મહાશિવરાત્રિ 2019 : 10 વર્ષમાં ત્રીજીવાર આવે છે સોમવારે

03 March, 2019 06:02 PM IST  | 

મહાશિવરાત્રિ 2019 : 10 વર્ષમાં ત્રીજીવાર આવે છે સોમવારે

મહાશિવરાત્રિ

રાત્રિ પૂજાનું મહાત્મય

મહાશિવરાત્રિએ આમ તો ભક્તો પરોઢિયેથી જ શિવજીની પૂજા કરવાનું શરૂ કરી દેતા હોય છે તો અનેક મંદિરોમાં ચૌદશની રાત્રે જ ચાર પહોરની પૂજા થાય છે બીજા દિવસે એટલે કે શિવરાત્રિની સવારે મંદિરોમાં શિવભક્તોની ભીડ જોવા મળે છે. શાસ્ત્રો પ્રમાણે જો રાતના ચાર પહોરમાં શિવજીની વિધિ વિધાનથી પૂજા કરવામાં આવે તો મનવાંછિત ફળ પ્રાપ્ત કરી શકાય છે. મહા મહિનાની કૃષ્ણ પક્ષની ચૌદસે શિવરાત્રિ ઉજવવામાં આવે છે. આ રાતને ભગવાન શિવ અને સતીના મિલનની રાત માનવામાં આવે છે. મહાશિવરાત્રિની પૂજા દરમિયાન જાગરણ કરવાથી ભગવાન શિવ અતિ પ્રસન્ન થાય છે. રામાયણ અનુસાર આ દિવસે શિવ પાર્વતીની કથા સાંભળવી અને રામાયણની ચોપાઈઓના પાઠ કરવા અથવા સાંભળવા. આ વખતે આ તહેવાર સોમવારે આવે છે જેમ કે બધાવે જાણ જ છે કે સોમવારે શિવજીની પૂજાનું વિશેષ મહત્ત્વ હોય છે અને તે પણ મહાશિવરાત્રિ જેવું પર્વ સોમવારે આવે એ તો જાણે સોનામાં સુગંધ ભળ્યા જેવું થયું. આ પહેલા પણ વર્ષ 2012 અને વર્ષ 2016માં પણ મહાશિવરાત્રિ સોમવારે થઈ હતી.

શું કરવું અર્પણ

આ દિવસે શિવજીને પ્રિય વસ્તુઓ અર્પણ કરવામાં આવે છે. આ સામગ્રીમાં કેટલીક વસ્તુઓ થોડીક વિચિત્ર પણ છે. જેમ કે ભગવાન શંકરને ભાંગ અને અત્તર અતિશય ગમતી વસ્તુઓ છે તેથી ભાંગ અને અત્તર ચડાવવું જોઈએ. તો બીજી તરફ શિવ નાગના પણ આરાદ્ય ગણાય છે અને માવનામાં આવે છે કાલસર્પ યોગથી મુક્તિ મેળવવા માટે પણ શિવલિંગ પર કોઈ પવિત્ર ધાતુથી બનાવેલ નાગ-નાગિન અર્પણ કરવા. શિવલિંગનું જળ, દૂધ, દહીં, મધ વગેરેથી પંચામૃત બનાવીને અભિષેક કરવું. સાથે જ ચંદન તેમજ રુદ્રાક્ષ પણ ચડાવી શકો છો.

આ પણ વાંચો : ફેંગશુઈ ટિપ્સ : એવા ઉપાયો જેની મદદથી વિરોધીઓની થશે હાર, મળશે માન સન્માન

શામાટે શિવરાત્રિને કહેવાય છે કાળ રાત્રિ

એક પ્રાચીન કથા પ્રમાણે આ દિવસે મધરાતે ભગવાન શંકરે રુદ્રાવતાર લીધો. શિવરાત્રિના સમયે જ પ્રલય સમયે પ્રદોષ કાળ વખતે ભગવાન શિવએ સતીના વિયોગમાં તાંડવ કરતાં ત્રીજા નેત્રની જ્વાળાથી બ્રહ્માંડને સમાપ્ત કરવાનો પ્રયત્ન કર્યો હતો, તેથી આ રાત્રિને કાળરાત્રિ પણ કહેવામાં આવે છે.

astrology shiva festivals