરિણામ આપે છે.

astrology life and style